Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં ખોટું પાવરનામુ બનાવવા મુદ્દે  અશ્વીન પંડયા સહિતનાઓને  લપડાક

24 December

અંજાર મામલતદાર-ના.કલે.- કલેકટરશ્રીની ધાક બેસાડતી લાલઆંખ



બોગસ દસ્તાવેજોના આધારે ડમી પાવરનામુ ઉભુ કરનારાઓને કચ્છ કલેકટરશ્રીનો ફટકો : અપીલ અરજી કરી નામંજુર :  અરજદાર હીરેન મહેશભાઈ પંડયા તરફથી કલેકટરશ્રી કચ્છ સમક્ષ અપીલ નં. ૧૭૭/૨૪ વાળી કરેલ જે અપીલ કામે કલેકટરશ્રી કચ્છ તરફથી સ્પષ્ટ અવલોકન કરેલ કે ઉપરોકત જમીન અંગે જે પાવરનામું અશ્વિન પંડયા તરફથી બનાવેલ છે તે પાવરનામું રજીસ્ટર થયેલ નથી, સદરહુ જમીનમાં પુષ્પાબેન મહેશભાઈ પંડયાએ જે નોંધ નં. ૧૧૦૫ વાળી દાખલ કરાવેલ છે તે આડીલીટીની તબદીલી થયેલ હોઈ રેકર્ડ ઓફ રાઈટસની જોગવાઈઓ સાથે સુસંગત નથી

આ જમીનમાં નોંધ નં. ૧૧૦૫ થી પુષ્પાબેન મહેશભાઈ પંડયા ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનેલ છે જેથી સદર નોંધ રીવીઝનમાં લેવી : નાયબ કલેકટરશ્રીનું સ્પષ્ટ તારણ રહ્યુ માન્ય

સુશીલાબેન ગીરજાશંકર પંડયા વિગેરેના એડવોકેટશ્રી તરીકે શ્રી પી.આર. પ્રજાપતિ હાજર રહીને અનેક ચુકાદાઓ સાથે ધારદાર દલીલો કરી

પુષ્પાબેન પંડયા ગુજરાત રાજયના ખેડુત ખાતેદાર હોવાના આધારો રજુ કરવામાં નિષ્ફળ ગયેલ હોઈ સામાવાળાને બિનખેડુત ઠરાવતો હુકમ મામલતદારશ્રીએ કરેલ છે અને જંત્રીના ત્રણ ગણી કિંમત રૂા.૧૧,૨૧,૭૭૮/- નો દંડ કરવા અને સ.નં. ૩૨૯/પૈકી ૧, જમીન હૈ. ૦-૮૯-૦૩ વાળી શ્રી સરકાર રાજયસાત કરવાનો હુકમ થયેલ હોઈ અને પુષ્પાબેન મહેશભાઈ પંડયા નોંધ નં. ૩૫૯૧ થી મામલતદારશ્રી, અંજારના તા. ૧૫/૧૧/૨૫ વાળા હુકમથી બિનખેડુત ઠરેલ હોઈ તેવા અવલોકન સાથે કલેકટરશ્રી કચ્છએ તારણ આપી, અરજદાર હીરેન મહેશભાઈ 
પંડયાની અપીલ નં. ૧૭૭/૨૪ વાળી નામંજુર કરવાનો કર્યો હુકમ 



