ભુજ લોહાણા મહાજન દ્વારા નર્સરીથી ધો.૮ સુધીના ૪૦૦ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
ભુજ - કચ્છઉદય : ભુજ લોહાણા મહાજન દ્વારા નર્સરીથી ધોરણ-૮ સુધીના જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારંભ ભાગ-૧ યોજાયો હતો, જેમાં ૪૦૦ વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું દીપ પ્રાગટય મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, મંત્રી કમલભાઈ કારીઆ, ખજાનચી હીતેશભાઈ ઠકકર, સહમંત્રી અલ્પેશભાઈ ચંદે, પ્રફ્ુલ્લાબેન કોટક, શિક્ષણ સમિતીના ચેરપર્સન તેજલબેન તન્ના, મહિલાશ્રમના પ્રમુખ ચેતનભાઈ ઠકકર, ધિરજભાઈ ખીમજીભાઈ ચંદે, અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદે (બાપા દયાળુ), રઘુવંશી સોશ્યલ ગ્રુપ ભુજના પ્રમુખ હરેશભાઈ તન્ના, દિનેશભાઈ ઠકકર, પંક્જબેન રામાણી તથા યુવા મંડળના પ્રમુખ નીલ સચદે, મહિલા મંડળના પ્રમુખ મમતાબેન ઠકકર, વાગડ મહીલા પાંખ ભુજના પ્રમુખ લીનાબેન ઠકકર, બીસીસીબી ચેરમેન કલ્પેશભાઈ ઠકકર, ધિરજભાઈ ઠકકર સાથે ઉપસ્થિત દાતાઓ તેમજ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાજનના મંત્રી કમલભાઈ કારીઆએ આવકાર આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ એ માં સરસ્વતીના ઉપાસક કહેવાય અને આ વિદ્યાર્થીઓનું સન્માન કરવું એ ભુજ લોહાણા મહાજનનો સૌભાગ્ય કહેવાય. દાતાઓના સહયોગથી આ સુંદરમજાનું આયોજન ગોઠવવામાં આવેલ છે. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો તેમજ દાતાઓને વિદ્યાર્થી પરિવારોને આવકાર્યા હતા.
પ્રાસંગીક પ્રવચન આપતા ડો.હેમાલીબેન મુકેશભાઈ ચંદેએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું ભણતર તો શાળામાં થાય છે, પરંતુ એથી વધુ ઘડતર છે, જે ઘડતર પરિવારની વચમાં થતું હોય છે અને ઘડતર ઉપર પરિવારે વધુ ધ્યાન આપવું જોઈએ સાથે સાથે વિદ્યાર્થીઓને સ્ક્રીન ટાઈમથી થોડોક દુર રાખવા જોઈએ જેથી કરી ભણતરમાં એકાગ્રતા વધી શકે.
દાતાઓ મહાજનના પ્રમુખ ડો.મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, કાકુભાઈ ચત્રભુજ રંગવાલા મેમો. ટ્રસ્ટ હ.અજીતભાઈ માનસતા, વિષ્ણુભાઈ શંભુલાલ કેશરીયા (માવાવાળા), બિપીનભાઈ કેશરીયા, શશીકાંત કેશરીયા (સ્વામીનારાયણ ગ્લાસ), જશોદાબેન જેઠાલાલ ઠકકર, ખીમજી ખેરાજ દાવડા હ. દાવડા શ્રીખંડઘર, શાંતીલાલ મુરજી તન્ના હ.કલ્પેશ તન્ના, વિરેન તન્ના, લક્ષ્મીબેન રૂપારેલ તેમનું સન્માન ફલાવર પોર્ટથી કરવામાં આવ્યું હતું.
મહાજનના પ્રમુખ ડો.મુકેશભાઈ ચંદેએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, દાતાઓના સહયોગથી જ આટલું સુંદર મજાનું સરસ્વતી સન્માનનું આયોજન ગોઠવી શકાય છે આમ જણાવતાં દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો. વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, અમે જયારે વિદ્યાર્થી હતા ત્યારે પ્રમુખના હાથે પુરષ્કાર લેવા માટે પ્રથમ નંબર મેળવવા માટે વધુ મહેનત કરતા આવું જણાવી વિદ્યાર્થીને ઉત્સાહ પુરો પાળ્યો હતો સાથે વિદ્યાર્થીઓએ પરિક્ષાના દિવસોમાં કઈ રીતે મહેનત કરવી જેનાથી વધુ સારી સફળતા મળી શકે એ માટે સમજાવ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
વિદ્યાર્થીઓનું સન્માન ઉપસ્થિત મહાજનના પદાધિકારીઓ, કારોબારી સભ્યો તથા દાતાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. ધોરણ ૫, ૬, ૭, ૮માં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીને સ્વ. પ્રાગજીભાઈ પુરષોતમનાં સ્મરણાર્થે પ્રતાપભાઈ ઠકકર (અમેરીકા) તરફથી બાળકને ૧ દિવાલ ઘડીયાલ ભેટ આપવામાં આવેલ. આ ઉપરાંત ઉચ્ચ સિઘ્ધી પ્રાપ્ત કરનાર જ્ઞાતિના વિદ્યાર્થીઓને મેડલ તેમજ સર્ટીફીકેટથી સન્માન કરવામાં કરવામાં આવ્યું હતું. સન્માન કાર્યક્રમમાં છાત્રોને સન્માનતા મહાનુભાવોમાં ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, મંત્રી કમલભાઈ કારીઆ અને અન્ય કારોબારી સભ્યોએ સન્માન કર્યું હતું. તાજેતરમાં બાર કાઉન્સીલની ચૂંટણીમાં કોમલબેન ઠકકર વિજેતા થયેલ હતા, જેનો ભુજ લોહાણા મહાજન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ સમિતિના સભ્યો વંદના મજેઠીયા, જુલીબેન ઠકકર, હિરલબેન ઠકકર, પુજાબેન ઠકકર, પંકિતાબેન ભીંડે રહ્યા હતા. ભુજ લોહાણા મહાજનના હોદેદારો, કારોબારી સભ્યો, આમંત્રિત તેમજ કાયમી આમંત્રિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તેજલબેન તન્ના અને આભારવિધી દિલીપભાઈ ઠકકરે કરી હતી.
-----

Comments