Trending News
સ્થાનિક સમાચાર

છે ને મોટાપેટવાળા ઓની ભ્રષ્ટ બલિહારી! : ગાંધીધામમાં રાજવી ફાટકના દબાણો હટયા બાદ પાણીનો મોટો વેડફાટ..!

24 December



દબાણો હટયા બાદ પાણીની લાઈન તુટતા આટલી મોટી માત્રામાં પાણી લીક થાય છે, તો જયારે દબાણો હશે તે વખતે પાણીનો ગેરકાયદેસર વેપલો કેટલો થયો હશે? કમિશ્નરશ્રીને શાબાશ છે કે તેઓએ આ પાણીની લાઈનો ખુલ્લી કરાવી, આ પહેલાના માટીપગા મોટાપેટવાળા બની બેઠેલાઓ તો ઘોર નિંદ્રામાં જ રાચતા હતા..નો વધુ એક વખત થયો ખુલાસો..!

દબાણો હટાવ્યાના આજે ત્રીજા દીવસ સુધી સતત મોટી માત્રામાંપાણીની મુખ્ય લાઈનમાથી પાણીના ધોધ વહી રહ્યા છે, મનપાના સબંધિત વિભાગના લાપરવાહો કુંભકર્ણિ નિદ્રામાં



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં મનપા તંત્ર અને તેમાં પણ કમિશ્નર તરીકે શ્રી ગુરવાણી આવ્યા બાદ શહેરને સ્વચ્છ અને દબાણમુકત બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. દરમ્યાન જ લાંબા સમયથી ગાંધીધામ સંકુલમાં રાજવી ફાટકથી લઈ અને ભવાનીપર ફાટક સુધીમાં થયેલા કાચ્ચા પાક્કા દબાણો જે તરફ કોઈ કાર્યવાહી જ કરતુ ન હતુ, કરવા ઈચ્છતુ ન હતુ અથવા તો કરી શકતુ જ ન હતુ, તેવા ૭૦થી વધુ દબાણો જે પાણીની મુખ્ય એકસપ્રેસ લાઈનો પર થઈ ગયા હતા તેને દુર કરી દેખાડયા છે. આ દબાણો દુર કર્યા વખતથી લઈ અને આજે ત્રીજો દીવસ થવા આવી રહ્યો છે તયા સ્થળ પર મોટા પ્રમાણમાં પાણીની લાઈન તુટી હેાવાથી પાણીનો બગાડ થવા પામી રહ્યો છે. શહેર-સંકુલમાં તેના વીડીયો વાયરલ થઈ ચુકયા છે પરંતુ ત્રણ ત્રણ દીવસથી આ પાણીની લાઈનોને સમારકામ કરવા કોઈ જ આગળ આવતુ ન હોવાથી સવાલો ઉભા થવા પામી રહ્યા છે. તો વળી બીજો પ્રશ્ન એ સામે અવે છે કે દબાણો ખુલ્લા થયા બાદ આટઆટલો પાણીનો બગાડ થવા પામી રહ્યો છે, તો જયારે દબાણો ખડકાયેલા હતા તે વખતે તેમાથી ગેરકાયદેસર જોડાણો મેળવી અને શહેરીજનોના હિતોનું પાણી કેટલા પ્રમાણમાં ચોરી લેવાયુ હશે? તેનો કેટલો મોટો વેપલો થયો હશે? મનપાના બની બેઠલા મોટા પેટવાળા અધિકારીઓની બલીહારી જ હતી ને? તેઓના સમયકાળમાં આ દબાણો દુર નથી કરાયા, તેમના કાળમાં અહી પાણી ચોરી કેટલી થઈ ? સંકુલનો વર્ગ કહી રહ્યો છે કે, આ તત્વોએ કેટલા મોટા પ્રમાણમાં પાણીચોરી કરી લીધી છે તેનો હાલમાં વેડફાતુ પાણી સચોટ દાખલો જ બની રહ્યો છે.

 

Comments

COMMENT / REPLY FROM