Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં ખાણખનિજ ચોરોને મોકળુ મેદાન : સિનિયર ભુસ્તર શાસ્ત્રીની નીયુકિત જરૂરી 

25 December

સરકારશ્રી સમક્ષ માઈન્સ સુપરવાઇઝરની ભરતીનું દોરો ધ્યાન



અમુક માઈન્સ સુપરવાઇઝરની ભુમિકાઓ શંકાના દાયરામાં.!


ભૌગોલીક રીતે વિશાળ વિસ્તાર કચ્છમાં ખનીજનો મોટો ખજાનો ધરાયેલો છે, રોયલ્ટી પેટે સરકારને મળવી જોઈતી આવકથી અનેકાઅનેક ધણી તો ચોરી થાય છે, તેના મુળીયા શોધવા જ રહ્યા : મુંદરા-માંડવી-વાગડ-અબડાસા-લખપત, ભુજ ગ્રામીણ પટ્ટામાં ખનીજચોરો માફીયા બની ચૂકયા હોવાનો દેખાય છે વર્તારો

ગાંધીધામ-અંજાર-વાગડ પટ્ટામાં ખનીજ ચોરોને કોનો છુટો દોર છે? માઈન્સ સુપરવાઇઝરે કરવા પાત્ર ચકાસણી, સરપ્રાઇઝ વિઝિટ કેવી અને કેટલી થાય છે? જો નથી થઈ શકતી તો તેના મુળમાં કયા કયા કારણો છે? માઈન્સ સુપરવાઇઝરની અછત ઉપરાંત માફીયા બની ગયેલા ખનીજચોરોનો ભય-ખૌફ સહિતના બાબતે સરકારે ગંભીરતાથી વિચારવું જ ઘટે


ગાંધીધામ : કચ્છ વિસ્તારની દ્રષ્ટીએ ડેનમાર્ક જેટલા વિશાળ વિસ્તાર ધરાવે છે. સુરજબારીથી લઈ અને નારાયણસરોવર સુધીના ૪પ૦ કીમીના અંતરે ફેલાયેલા જિલ્લાનો વિસ્તાર હરકોઈ તંત્ર માટે પડકારજનક જ બની રહે તેમ છે. રણ-દરીયો અને ડુંગરની ત્રિવિધ સોંદર્યતા ધરાવતા કચ્છ જિલ્લામાં વધુ એક ખુબી છે કે તેના પેટાળમાં અલભ્ય અને કીમંતી ખનીજોનો મોટો ખજાનો ધરબાયેલો છે અને સરકારશ્રીને આ ખનીજમાથી જે આવક થવી જોઈએ તેનાથી અનેકધણી રોયલ્ટી ચોરી આયોજનબદ્ધ રીે કરવામા આવી રહી છે. 
આ બાબતે જાણકારોની વાત માનીએ તો પૂર્વ કચ્છમાં અંજાર, ગાંધીધામ, વાગડ સુધીના પટ્ટામાં રેતી-માટી-ખનીજચોરોને રીતસરનું મોકળુ મેદાન જ આપી દેવામા આવ્યુ હોય તેવી સ્થિતી બની જવા પામી છે. અહી યાદ અપાવવાની જરૂર નથી કે, વાગડ પટ્ટામાં તો આખેઆખી ખનીજકચેરી જ બોગસ ખકડી દેવાઈ હોવાનો ખુલાસો થવા પામી ચુકયો છે. બોગસ રોયલ્ટી પાસ તો અગાઉ ચાલતા હતા પરંતુ અહીથી તો આખેઆખી ખનીજની ડુપ્લીકેટ કચેરી ઉભી કરી દેવાઈ હોવાનુ સત્તાવાર રીતે ભચાઉના તત્કાલીન પ્રાંત અધિકારીએ ઝડપી પાડયુ હતુ. 
કચ્છના વિશાળ ભુગોળ ધરાવતા વિસ્તારમાં ખનીજચોરી અટકે, ઓછી થાય તે માટે પૂર્વ અને પશ્ચીમ એમ બે વિભાગમાં કચેરીઓને કાર્યરત કરવામા આવી છે પરંતુ શું તેમની પાસે સક્ષમ અધિકારી છે ખરા? માઈન્સ સુપરવાઇઝરની કેટલી જગ્યાઆો છે, કેટલાનુ મહેકમ છે? કેટલા મુકાયેલા છે? જે એકલ-દોકલ મુકાયેલા છે તેઓની ભુમિકા ખનીજચોરીના કેસોમાં કેવી રહે છે? હંગામી છે કે કાયમી? મળતી માહીતી અનુસાર હંગામી માઈન્સ સુપરવાઇઝરો મુકાયેલા છે અને તે પણ જરૂરીયાતની સામે ખુબજ ઓછા છે. ખરેખર તો સરકારે માઈન્સ સુપરવાઇજની કાયમી ભરતી બાબતે વેળાસર વિચારવુ જોઈએ તથા તેમની જવાબદારીઓ પણ ફીટ કરવી જોઈએ. જો માઈન્સ સુપરવાઇઝર જ ખનીજની ખાણો પર સરકારી નિયમો અનુસાર નજર રાખે, વોચ ગોઠવી, વીઝિટ કરે તો ખનીજચોરોની વેગ જ નથી મળવાનો.! પરંતુ અહી એકાદ-બે માઈન્સ સુપરવાઇજ અને તે પણ જો માત્ર અને માત્ર હગામી જ હોય તો તેમને કાર્ય કરવાની સત્તા શું? અથવા તો હંગામી પગારદાર હશે તો ખનીજ ચોરો દ્વારા અપાતી વહીવટની રકમમાં પણ નહી લલચાય તે કેમ માની શકાય? આ બાબતે કચ્છમાં વિચાર કરવો સમયની માંગ બની રહી છે.



