Trending News
સ્થાનિક સમાચાર

એગ્રોસેલના વડાએ શિફા હોસ્પિટલની લીધી મુલાકાત

24 December



ભુજ - કચ્છઉદય : ભુજ ખાતે નિર્માણના અંતિમ તબક્કામાં પહોંચેલ કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલની મુલાકાતે એગ્રોસેલના વડાઓ અને અધિકારીઓ પર્ધાયા હતા. હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાથે ચર્ચાં-વિચારણા કરી હતી તેમજ કામની ગુણવત્તા અને ઝડપ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
કચ્છમાં અને સમાજ ઉપયોગી કાર્યો સાથે જોડાયેલા તેમજ મુખ્યત્વે બન્ની પચ્છમમાં ઉદ્યોગ, હસ્તકલા અને સામાજિક કાર્યો સાથે જોડાયેલ એકમના વડા દિપેશ કે. શ્રોફ (ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર, એગ્રોસેલ), પ્રીતિ ડી. શ્રોફ (ચેરમેન, એગ્રોસેલ ફાઉન્ડેશન અને ડાયરેકટર, એગ્રોસેલ), બીરેન બ્રહ્મા (સીએસઆર હેડ એગ્રોસેલ),  જીગર વેદ્ય (મેનેજર સીએસઆર એગ્રોસેલ), મીયાહુસૈન મુતવા (સરપંચ - ધોરડો) શિફા હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. જેમનું ઉષ્માભર્યુુંં સ્વાગત ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના ભાવી આયોજન અને પ્રોજેક્ટની ઉમદા સફળતા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. એગ્રોસેલના વડાઓ અને અધિકારીઓ દ્વારા સાથ સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ હાજીઆદમ ચાકી, ઉપપ્રમુખ હાજીયુસુફ ખત્રી, મંત્રીઓ યુસુફ એ. જત, ઇસ્માઇલ એ. સોનેજી, ખજાનચી હાજી અબ્દુલકરીમ મેમણ, ટ્રસ્ટીઓ હાજીરશીદ ખત્રી, એડવોકેટ સાજીદ માણેક, આર્કિટેક્ટ ફેસલ ખત્રી, માનદ્દ મેનેજર હાજી ઈબ્રાહીમ જત ઉપસ્થિત રહ્યા હતા. 
------

Comments

COMMENT / REPLY FROM