Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ ખાતે ૨ જાન્યુઆરીના કચ્છનો ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામ યોજાશે

24 December




વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના સુચારું આયોજનને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ગાંધીધામ - કચ્છઉદય : વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન તા.૨ જાન્યુઆરીના ગાંધીધામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. આ જિલ્લાકક્ષાનો વાઈબ્રન્ટ કાર્યક્રમ એ ઔદ્યૌગિક એકમો, કર્મશિયલ યુનિટ તેમજ સંલગ્ન વ્યવસાયકારોને એક મંચ પુરો પાડીને કચ્છ જિલ્લાના ઉદ્યોગ વિકાસને નવો વેગ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.      
ગાંધીધામ ખાતેના જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ બેઠકમાં સમગ્ર ઈવેન્ટનું આયોજન, મહાનુભાવોની મુલાકાત, મીનીટ ટુ મીનીટ પ્રોગ્રામ, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સહભાગીતા, નોલેજ સેગમેન્ટ સેમિનાર, ઔદ્યૌગિક એકમો અને કર્મશિયલ એકમો દ્વારા એક્ઝિબિશન તેમજ એમઓયુ અંગેના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડીને દરેક ઈવેન્ટ સુચારું રીતે યોજાઈ તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત વાઈબ્રન્ટ કચ્છના પ્રોગ્રામમાં જિલ્લાના હેન્ડીક્રાફ્ટ સાથે સંકળાયેલા આર્ટિઝનનો સ્ટોલ લગાવવા કલેક્ટરે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગાંધીધામ ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમમાં કુલ ૧૩૯ એમએસએમઈ એકમો સાથે રૂ.૩૩૭૦ના કરોડના એમઓયુ સાઈન થયા હતા. કચ્છ જિલ્લામાં આયોજિત વાઈબ્રન્ટ કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર, ડીપીએ, ફોકિયા, ડીપી વર્લ્ડ અને ચેમ્બર ઓફ કોમર્સ, કચ્છ તેમજ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, ભુજ પ્રાંત અધિકારી અનીલ જાદવ, જિલ્લા ગ્રામ ઉદ્યોગ કેન્દ્રના અધિકારી ભરત નકુમ, તમામ પ્રાંત અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
--------

Comments

COMMENT / REPLY FROM