.................


કચ્છ કલેકટરશ્રી છે કાર્યદક્ષ : ડ્રોન સર્વેલન્સ જ કેમ ન કરાવે શરૂ?


જીલ્લાના ધારાસભ્યશ્રીઓએ પણ હંગામી નહી કાયમી માઈન્સ સુપરવાઇજરોની ભરતી થાય અને ડ્રોન સર્વે શરૂ કરાય તેવા વિષયોને જિલ્લા સંકલનની બેઠકમાં ઉઠાવવો જ જોઈએ


ગાંધીધામ : ભુગોળની રીતે કચ્છ જિલ્લાને વિસ્તાર વિશાળ છે. સામખીયાળી-આડેસર-વાગડથી લઈ અને નારાયણસરોવર-અબડાસા સુધી આ જિલ્લો પથરાયેલો છે. તેવી સ્થિતીએ ખનીજચોરી પણ આખાય વિસ્તારમાં મોટાપાયે ધમધમી રહી છે અને ખનીજ વિભાગ પાસે અધીકારી-મહેકમ, સાધનો પણ ટાંચા જ રહેલા હોવાની સતત રાવ આવતી રહેતી હોય છે. કચ્છ કલેકટર કાર્યદક્ષ અને વહીવટી કોઠાસુઝ ધરાવનારા અધીકારી છે. હકીકતમાં કચ્છમાં ખનીજચોરી એકચોટ ડામી જ ડેવી હોય તો ટોસ્કફોર્સને અથવા તો ફલાઈંગ સ્કવોર્ડ ખાણખનિજ વિભાગને ડ્રોન સર્વેલન્સની વ્યવસ્થાઓ કરાવી આપવી જોઈએ. નોધની છે કે, રાજયના સીએમ પદે સ્વ.રૂપાણી હતા ત્યારે ક્ચ્છમાં ખનીજચોરી પર ડ્રોન સર્વેલન્સ શરૂ કરાયુ હતુ, જે બાદ અચાનક જ બંધ કરી દેવાયુ છે, જો ફરીથી ડ્રોન સર્વેલન્સ શરૂ થાય તો અબડાસાથી વાગડ પટ્ટા સુધી તંત્રની બાઝનજર રહી શકે તેમ છે. અધિકારી-કર્મચારીની સુરક્ષા-સલામતી પણ વધી જાય, હાલમાં તો અધિકારીની ગાડી નીકળે તે પહેલા તો ખનીજચોરોને બાતમીદારો કે જેઓ ખનીજ અધિકારીની કચેરી બહાર બેઠેલા હોય છે અને રેકી જ કરતા હોય છે તેઓ અધિકારીની ગાડી નીકળ્યા સાથે જ તો ખનીજચોરોને જાણ કરી દે એટલે ટીમ પહોચે ત્યા સુધી તો સ્થળ પર કાંઈ જ હાથ જ લાગતુ હોતુ નથી.

Comments

COMMENT / REPLY FROM