Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં કચ્છ સિનિયર સિટીઝન કાઉન્સીલની વાર્ષિક સામાન્યસભા યોજાઈ 

25 December


ભુજ-કચ્છઉદય : સીનીયર સીટીઝન કાઉન્સીલ કચ્છની વાર્ષિક સામાન્યસભા લોહાણા મહાજનવાડી છછ ફળિયામાં મળી હતી.
કાર્યક્રમની શરૂઆતના હોદેદારો દ્વારા દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી.તેમજ પધારેલ સર્વે સભ્યોને પ્રમુખે આવકાર્યા હતા. સંસ્થાના સક્રિય કાર્યકર કમળાબેન એન. ઠક્કરનું દુઃખદ અવસાન થતાં તેમના તેમજ દિવંગત સભ્યોના આત્માની શાંતિ માટે સૌએ બે મીનીટ મૌન પાડી શ્રધ્ધાંજલિ આપી હતી. 
ત્યારબાદ ગત સામાન્ય સભાની મીટીંગનું વાંચન હરેશભાઈ વ્યાસે તેમજ ગત વર્ષના હિસાબોની રજુઆત અને બહાલી જયેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી. સીનીયર સીટીઝનોને લગતા પ્રશ્નો અંગેની રજુઆત ચંદ્રકાંત જેઠી અને ભૂપેન્દ્ર મહેતાએ કરેલ સારા કાર્યોને બિરદાવતું ઉદ્‌બોધન આપેલ હતું. મહેશભાઈ કંસારા તથા ભવાનભાઈ ઠક્કરે મેડિકલ આયોજન અંગેની રજુઆત કરી હતી. નારૂભા જાડેજાએ રાહતદરે ૩પ ટકા ડિસ્કાઉન્ટથી દવા માટે અદાણી ગ્રુપના વડાને રજુઆત કરવા સંસ્થાને જણાવેલ હતી. 
સંસ્થાના પ્રમુખ શશીકાંત જી. ઠક્કરે પ્રાસંગિક ઉદ્‌બોધનમાં જણાવેલ કે સંસ્થાને રપ વર્ષ ચાલુ હોઈ ઉજવણીના ભાગરૂપે શ્રાવણ માસમાં વાંઢાય, રાતાતળાવ, નાન્દ્રા બિલેશ્વર, પિંગલેશ્વજરની શીવયાત્રાનું બે લક્ઝરી બસ માફરેત ૧૦૪ વ્યક્તિએ પ્રવાસન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સંસ્થાના કાર્યાલયનું છાપરૂં જુનં હોવાથી ચોમાસામાં પાણી પડતું હોઈ સરકારમાં અવારનવાર રજુઆત કરી.ના.કા.ઈ. માર્ગ અને મકાન પેટા વિભાગ ભુજ દ્વારા જુનું છાપરૂ બદલી નવું નાખી આપેલ હતું. તેમજ આગના ભાગે શેડ બનાવી આપેલ હતું. સંસ્થા દ્વારા કચેરીને કલર કામ કરવામાં આવેલ હતું. દર નૂતન વરસે તથા કચ્છી નવું વર્ષ અષાઢી બીજના સ્નેહમિલન તેમજ રાષ્ટ્રીયસ્તરે ર૬મી જાન્યુઆરી અને ૧પમી ઓગસ્ટે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવે છે. ભુજની એકોર્ડ હોસ્પિટલ દ્વારા કાર્યાલય ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૬૯ લોકોએ લાભ લીધો હતો. આમ, ગત વરસે કરેલ કાર્યોની છણાવટ કરવામાં આવેલ હતા. તેમજ ચાલુ વરસે શકુંતલા જી. પંજાબી અને સંસ્થાને રૂા.પાંચ હજાર જયારે ગનુભા એમ. મકવાણાએ પ્રિન્ટર સપ્રેમ આપવા જાહેરાત કરી હતી. તદ્‌ઉપરાંત આઈ.એચ. દેસાઈ એન્ડ કાું.તરફથી દર વરસે ફ્રીઓફમાં ઓડિટ અહેવાલ કરી આપતા હોય સંસ્થાએ તેઓનો પણ આભાર માનેલ હતો.
મહેન્દ્રભાઈપારેખ અને તેમની ટીમ દ્વારા કરાઓ કે સંગીત મારફતે મનોરંજન પુરૂં પાડેલ હતો. કાર્યક્રમના અંતમાં ઉપપ્રમુખ રાજેન્દ્ર પુરોહિતદ્વારા આભારવિધિ કરવામાં આવેલ જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંત ડી.ફ લીંબાચીયાએ કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શશીકાંત ઠક્કર, ઉપપ્રમુખ રાજેન્દ્ર પુરોહિત, પ્રતાપસિંહ આસર, હરેશ પી. વ્યાસ, જે.બી. જાડેજા, જયોતિબેન કોઠારી, સબીકાબીબીપીર, ચંદ્રકાંત જેઠી, એ.આર. જુમાણી, ગનુભા મકવાણા, દિવ્યાબેન વૈદ્ય અને તુષાર ધોળકીયાએ જહેમત ઉઠાવી હતી.
------

Comments

COMMENT / REPLY FROM