કચ્છને દેશના કુખ્યાત-વોન્ટેડ ગુનેગારોનું અડ્ડો બનતા રોકો
આઈબી સહિતના ખાખીધારીઓને તારૂ શું-મારૂં શું.? ખનીજ-દારૂ-ભંગારચોરી-બંદરો પર આવતી વસ્તુઓની ચોરીઓની જ બાતમીમાં રસ હોય છે, મોટી તોડ અને કટકીઓ તો તેમાં જ થઈ શકે છે ને? : દેશ -કાયદો વ્વયસ્થા તો આવા તત્વો માટે જાણે કે જાય તેલ લેવાનો જ તાલ હોય છે..!
વિવિધ રાજ્યમાં મોટા ગુનાઓને અંજામ આપનારા આરોપીઓ કચ્છમાંથી ઝડપાતા હોવાના વધતા કિસ્સા, સ્ટેટ-સેન્ટ્રલ સહિતની આઈબી-સુરક્ષા એજન્સીઓની નિષ્ક્રિયતા ચિંતાજનક
ગૃહમંત્રી હર્ષસંઘ વિના નેતૃત્વમાં ઓપરેશન ચંડોળા તળાવ અમદાવાદમાં થયા બાદ રાજ્યભરમાંથી તેથી ગુસપેઠીયા બાંગ્લાદેશ દેશીઓને શોધી શોધીને દેશ બહાર કરવાનું અભિયાન શરૂ થયું તે વખતે
પણ ૮ જેટલા બાંગ્લા દેશીઓ મુન્દ્રામાં પનાહ લેતા ઝડપાયા હતા.
મુંબઈમાં હોલીવુડ સ્ટાર સલમાન પર ફાયરીંગ કરનારા લખપતથી પકડાયા, કુખ્યાત ગેંગના સાગરીતો મુંદરામાથી ઝડપાયા, આ ઉપરાંત યુપી-બિહાર-દિલ્હીમાં ખુખાર ગુનાઓને અંજામ આપી વોન્ટેડ ફરતા માથાભારે ગુનેગારો ગાંધીધામના કાર્ગો સહિતના વિસ્તારોમાથી ભુતકાળમાં પકડાઈ ચૂકયા છે : કરોડોના ડ્રગ્સ કાંડના આરોપીઓને અન્ય એજન્સી, એટીએસ મેઘપર બોરીચી જેવા વિસ્તારોમાથી ઉઠાવી જતી હોય છે, અને હવે ગોદારા ગેંગનો શાર્પ સુટર રાપરમાથી એટીએસ ઉઠાવી ગઈ..! : સ્થાનિક પોલીસ કેમ રહે છે અંધારામાં? મોટા મોટા ગુનેગારો માટે કચ્છ સેફ હેવન બની ચુકયુ છે..!
સપ્ટેમ્બર ૨૦૨૨ના ગુજરાત છ્જી અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા જખાઉ દરિયાકિનારે એક પાકિસ્તાની માછીમારની નૌકા માંથી લગભગ ૩૮.૯૯૪થી ૪૦ કિગ્રા રીર્િૈહ જેની કિંમત લગભગ ૧૯૫-૨૦૦ કરોડનીહતી. આ ડ્રગ કેસમાં ન્ટ્ઠુિીહષ્ઠી મ્ૈજરર્હૈની ઙ્મૈહાજ હતી, રાજસ્થાન/પંજાબની જેલમાં બંધ મ્ૈજરર્હૈને ટ્રાનઝિટ રીમાન્ડ પર છ્જી એ ષ્ઠેજર્ંઙ્ઘઅ મેળવી અને નાલિયા કોર્ટ માં રજૂ કર્યું હતું. નાલિયા કોર્ટે છ્જીને તેની પૂછપરછ કરવા માટે ૧૪-દિવસ માટે બિશ્નોઇની ષ્ઠેજર્ંઙ્ઘઅ (રીમાંડ) મંજૂર કરી હતી
જે રીતે પિયુષ પટેલે તેમના કાર્યકાળમાં કચ્છમાં જડબેસલાક બી રોલ ભરવાની કામગીરી કરી હતી, તેવી જ બી રોલ ભરવાની કામગીરી પૂર્વ-પશ્ચીમ કચ્છમાં કેમ હવે નથી કવામા આવતી? નામ પુરતી જ બી રોલ ભરવાની થાય છે કાર્યવાહી? જો બી-રોલ ચુસ્ત ભરાય, વીડીયો ગ્રાફી કરાય, ઔદોગીક એકમોથી લઈ બધેય બી-રોલ ભરવામાં આવે તો મોટા મોટા ગુનાઓ આચરી કચ્છમાં પડયાપાથર્યા રહેનારા ગુનેગારો આપોઆપ જ કચ્છ છોડીને નાશી જાય..!
