Trending News
સ્થાનિક સમાચાર

રાજસ્થાનમાં આંતરરાજ્ય ઓનલાઈન જુગાર રેકેટનો પર્દાફાશ : કચ્છના પાંચ સહિત ર૩ જુગારીઓ ઝડપાયા

24 December



સિરોહી પોલીસે પાડેલા દરોડામાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજીમાં સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગ સામે મોટી કાર્યવાહી : રોકડ-લેપટોપ-ફોન સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત

ગાંધીધામ-કચ્છઉદય : રાજસ્થાનમાં સિરોહી પોલીસે ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજીમાં સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. સિરોહી જિલ્લા મુખ્યાલયની ખાસ ટીમો અને રેવદર સર્કલ તથા પોલીસ સ્ટેશનની ટીમોએ મધ્યરાત્રિએ રેવદરના રોહીમાં એક ખેતરમાં આવેલા મકાન પર દરોડો પાડી કચ્છના પાંચ સહિત ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ૨૩ જુગારીઓની ધરપકડ કરી હતી. પોલીસે જુગારીઓના કબજામાંથી પાંચ લેપટોપ, ૪૩ મોબાઈલ ફોન, ૨૩ કેલ્ક્યુલેટર, મોટી માત્રામાં અન્ય ગેરકાયદેસર જુગાર સામગ્રી અને સાધનો, તેમજ ૪૭,૯૩૦ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. એસપીના 
નેતૃત્વમાં આ મધરાત્રિ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પકડાયેલા તમામ ૨૩ આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આધુનિક ઉપકરણો અને ટેકનિકલ ડેટાના આધારે વધુ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ ફરજી સિમકાર્ડનો ઉપયોગ કરીને ગુપ્ત સ્થળોએથી સટ્ટાનું કારોબાર ચલાવતી હતી. દરોડા દરમિયાન લાખો રૂપિયાના જુગારના હિસાબની ડાયરીઓ પણ મળી આવી હતી. ઝડપાયેલા ૨૩ જુગારીઓ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના રહેવાસી છે. આ પૈકી ૧૨ જુગારીઓ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી હતા, જેમાં કચ્છ, અમદાવાદ, વલસાડ, પાટણ અને બનાસકાંઠાના શખ્સોનો પણ સમાવેશ 
થાય છે.


.................

કચ્છ-ગુજરાતના આરોપીઓના નામ

૧) મનોજ મણિલાલ ગોર - ઉંમર ૫૧ વર્ષ, રહે. ૨૬૫, શેરી નંબર-૧૦, આરટીઓ કોલોની, માધાપર, ભુજ, કચ્છ.
ર) મેજા માલા રબારી - ઉંમર ૪૯ વર્ષ, રહે. દેવપરગઢ રબારી વાસ, દેવપરગઢ, માંડવી, કચ્છ
૩) બજ્જુ સોમા રબારી - ઉંમર ૩૮ વર્ષ, રહે. કોમર્સ કોલેજ પાછળ, હનુમાન શેરી, માધાપર, ભુજ, કચ્છ.
૪) પંચાણ સોમાભાઈ રબારી - ઉંમર ૩૨ વર્ષ, દેવપરગઢ રબારી વાસ, દેવપરગઢ, માંડવી, કચ્છ
પ) રવજી બુધાભાઈ રબારી - ઉંમર ૨૫ વર્ષ, રહે. મોંમાઈ માંના મંદિર પાસે, દેવપરગઢ રબારી વાસ, દેવપરગઢ, માંડવી, કચ્છ
૬) કલ્પેશ રવિલાલ રાજગોર - ઉંમર ૪૮ વર્ષ, રહે. ૭/૨૦, પંચવટી સોસાયટી, મોગરાવાડી, વલસાડ.
૭) અલ્પેશ હરગોવિંદદાસ પ્રજાપતિ - ઉંમર ૪૮ વર્ષ, રહે. ઘર નંબર-૧૯૫૦, નાની હવેલીની પોળ, દરિયાપુર, અમદાવાદ.
૮) અમિત નવીનભાઈ પંચાલ - ઉંમર ૩૮ વર્ષ, રહે. ૧૧૯, હોમદર્શન કોમ્પલેક્ષ, લાખુખાડ મહદેવ મંદિર પાસે, પાટણ.
૯) ભાવેશ ધીરાજી સુથાર - ઉંમર ૨૬ વર્ષ, રહે. રામપુર, ભીલડી, બનાસકાંઠા.
૧૦) ભાલચંદ્ર ઉર્ફે નાનુભાઈ પ્રમોદભાઈ પટેલ - ઉંમર ૬૧ વર્ષ, રહે. ૧૩, રાજયશ રીચ મોલ્ડ, જયંતીલાલ પાર્ક, બોપલ આંબલી રોડ, અમદાવાદ.
૧૧) વિપુલકુમાર હસમુખલાલ પટેલ - ઉંમર ૬૧ વર્ષ, રહે. ૨-બી, જલકમલ સોસાયટી, શાહપુર દરવાજા બહાર, અમદાવાદ.
૧ર) અમિત ગિરીશભાઈ લાલાણી - ઉંમર ૪૯ વર્ષ, રહે. ૮૨, રણછોડજી ગલી, જૂની પોસ્ટ ઓફિસ પાસે, જૂના અસારવા, અમદાવાદ.

 

Comments

COMMENT / REPLY FROM