મુંદરા તા.પંચાયતમાં મહિલાઓને સમાન ભાગીદારીની મોદીજીની નીતીની ઐસીતૈસી : ટીડીઓ-ડીડીઓ કેમ મૌન?
પ્રજાનિષ્ઠ ધારાસભ્યશ્રીની ચુપકીદી વધુ અકળાવનારી..!
સત્તામાં સરખી ભાગીદાર-જાહેરજીવનમાં મહિલાઓ માટે નરેન્દ્રભાઈએ પ૦ ટકા મહિલા અનામતની વ્યવસ્થાઓ સ્થાનિક સ્વરાજય સહિતમાં લાગુ કરાવી છે, મુંદરા તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં કયાંય ચુંટાયેલ મહીલા સભ્ય ન દેખાતા રાજકીય બેડામાં જામી છે ચર્ચા : શું મહિલાઓ વતીથી પ્રતિનિધીઓ હાજર રહે છે? તે ખરેખર માન્ય રહે ખરૂં? : સામાન્યસભામાં તો વિકાસકામો સહિતમાં કોરમની જરૂર પડતી હોય છે, તેમાં ચુંટાયેલા સભ્યો વતીથી સહીઓ કોણ કરે છે? ક્રોસ તપાસ કરાવો ? ટીડીઓ પણ કંઈ જ બોલતા ન હોવાથી તેમની ભુમિકા પણ આવી રહી છે શંકામાં?
જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે બેખબર છે કે પછી આંખ આંડા કાન કરવાની કોઈ
પાડી રહ્યુ છે ફરજ? કંઈક તો કરો વિચાર કે, આયોજનની બેઠક હોય કે પછી સામાન્ય સભા વિકાસકામોના ઠરાવમાં કોરમ કઈ રીતે પુરૂ કરો છેા? કોની સહીઓ હોય છે? ચુંટાયેલા મહિલા સભ્યોની કે તેમના પ્રતિનિધીઓની? તે માન્ય રહે ખરી?
આ સંદર્ભે રજુઆત મને કોઈની જ મળેલી ન હોતી, મૌખિક અથવા લેખિત, આ રીતે મંચ પર બેસી ન શકે, અમે અલ્ટીમેટમ આપેલુ જ હતુ, ઉપલી અધિકારીના માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરીશું : શ્રી ત્રિવેદી(તાલુકા વિકાસ અધિકારી, મુંદરા)
ગાંધીધામ : એકતરફ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહીલાઓને સ્વમાન અને સમાન હકકો અપાવવાની દીશામાં હિમંતભરી પહેલ કરી રહ્યા છે અને તેના ભાગરૂપે જ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહીલાઓને સમાન તકો અને ભાગીદારી આપવાની દીશામાં પ૦ ટકા અનામત મળે તે માટેની વ્યવસ્થાઓ કરાવી રહ્યા છે ત્યારે બીજીતરફ આ જ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈની જ નીતીની ઐસીતૈસી કરવામા આવી રહી હોય તેવા ઘટનાક્રમો પ્રબુદ્વવર્ગમાં ઉઠવા પામી રહ્યા છે. એટલુ માત્ર જ નહી પરંતુ મુંદરામાં આ રીતે મહીલાઓને સમાન ભાગીદારી તો અપાઈ પરંતુ માત્ર નામપુરતી જ રહી ગઈ હોય તેવી રીતે તેમના સબંધી પુરૂષ પ્રતિનિધીઓ જ ઠેર ઠેર તેમના સ્થાને જેાવા મળી આવી રહ્યા છે અને તેથીય વધુ ચિંતાની વાત એ છે કે કચ્છમાં ભાજપના દિગ્ગજ આગેવાનો તથા પ્રશાસનિક રીતે પણ તાલુકા વિકાસ અધિકારી હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી તેઓ પણ તદન મૌન જ સેવી રહ્યા હોવાની સ્થિતી ઉભી થતી જોવાઈ રહી છે.
આ બાબતે પ્રબુદ્ધવર્ગમાં ચર્ચાતી વિગતો અનુસાર મુંદરામાં તાજેતરમાં જ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામા આવી હતી તેમાં સંસ્થાના પદાધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતનાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ફોટાઓ જે સત્તાવાર રીતે જાહેર કરવામ આવેલા છે તેમાં કયાંય ચુંટાયેલા ૧ પણ મહીલા પ્રતિનિધી જેવા મળી આવ્યા નથી. તેમના સ્થાને કોઈને કોઈ તેમના સબંધી પુરૂષ પ્રતિનિધી જ હાજર રહેલા છે. અહી ન માત્ર ચુંટાયેલા પ્રતિનિધીમાં મહીલાઓ છે બલ્કે મહત્વપૂર્ણ હોદાઓ પણ મહીલાઓ ધરાવી રહ્યા છે ઉપરાંત પણ કોઈ જ મહીલા ચૂંટાયેલા આ બેઠકમાં જોવા મળી ન આવતા સવાલો ઉભા થવા પામી રહ્યા છે. મોદીજી એક તરફ મહીલાઓને આગળ લાવવા, સમાન તક જાહેર જીવનમં આપવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ રીતે મહીલાઓના સ્થાને તેમના કોઈને કોઈ પુરૂષ સબંધીઓને હાજર રાખવાની છુટ આપી દેવામા આવે તે કેટલા અંશે યોગ્ય કહેવાશે? શું આ બાબતે કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો અજાણ છે? શું તેઓને પણ મોદીજીની નીતીની ઐસીતૈસી થઈ રહી છે તેની કોઈ જ જાણ નથી? જો તેમને ખરેખર જાણ ન હોય તો જિલ્લાના આગેવાનો પણ કયાંક ને કયાંક તેમના હોદાઓના ઉતરદાયિત્વ નિભાવવામાં વિફળ જણાઈ રહ્યા છે તેમ કહેવુ અસ્થાને નહી કહેવાય. બીજીતરફ મહીલા જે ચુંટાયેલા છે તેઓ હાજર નથી તો સામાન્ય સભામાં તો વિકાસલક્ષી કઈક મુદાઓના ઠરાવો આવતા હોય છે જે બહુમતીથી પસાર કરવામા આવતા હોય છે? તો ચુંટાયેલા મહીલા પ્રતિનિધીઓની હાજરી વિના આ ઠરાવો કેવી રીતે પસાર થાય છે? કોરમ કેવી રીતે પૃરૂ માની લેવામા અવે છે? ચુંટાયેલાઓની સહીઓ પણ શું તેમના પુરૂષ પ્રતિનિધી સબંધીઓ જ કરી નાખે છે? તો અહી સવાલ થાય છે કે ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી શું કરી રહ્યા છે? તેઓને આ બધુ ધુપ્પલ ચાલી રહ્યુ હોય તે નથી દેખાતું? કે પછી તેઓ કોઈ પણ પ્રકારના દબાણવશ આવા નાટકોને ચાલવા દઈ રહ્યા છે? જો ટીડીઓ ફરજ ચુક કરી રહ્યા હોય તો તેમના પુછાણા લઈ નિયમાનુસાર થવાની દીશામાં જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓશ્રી કેમ કોઈ જ પગલા લેતા નથી દેખાતા?
