Trending News
સ્થાનિક સમાચાર

ધોળાવીરા ખારોડ જમીન કૌભાંડ : પૂર્વ કચ્છના મહેસુલી બેડામાં આંતરીક હડકંપ : છઝ્રમ્એ ફાઈલો ફંફોસી..!

25 December


૭૦ કરોડની ૧૩૦ એકર જેટલી જમીનોમાં પાછલા બે દાયકા જુના ઓર્ડરો, તેમાં સહીકર્તા સરકારી લાપરવાહોના એસીબીએ લેવા જોઈએ કડક નિવેદનો : અગાઉના અધિકારીઓ અને વર્તમાન અધિકારીઓના નિવેદનોમાં ચોકકસથી આવશે ફેરફાર : પૂૃર્વ તલાટીઓ, પૂર્વ મામલતદારો, પ્રાંત અધિકારીઓ, વર્તમાન બેજવાબાદરો તથા જેના ઈશારે હુકમો થયા હોય તેવા કેાઈ ઝભ્ભા લેગાવાળા હોય તો તેમને પણ લેવા જોઈએ તપાસનારડારમાં

ગાંધીધામ : ગુજરાતમાં સરકારી જમીનો પર દબાણો કરનારાઅની સામે લેન્ડ ગ્રેબીંગ જેવા કડક કાયદાઓની અમલવારી કરાવાઈ રહી છે ત્યારે બીજીતરફ કચ્છના ધોળાવીરા જેવા વિશ્વ ધરોહર તરીકે તારાંકિત થયા બાદ બહુચર્ચિત બનેલ વિસ્તારના ખારોડ ગામમાં કરોડોની જમીનના ખોટા દસ્તાવેજો બની જવા પામ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અહી જાગૃત લોકોએ આ બાબતે રજુઆત કરીઅ ને કલેકટરશ્રીએ પણ આ કીસ્સાની ગંભીરતા સમજી અને સુઓમોટો લઈ કડકાઈથી કાર્યવાહી કરી સમગ્ર જમીન રાજયસાત કરતો શકવર્તી હુકમ કરી દેખાડયો છે. કલેકટર કચ્છને આ માટે અભિનંદન આપવા જ ઘટે. વિના વિલંબે અટ્ટપટ્ટા એવા આ કેસમાં સરકારી હિતની કામગીરી ત્વિરિત કરી દેખાડી છે. હવે આ કીસ્સામાં જે કોઈએ ખોટુ કર્યુ છે તે બધાયને પણ તપાસના રડારમાં લઈ લેવા જોઈએ અને ખાસ કરીને સરકારી જવાબદારો કે જેઓ પ્રજાના પૈસાનો પગાર ખાઈ અને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેમની તપાસ થવા બાબતે  રાજયના એસીબી વિભાગને ફરીયાદ કરતા નિયામક એસીબી ગુજરાતના શ્રી પિયુષ પટેલે પણ આ બાબતે તપાસ કરવાનો આદેશો ગાંધીધામ એસીબી એકમને કરી દીધો છે અને હવે એસીબીએ આ કેસમાં જુના રેકાર્ડ, આખાય કેસની બધી જ ફાઈલો સકલીત કરવાનુ કાર્ય ચાલુ કરી દીધુ હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે અને તેના પગલે જ પૂર્વ કચ્છના મહેસુલ બેડામાં પણ આંતરીક ભારે હડકંપની સ્થિતી સર્જાયેલી જોવાઈ રહી છે. કારણ કે આ પ્રકરણમાં સરકારી રાહે ર૦૦રથી અંજામ આપવાનુ ચાલતુ રહ્યુ હોવાનુ ફલિત થયેલ છે. એટલે બે દાયકાઓમાં આ ઓર્ડરમં જેમની જેમની સહીઓ હોય , જેઓએ આ ઓર્ડરમાં ગુનાહિત બેદરકારી દાખવી હોય તેવા બધાયનો હકીકતમાં તપાસનીશ એસીબી એકમે નિવેદનો માટે બોલાવી લેવા જોઈએ અને તેમની જો કડક ટેકનીકલ રાહે ઉલટતપાસ કરવામા આવશે તો સમગ્ર પ્રકરણમાં ઘણુ બધુ બહાર આવી શકે તેમ છે.

Comments

COMMENT / REPLY FROM