Trending News
સ્થાનિક સમાચાર

ભીમદેવકા અને ફુલપરાની જમીન બારોબાર વેચી દેવાના ચકચારી પ્રકરણમાં ત્રણ જણા સામે ફરિયાદ 

26 December



સોલાર પ્લાન્ટ માટે પ્રતિ એકરનો ૪.ર૧ લાખ ભાવ નકી કરી ૮૦૦ એકર જમીન વેચાણથી આપવાનો નોટરી કરાર કર્યો હતો : ગામના ૧૧૬ ખેડૂત ખાતેદારોની જાણ બહાર જમીન વેચી કરોડો રૂપિયા હડપ કરવાનું હતું કૌભાંડ : ખેડૂતોની રજૂઆત બાદ ગાગોદર પોલીસે ગુનો નોંધ્યો 

ગાંધીધામ - કચ્છ ઉદય : રાપર તાલુકાના ભીમદેવકા અને ફુલપરા ગામના ૧૧૬ ખેડૂત ખાતેદારોની ૮૦૦ એકર જમીન બારોબાર ૩૪ કરોડમાં વેચી દેવામાં આવતા ભારે હડકંપ મચી ગયો હતો. જે મામલે ખેડૂતોએ રજૂઆત કર્યા બાદ ગાગોદર પોલીસે ત્રણ જણા સામે ગુનો દાખલ કર્યો છે. આ બાબતે મળતી વિગતો મુજબ ભીમદેવકા ગામે રહેતા અરવિંદભાઈ દજાભાઈ કોલીએ આ મામલે આરોપી થોરિયારીના ભરવાડ વીરાભાઈ મોગાભાઈ, જુના કટારિયા ભરવાડ મેરાભાઈ લખુભાઈ, શિકારપુરના કોલી મમુભાઈ ભુરાભાઈ સામે ગુનો દાખલ કરાવ્યો છે. આરોપીઓએ ભીમદેવકા અને ફુલપરા ગામની જમીન સોલાર પ્લાન્ટ બનાવવા માટે પ્રતિ એકરે ૪.ર૧ લાખ ભાવ નક્કી કરી ગામના ૧૧૬ ખેડૂત ખાતેદારોની ૮૦૦ એકર જમીન વેચાણ આપવાનો નોટરી કરાર બનાવ્યો હતો. ફરિયાદીના પિતા કે અલગ અલગ ૧૧૬ ખાતેદારો સાથે ચર્ચા કે વાતચીત કર્યા બાદ આ જમીનનો નોટરી કરાર કરી પોતાના અંગત ફાયદા માટે ખોટા દસ્તાવેજ બનાવી નોટરી કરાર કર્યો હોવાની હકીકત સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે ખેડૂતોને ખબર પડતા રજૂઆત કરી હતી. જે બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

 

Comments

COMMENT / REPLY FROM