Trending News
સ્થાનિક સમાચાર

કોટડા ચાંદ્રાણીમાં વિહિપ-બજરંગ દળની ત્રિશુલ દીક્ષા : રાષ્ટ્ર સેવા માટે લેવાયા દ્રઢ સંકલ્પ

25 December



સામાજિક સમરસતા અને હિન્દુ જાગૃતિનો ગુંજતો સંદેશ


કોટડા ચાંદ્રાણી-કચ્છઉદય : ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના દ્વારા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓ, હિન્દુ સમાજના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ.પૂ.યોગી દેવનાથ બાપુએ પોતાના આર્શીવચનમાં હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણ, સંસ્કાર અને સેવા ભાવના પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં પરમ પૂ.ભરત ડાડા (મહંત ભારાપર જાગીર)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મુખ્ય વક્તા તરીકે ધમેન્દ્રભાઈ ભવાની ધર્મ પ્રસાર (કેન્દ્રીય સહ મંત્રી)એ માર્ગદર્શન આપતાં સામાજિક સમરસતા, સંગઠન અને જાગૃતિ અંગે વિસ્તૃત વાત કરી હતી.
મુખ્ય વક્તાએ પોતાના સંબોધનમાં વર્તમાન સમયમાં હિન્દુ સમાજ સામે ઉભા પડકારો, એકતાની આવશ્યકતા અને સમાજને સંગઠિત રાખવાની જરૂરિયાત અંગે વિચારો રજૂ કર્યા હતા. સમાજમાં એકતા, સહયોગ અને સમરસતા જાળવીને રાષ્ટ્ર સેવા માટે કાર્ય કરવા સૌને આહ્વાન કરવામાં આવ્યું હતું. ત્રિશુલ દીક્ષા દરમિયાન કાર્યકર્તાઓએ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ, સમાજના હિત અને રાષ્ટ્ર સેવાના માર્ગે અડગ રહેવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. વક્તાઓએ ત્રિશુલને શૌર્ય, શિસ્ત અને આત્મરક્ષણના પ્રતિક તરીકે વર્ણવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ત્રિશુલ દીક્ષા સમારોહ પ્રસંગે કચ્છ વિભાગના બજરંગ દળ સંયોજક દિનેશભાઈ ડાંગર દ્વારા કાર્યકર્તાઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓએ હિન્દુ સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર સેવાના કાર્ય માટે સદૈવ કટિબદ્ધ રહેવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન મહાદેવભાઈ વીરા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કિશનભાઈ હુંબલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં વિભાગ સહમંત્રી દિનેશભાઈ ગજ્જર, ધનજીભાઈ ઢીલા, જયેન્દ્રભાઈ, અંજાર પ્રખંડના અધ્યક્ષ ધનજીભાઈ ચૈયા, પ્રખંડ મંત્રી ભાવિકભાઈ, જિલ્લા સહમંત્રી શામજીભાઈ, નાજાભાઈ, વિક્રમભાઈ ડાંગર, અનિલભાઈ રાવલ, રણછોડભાઈ ડાંગર, કુનાલભાઈ હુંબલ તેમજ વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળના અંજાર પ્રખંડના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે રણછોડભાઈ ડાંગર સહિતના કાર્યકર્તાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઉપરાંત કોટડા ગામના ગ્રામજનોએ સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 
---------

Comments

COMMENT / REPLY FROM