બીજીતરફ આ બાબતે તાલુકા વિકાસ અધિકારીશ્રીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, સામાન્ય સભા યોજાઈ હતી, તેમાં સ્ત્રી ચુંટાયેલા સભ્યોની ગેરહાજરી અથવા તો મંચ પર કારોબારી ચેરમેનના સબંધીને બેસાડવા બાબતે પણ કોઈ જ રજુઆત કે ફરીયાદ લેખિત અથવા મૌખિક મળવા પામી નથી, અમે આવી રીતે બેસી ન શકાય તે બાબતે અલ્ટીમેટમ આપેલ જ છે, અમે ઉપરી અધિકારીનુ માર્ગદર્શન મેળવીને જરૂરીથી આગળની કાર્યવાહી કરીશુ તેવી ખાત્રી ટીડીઓશ્રીએ ઉચ્ચારી છે. તો વળી આ બાબતે મુંદરા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મહીપતસિંહના ફોનની ઘંટડી રણકતી જ રહી હોવાથી તેમની પ્રતિક્રીયા જાણી શકાઈ નથી.
............
અમે નથી કહેતા, આ રહ્યા ચૂંટાયેલા સભ્યોની
પંચાયત કચેરીમાં લાગેલી સત્તાવાર યાદી?
સત્તાવાર બોર્ડમાં મહિલા સભ્યોની જુઓ યાદી અને આ પેકીના મહિલા સભ્યો સામાન્ય સભામાં કેટલા અને કયાં દેખાય છે?
૧. જયોતિબા વિજયસિંહ જાડેજા(કારોબારી ચેરમેનશ્રી) ર. ગીતાબેન પ્રેમજીભાઈ સોધમ( સા.ન્યા. સમીતી ચેરમેન) ૩ પ્રફુલ્લાબા જાડેજા : સત્તાપક્ષના નેતા ૪ રાણીબેન સી ચાવડા
પ. અન્નપૂર્ણા બેન વિજયસિંહ જાડેજા૬. ક્રીષ્નાબેન દિનેશભાઈ દાફડા ૭.જયશ્રીબા સુરેન્દ્રસિહ ઝાલા ૮. રજીયાબાઈ અબ્દુલ રશીદ તુર્ક ૯. રમીલાબેન કે માતંગ
..................
મે વખતોવખત વાંધા નોધાવ્યા જ છે, કારોબારી ચેરમેનના
સબંધી હાજર હતા, જે ન ચાલે : વિપક્ષી નેતાની જાગૃતતા
નરેન્દ્રભાઈ મહિલા શસકિતકરણના પ્રયાસો કરે છે, અનામતો આપે છે અને તે જ ભાજપના સભ્યો-પદાધિકારીઓ-સરકારીતંત્ર તે નીતીનો મુંદરા તાલુકા પંચાયતમાં છેદ ઉડાળી રહ્યા છે : નવીનભાઈ ફફલનો મોટો ટોણો
ગાંધીધામ : મુંદરા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા નવીનભાઈની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, આ વિયષ બાબતે મે વખતોવખત વાંધા નોધાવ્યા છેઅ ને અગાઉની એકેય બેઠક ચૂંટાયેલા મહીલા પ્રતિનિધીની ગેરહાજરીમાં મળવા નથી દીધી. હાલની સામાન્ય સભામાં પણ કારોબારી ચેરમેનના સબંધી મંચ પર બિરાજમાન થયા ત્યારે મે વાંધો નોધાવેલ જ હતો કે સ્ત્રી કારોબારી ચેરમેન છે તેમને જ મંચ પર બેસાડો. તંત્રએ તેની અવગણના જ કરી દીધી છે. આ ઉપરાંત કારોબારી ચેરમેનના સબંધી મહીલા સભ્ય ચુંટાયેલા છે છતા પણ તેમના પરીવારના અન્યો ગાડીઓ પર કારોબારી ચેરમેન લખાવીને ફરી રહ્યા છે. આ તો કેટલી હદ વટાવી કહેવાય.

Comments