અટલજીની ૧૦૦મી જન્મ જયંતીએ ટીબીના દર્દીઓને સાંસદ તરફથી પોષણ કીટનું કરાયું વિતરણ
ભુજ - કચ્છઉદય : ૨૦૨૫ સુધીમાં ભારતમાંથી ટીબી નાબુદ થાય તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને સાર્થક કરવા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રયત્નોને સફળ બનાવવા નિક્ષય મિત્ર બનવા કોર્પોરેટ ક્ષેત્ર, સ્વૈચ્છીક સંસ્થાનો, સંગઠનો અને દરેક રાજકીય દળો, જન પ્રતિનિધિઓને આહ્વાન કરતાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદભાઇ ચાવડાએ સમાજ નવનિર્માણના સહયોગ સાથે કચ્છ વિસ્તારમાં ૧૦૦થી વધુ ૯૨% ટીબી રોગના દર્દીઓને જરૂરી પોષણ કીટનું વિતરણ કર્યું હતું.
અટલ બિહારી બાજપેયીની ૧૦૦મી જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસે ૯૨% થી વધુ ક્ષય રોગગ્રસ્તોને ૧૦૦ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, ટીબી વૈશ્વિક સમસ્યા છે તેને નિર્મુલન કરવા નિઃશુલ્ક નિદાન અને સારવાર તેમજ નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર્દીઓની સારવાર પૂર્ણ થાય ત્યાં સુંધી તેમને પોષણકીટ અને જરૂરી દવાઓ આપવા માટે તેઓ સંકલ્પબદ્ધ છે. ભારત સરકાર દ્વારા “કોમ્યુનિટિ સપોર્ટ ટુ ટીબી પેશન્ટ” પહેલ શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા ક્ષય અધિકારીી દ્વારા સારવાર લેતા ટીબીના દર્દીઓની સારવાર માટે માર્ગદર્શન મળે છે. સ્વૈચ્છીક સંસ્થાઓ, સંગઠનો, સામાજીક કાર્યકરો, સાથી મિત્રોને આ સંકલ્પ પરિપૂર્ણ માટે સહકાર આપવા અપીલ કરી હતી.
આ વેળાએ સાંસદ વિનોદભાઇ ચાવડા સાથે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, મિતભાઈ ઠક્કર, ડો. મનોજ પરમાર, વીજુબેન રબારી, મહીદીપસિંહ, રાજેશભાઇ ગોર, કમલભાઈ ગઢવી, રસીલાબેન પંડયા, ડો. ધનેશ જોબનપુત્રા, હનીફભાઈ માંજોઠી , પ્રફુલસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
-------

Comments