સાંસદ ખેલ મહોત્સવ ખેલાડીઓના કૌશલ્યને નિખારવા માટેનું ઉત્તમ મંચ : વિનોદભાઈ ચાવડા
સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારમાં ૩૧ વધુ સ્પર્ધાઓનું કરાયું આયોજન : ૫૦૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવ્યું
ભુજ - કચ્છઉદય : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “હમ ફીટ તો, ઇન્ડિયા ફીટ”ના આહ્વાનથી દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ મહોત્સવ - ૨૦૨૫”અંતર્ગત ૨૧ સપ્ટેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને નિખારવા હેતુ આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બરથી કચ્છ જિલ્લાના વિવિધ સ્થળો પર જુદી-જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંસદ વિનોદભાઇએ જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ - ખેલાડીઓના કૌશલ્યને નિખારવા માટેનું એક ઉત્તમ મંચ છે, જેના માધ્યમથી અનેક ખેલાડીઓએ બમણા ઉત્સાહથી ભાગ લઈને તેમની જીતના લક્ષ્યને સાકાર કરવા માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેમજ આ ખેલ મહોત્સવથી સ્થાનિક સ્તરે યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો અનેરો અવસર પણ મળ્યો છે. ફિટ યુવા -વિકસિત ભારત તરફનું એક સશક્ત પગલું છે. જેને જાળવી રાખતા કચ્છ લોકસભા વિસ્તારમાં ૩૧થી વધુ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. “સાંસદ ખેલ મહોત્સવ - ૨૦૨૫” અંતર્ગત વિવિધ સ્પર્ધામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલ સભ્યો અને વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. “સાંસદ ખેલ મહોત્સવ - ૨૦૨૫”ના સુંદર અને સફળ આયોજન બદલ તેમાં સાથ અને સહયોગ આપેલ સર્વેનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. “સાંસદ ખેલ મહોત્સવ - ૨૦૨૫” અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં કુલ્લ ૫૦૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની “જો ખેલતા હૈ, વહી ખીલતા હૈ” ની પ્રેરણાથી તથા “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવાની કટીબદ્ધતા સાથે કચ્છ લોકસભા વિસ્તારમાં આયોજિત “સાંસદ ખેલમહોત્સવ-૨૦૨૫” એક યાદગાર ખેલ સ્પર્ધા બની ગઈ છે. સાંસદ ખેલ મહોત્સવ થકી યુવાઓની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું જે યુવાનોની ઉર્જા, ઉત્સાહ અને ઉમંગ સાથેનો એક રમતોત્સવ સાબિત થયો છે.
સાંસદ સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈવરચંદ, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, હિતેશભાઈ ખંડોલ, દિનેશભાઇ ઠક્કર, વાલજીભાઇ આહીર, પારૂલબેન કારા, મિતભાઈ ઠક્કર, દાદુભા ચૌહાણ, નરેશભાઇ મહેશ્વરી, વિજય રાજપુત, રશ્મિબેન સોલંકી, વીજુબેન રબારી, રીતેનભાઈ ગોર, પલ્લવીબેન ઉપાધ્યાય, શંભુભાઈ જરૂ, શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણાબેન રાઠોડ, દિપક ડાંગર, અશોક બરાડીયા, દીપક સિજુ, આમદ જત, જયંતભાઈ ઠક્કર, હસ્મિતાબેન ગોર, રમેશ આહીર, જગદીશ માધાપરિયા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ખેલ મહોત્સવના ઇન્ચાર્જ તરીકે જયંતભાઈ માધાપરિયા, સહઇન્ચાર્જ તરીકે વિશાલ ઠક્કર, કોચ તરીકે વી.એલ. ડાકી, વિષ્ણુભાઈ ચૌધરી, કુલદીપસિંહ જાડેજા, હિનાબેન ગોર, સનીભાઈ બૂચીયા, શરદભાઈ, લક્ષ્મીશંકર જોશી, ડો. આર.ડી. ઝાલા, વિનય મિશ્રા, સચિન વાઘડિયા, ભરત મહેશ્વરી, રશ્મિતાબેન વીરડા, સુનિલભાઈ, આશિષ આહીર, પિયુષ વાત્સવ, પલ્લવી રાજપુત, મહેશ મીરાણીએ સેવા આપી હતી. વ્યવસ્થાપક તરીકે પ્રતિક શાહ, કિશોર નટ, રમેશ દાફડા, શક્તિસિંહ ઝાલા, દિપકસિંહ ઝાલા રહ્યા હતા. સ્પર્ધકો, વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
-----

Comments