ગાંધીધામ : અંજારમાં બોગસ પાવરનામાના આધારે ખોટા દસ્તાવેજો બનાવી જમીન ઓળવી જવાના અશ્વીન પંડયા સહિતનાઓના હથકંડા પર અંજારના નાયબ કલેકટરશ્રી, કચ્છ કલેકટરશ્રીએ પાણી જ ફેરવી દીધુ હોવા સમાન અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ કામની ટુંકી હકીકત એવી છે કે ગામઃ ખીરસરા, તા. અંજાર મધ્યે આવેલ રે.સ.નં. ૩૨૯, જમીન એ. ૩-૦૦ ગુંઠા તે હે. ૧-૨૧-૨૯ પ્રતિઆરે વાળી જમીન સામાવાળા સુશીલાબેન ગીરજાશંકર પંડયા વિગેરેના વડીલ ગીરજાશંકર રેવાશંકર પંડયાના નામે નોંધાયેલ જે જમીન અશ્વિન પંડયા તરફથી સામાવાળાના વડીલ ગીરજાશંકરના નામે ખોટું 
પાવરનામું તા. ૧૨/૧૨/૦૫ નાં રોજ બનાવીને પુષ્પાબેન મહેશભાઈ પંડયાના નામે ત્રણ વર્ષ પછી તા. ૨૮/૧/૦૮ નાં રોજ ગેરકાયદેસર દસ્તાવેજ કરેલ અને તે દસ્તાવેજ આધારે ૧૬ વર્ષ પછી નોંધ નં. ૩૫૯૧ વાળી તા. ૨૩/૨/૨૪ નાં રોજ દાખલ કરાવેલ જેની જાણ સામાવાળાને થયેલ જેથી તે નોંધ સામે વાંધા નોંધાવેલ અને નાયબ કલેકટરશ્રી, અંજાર સમક્ષ તકરારી કેસ નં. ૩૪/૨૪ વાળો ચાલેલ જેમાં બન્ને પક્ષોને સાંભળીને નાયબ કલેકટરશ્રી, અંજાર તરફથી તા. ૨૭/૪/૨૪ નાં રોજ હુકમ કરી વેંચાણ નોંધ નામંજુર કરેલ છે અને નાયબ કલેકટરશ્રીએ સ્પષ્ટ તારણ આપેલ કે આ જમીનમાં નોંધ નં. ૧૧૦૫ થી પુષ્પાબેન મહેશભાઈ 
પંડયા ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનેલ છે જેથી સદર નોંધ રીવીઝનમાં લેવા અંગે સ્પષ્ટ અભિપ્રાય આપેલ જેથી નાયબ કલેકટરશ્રીના સદર તકરારી કેસ નં. ૩૪/૨૪ વાળા હુકમ સામે અરજદાર હીરેન મહેશભાઈ પંડયા તરફથી કલેકટરશ્રી કચ્છ સમક્ષ 
અપીલ નં. ૧૭૭/૨૪ વાળી કરેલ જે અપીલ કામે કલેકટરશ્રી કચ્છ તરફથી સ્પષ્ટ અવલોકન કરેલ કે 
ઉપરોકત જમીન અંગે જે 
પાવરનામું અશ્વિન પંડયા તરફથી બનાવેલ છે તે 
પાવરનામું રજીસ્ટર થયેલ નથી, સદરહુ જમીનમાં 
પુષ્પાબેન મહેશભાઈ 
પંડયાએ જે નોંધ નં. ૧૧૦૫ વાળી દાખલ કરાવેલ છે તે આડીલીટીની તબદીલી થયેલ હોઈ રેકર્ડ ઓફ રાઈટસની જોગવાઈઓ સાથે સુસંગત નથી અને જેથી સામાવાળા વિરુધ્ધ મામલતદારશ્રી, અંજાર સમક્ષ ગણોત ધારા તળે કેસ નં. ગ.ધા.ટેનન્સી/૧૦૦/૧૨૨, ગણોત કેસ નં. ૭/૨૪ વાળા કામે તા. ૧૫/૧૧/૨૫ નાં રોજ હુકમ કરી સામાવાળા પુષ્પાબેન પંડયા ગુજરાત રાજયના ખેડુત ખાતેદાર હોવાના આધારો રજુ કરવામાં નિષ્ફળ ગયેલ હોઈ સામાવાળાને બિનખેડુત ઠરાવતો હુકમ મામલતદારશ્રીએ કરેલ છે અને જંત્રીના ત્રણ ગણી કિંમત રૂા. ૧૧, ૨૧, ૭૭૮/- નો દંડ કરવા અને સ.નં. ૩૨૯/
પૈકી ૧, જમીન હૈ. ૦-૮૯-૦૩ વાળી શ્રી સરકાર રાજયસાત કરવાનો હુકમ થયેલ હોઈ અને પુષ્પાબેન મહેશભાઈ પંડયા નોંધ નં. ૩૫૯૧ થી મામલતદારશ્રી, અંજારના તા. ૧૫/૧૧/૨૫ વાળા હુકમથી બિનખેડુત ઠરેલ હોઈ તેવા અવલોકન સાથે કલેકટરશ્રી કચ્છએ તારણ આપી, અરજદાર હીરેન મહેશભાઈ પંડયાની અપીલ નં. ૧૭૭/૨૪ વાળી નામંજુર કરવાનો હુકમ કલેકટકરશ્રી કચ્છ તરફથી તા. ૧૦/૧૨/૨૫ નાં રોજ કરેલ છે. આ અપીલ કેસ નં. ૧૭૭/૨૪ વાળા કામે સામાવાળા સ્વ. ગીરજાશંકર રેવાશંકર 
પંડયાના વારસો સુશીલાબેન ગીરજાશંકર 
પંડયા વિગેરેના એડવોકેટશ્રી તરીકે શ્રી પી.આર.પ્રજાપતિ હાજર રહીને અનેક ચુકાદાઓ સાથે ધારદાર દલીલો કરવામાં આવેલ અને સદરહ કેસ કામે સામાવાળાની તરફેણમાં ધાક બેસાડતા અપીલ કામે ચુકાદો તા. ૧૦/૧૨/૨૫ નાં રોજ આપી અપીલ નામંજુર કરવામાં આવેલ.