ગાંધીધામ : કચ્છ જિલ્લો હવે દેશના કુખ્યાત અને વોન્ટેડ ગુનેગારો માટે આશ્રયસ્થાન બનતો જાય છે કે કેમ તેવો ગંભીર સવાલ ઊભો થયો છે. છેલ્લા કેટલાક સમયથી કચ્છના વિવિધ વિસ્તારોમાંથી એવા આરોપીઓ ઝડપાવવાના બનાવો સતત સામે આવી રહ્યા છે, જેઓ દેશના અન્ય રાજ્યોમાં મોટા અને ગંભીર ગુનાઓને અંજામ આપી વોન્ટેડ જાહેર થયેલા હતા.તાજેતરમાં રાપર વિસ્તારમાંથી આતંકવાદ વિરોધી દળ દ્વારા હરિયાણામાં થયેલા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને રોહિત ગોધારા તથા નવીન બહુચર ગેંગ સાથે સંકળાયેલા પ્રખ્યાત શૂટરને ઝડપી લેવાયો છે. આવી ઘટના કચ્છમાં પહેલીવાર નથી બની. અગાઉ વિશ્વભરમાં ચર્ચાસ્પદ બનેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરીતો પણ મુન્દ્રા સહિતના વિસ્તારોમાંથી ઝડપાઈ
ચૂક્યા છે.તે સિવાય દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ સહિતના રાજ્યોમાં હત્યા, લૂંટ, ખંડણી, ખંડણી, અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા
આરોપીઓ ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તાર સહિતમાંથી સમયાંતરે અન્ય રાજ્યની એજન્સીઓ દ્વારા પકડાતા રહ્યા છે. આ તમામ ઘટનાઓ કચ્છની આમ પ્રજા માટે ભારે ચિંતા ઉપજાવે તેવી છે. આ સ્થિતિ વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે કચ્છમાં સ્ટેટ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરા જેવી એજન્સીઓ સક્રિય છે કે નહીં? જ્યારે રાપરમાં છ્જીને દોડી આવી કાર્યવાહી કરવી પડે છે, ત્યારે સ્થાનિક પોલીસ અને આઈબી વિભાગને આવા ખતરનાક
આરોપીઓની હાજરીની ખબર કેમ નથી પડતી? કેમ તેમનુ મજબૂત સોર્સ નેટવર્ક વિકસતું નથી? આવા સવાલો હવે ઉઠી રહ્યા છે.જાણકારોનું કહેવું છે કે વર્તમાન સમયમાં ખનીજ ચોરી, જુગાર, ભંગાર, બાયોડિઝલ, ડીઝલ દાણચોરી અને નાણાકીય હિસ્સેદારી જેવી બાબતોમાં જ કેટલાક ખાખીધારીઓ અને આઈબીન અમુક ભ્રષ્ટતત્વોને વધુ રસ ધરાવતા દેખાય છે. કાયદો-વ્યવસ્થા, આમ જનતાનું રક્ષણ અને રાષ્ટ્રહિત જેવા મુદ્દાઓ જાણે પાછળ ધકેલાઈ ગયા હોય તેવી
પરિસ્થિતિ સર્જાઈ રહી છે.એક સમય એવો હતો જ્યારે કચ્છમાં પીયૂષ પટેલ સાહેબ એસપી હતા ત્યારે ઔદ્યોગિક એકમો સહિત વિસ્તારોમાં સઘન ચેકિંગ, વિરોલ ભરવાની કામગીરી અને સલાહકાર કામગીરી કરવામાં આવતી હતી. તેવી જ કડક અને વ્યવસ્થિત કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવે તો મોટાભાગના વોન્ટેડ અને કુખ્યાત ગુનેગારો આપમેળે કચ્છ છોડીને જવા મજબૂર થશે.પરંતુ હાલ જે રીતે નિષ્ક્રિયતા જોવા મળી રહી છે, તેને જોતા તો સરહદી અને વિશાળ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો મોટા ગુનેગારો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનતો
જાય છે તેવો ખતરનાક સંકેત મળી રહ્યો છે. આ સ્થિતિ અત્યંત ગંભીર છે અને સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે તો પરિણામો ઘાતક સાબિત થઈ શકે છે.

Comments