Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ-કંડલાનો સપાટો : ભચાઉ પટ્ટામાં  મીઠા-માફીયાઓ સામે તંત્રએ ધોક્કો પછાડયો

26 December

ચેરમેનશ્રી સુશીલકુમારસીંગની વધુ એક લાલઆંખ 



વોંધ અને ચીરઈ પટ્ટામાં ગેરકાયદેસર રીતે દબાણો પર સવારથી બુલડોઝર ફેરવવાનુ થયું શરૂ : ડીપીએ હસ્તકની ૫૦૦ એકર કરોડોની કીંમતી જમીનો થઈ ખુલ્લી


ગાંધીધામ - કચ્છ ઉદય : ડીપીએ-કંડલાના ચેરમેન પદે સુશીલકુમાર સિંગ કેન્દ્ર સરકારના હિતમાં ધડાધડ ધાક બેસાડતી કાર્યવાહી કરી રહ્યા છે. દરમ્યાન જ આજ રોજ  ભચાઉ વિસ્તારમાં મીઠ્ઠાના પાળા ગેરકાયદેસર બાંધીને બેઠેલા કઈક જુના ચમરબંધી સહિતનાઓની સામે કાયદાનો ધોક્કો બરાબરનો પછાડી અને પ૦૦ એકર જેટલી દબાણયુકત કરોડોની કિંમતી જમીન દબાણ મુકત કરી દીધી છે.
કચ્છ જિલ્લાના ભચાઉ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભચાઉ તાલુકાના વોંધ અને ચીરઈ નજીક મીઠા માફિયાઓ દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પૂર્વ કચ્છ પોલીસના આશરે ૧૦૦ પોલીસ જવાનો તથા અધિકારીઓને તહેનાત રાખવામાં આવ્યા હતા. મીઠા માફિયાઓ દ્વારા ઊભા કરાયેલા મીઠાના પાળા, મીઠાના પ્લોટો સહિતના તમામ ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા. સ્થાનિક તંત્ર, પોલીસ અને ડ્ઢઁ્‌ (દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ)ના સંયુક્ત સહયોગથી જેસીબી અને હિટાચી મશીનોનો ઉપયોગ કરી દબાણો દૂર કરવામાં આવ્યા. આ કાર્યવાહીના પરિણામે કંડલા દિનદયાલ પોર્ટ હસ્તકની કિંમતી જમીન ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરવામાં આવી છે. પ્રશાસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આગળ પણ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
આ બાબતે ડીપીએ પ્રશાસનની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આજ રોજ ભચાઉથી ૧ર કીમીના અંતરે આવેલ ડીપીએ કંડલાની પ૦૦ એકર જેટલી જમીનમાં મીઠાના ગેરકાયદેસર દબાણો દુર કરવાની કાર્યવાહી ૧૦૦થી વધુ કર્મીઓના સ્ટાફ સાથે શરૂ કરી દેવામા આવી છે. મીઠાના પાળા ઉપરાંત પણ આસપાસના દબાણોને દુર કરવા ડીપીએ કંડલા પોર્ટ પ્રતિબદ્ધ જ રહેલી હોવાનુ ડીપીએ કંડલાના સત્તાવાર સાધનોએ જણાવ્યુ છુ..

Comments

COMMENT / REPLY FROM