................


આપકા તો લગતા હે, બસ સહી સપના, 
રામ નામ જપના..પરાયા માલ અપના..!

બની બેઠેલ ધોતીયાધારી પર અંજારપટ્ટામાંથી થતુ છી..છી..થું..થું..! : મુંહ મે રામ બગલ મે છુરીનો તાલ તો નથીને ?


મોહ - માયા છોડી દયો, ભવસાગરના બધા સુખ ક્ષણીક છે, ઈશ્વરના ગુણગાન ગાવો, પાપકર્મોથી બચો, આવા સુફિયાણા બોધપાઠ આપનારા તત્વો પૈકીનાઓએ જ ખુદ પોત પ્રકાશતા જાગૃત વર્ગ, ભોગગ્રસ્તોમાથી ઉઠી રહ્યા છે તેની સામે તીખા ટોણા, પહેલા અરીસામાં મોઢું જો, પછી બીજાને 
બોધપાઠ આપજે..!


જાણકારો કહે છે કે, જો આ શખ્સની કુકર્મકુંડળીની તપાસ થાય તો જમીન કૌભાંડો માત્ર જ નહી પણ આ બની બેઠેલા ધોતીયાધારીના ઈશારે આચરાયેલા જુદા-જુદા વિવીધ કૌભાંડો આવે બહાર : કઈક અન્ય નિદોર્ષ પુજાકર્મ કરનારાઓની સમો આ માથાભારે બની ગયેલા ધોતીયાધારી કરી રહ્યો છે દાદાગીર, વકરાવી રહ્યો છે આતંક : બની બેઠેલા ધોતીયાઓના ઓથ હેઠળ કરોડો-લાખોના જમીન કૌભાંડો , બેંકમાથી મૃતકોના નાણા ઉસેડી લઈ ચાંઉ કરી જનારાને તો બરાબરના નશ્યત કરવા જોઈએ



ગાંધીધામ : ભુકંપ બાદ કચ્છમાં જમીન કૌભાંડો તો ઘણા બધા આચરાયા છે પરંતુ અંજારમાં હાલના સમયે એક બની બેઠેલા ધોતીયાધારી ઠગભગતના જમીન કૌભાંડે ભારે ચર્ચા જગાવી દીધી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. કહેવાય છે કે, સફેદ કલરના ધેાતીયા ધારણ કરી અને તેની આડમાં નિદોર્ષ લોકોને સાચો રાહ બતાવાવના બદલે તેની આડમાં અધધ એક મુકીને બીજા આર્થિક કૌભાંડો આચરી અને ખુદ બેનામી સંપત્તીઓમાં આળોટી રહયા હોય તેવી સ્થિતી સર્જાવવા પામી છે. 
જાણકારો કહી રહ્યા છે કે, હાલમાં જ આવા એક બની બેઠલા ધોતીયાધારીના ઈશારે એતિહાસીક શહેરમાં નિદોર્ષ લોકોની વાડિ-જમીન પતાવી પાડવાનો પેતંરો આચરાયો હતો. આ તો ભલુ થશે, કલેકટરશ્રીએ કડકાઈ કરી અને આ પ્રકરણમાં દુધનું દધુ અને પાણીનું પાણી કરી નાખ્યુ છે, નહી તો બની બેઠેલા ધોતીયાધારીઓ કરોડોની કિમંતી જમીન ચાંઉ કરી જાત. આ વાત સંકુલમાં ચર્ચા આવતા હવે આવા બની બેઠલા ધોતીયાધારી પર અંજાર પટ્ટામાં પણ છી..છી..થું.થથુ..થવા પામી રહેયુ છે અને આ વર્ગ કહી રહ્યો છે કે, આ જ ધંધા કરો છો. મું હ મે રામ ઓર બગલ મે છુરી રાખો છે.આપકા તો લગતા હે બસ સહી સપના, રામ નામ જપના ઓર પરાયા માલ અપનાવાળી જ કરી રહ્યા છો. કહેવાય છે કે ખેતર જમીન કૌભાંડમાં ઝટકો પામેલ આ બની બેઠલ ધોતીયાધારી શખ્સના જો કર્મકુડડી ચકાસણી કરવામા આવશે તો આવા અનેકવીધ અલગ અલગ આર્થિક કૌભાંડો આચરી અને કઈક નિદોર્ષ લોકોને શીશામાં ઉતારી લઈ અને ખોટા બોગસ દસ્તાવેજો આધારે અઢળક સંપત્તીઓ મેળવી લીધી હોવાનુ ખુલશે.

Comments

COMMENT / REPLY FROM