Trending News
સ્થાનિક સમાચાર

લખપત સબસીડી કાંડ : તપાસ ઠંડા બક્ષામાં કે  કુલડીમાં ભંગાઈ ગયો ગોળ? ભલામણ કે સેટીંગ ?

24 December

કલેકટરશ્રી - એસપીશ્રીના આદેશની ઐસીતૈસી થઈ ગઈ?



રપ લાખથી વધુની રકમ સબસીડીની ચાંઉ કરી જનારાઓથી રીકવરી કરવી કે પછી તેમની સામે ફોજદારી ફરીયાદ કરવામા કેમ થઈ રહ્યો છે સતત વિલંબ?

જિલ્લાસ્તરની કમિટી, રાજય કક્ષાની સમીતી તપાસ કરી અહેવલા નેગેટીવ સોપી દીધો, કલેકટરશ્રીએ પોલીતંત્રને તપાસ સોપી હતી, પોલીસ તપાસ બાદ આગળની હાથ ધરાવાની હતી કાર્યવાહી? જરૂરી નિવેદનોનો દોેર પૂર્ણ કરી અહેવાલ કલેકટરશ્રી વેળાસર મંગાવે અને સરકાર સાથે ખુલ્લેઆમ ચીટીંગ કરનારની સામે કરે કડક કાર્યવાહી



ગાંધીધામ : ગુજરાત રાજયના સીએમના નામે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના ભાગરૂપે રાજયભરમાં ગૌશાળા-ઢોરવાળાઓને નિભાવ-સંવર્ધન માટે સબસીડી આપવામાં આવતી હોય છે. સરકાર સારા ઉદેશ્ય સાથે આ સબસીડીની ફાળવણી કરે છે પરંતુ અમુક બની બેઠલાઓ આ સબસીડીની રકમ ખોટી રીતે ચાંઉ કરી જવાના કિસ્સાઓ બની રહ્યા છે.
કચ્છમાં પણ થોડા સમય પહેલા લખપત વિસ્તારમાં  પણ આ જ રીતે બે ઢોરવાડામાં રપ લાખ જેટલી સબસીડીની રકમ ખોટી રીતે ચાંઉ કરવામાં આવી હોવાની વિગતો સામે આવવા પામી ગઈ હતી. જિલ્લા કક્ષાએની કમીટીએ નેગેટીવ રીપોર્ટ આપ્યો હોવા છતા સ્થાનીકેથી આ ઢોરવાડાને મંજુરીઓ અપાઈ હતી, જેને લઈને જિલ્લાસ્તરની કમીટીએ તપાસ કરી તે બાદ આ વિષય રાજયકક્ષાએ પહોચતા ગુજરાત ગૌશાળા બોર્ડ દ્વારા ત્રણ સભ્યોની સરપ્રાઈઝ ચેકીંગ કરતી ટીમ મોકલી આપી હતી અને તેમાં પણ અહેવાલમાં આ બે સુચિત ઢોરવાળાઓને સબસીડી આપવા પાત્ર થતી ન હોવાના અહેવાલો અપાઈ ગયા હતા અને તે જ પ્રકરણો અને તપાસ અહેવાલો બાદ સ્થાનિકેથી મામલતદાર, બાદ જીલ્લા પશુપાલન નિયામક ઈન્ચાર્જ રહેલા ડો. નાથાણીની પણ કચ્છ બહાર અમરેલી બદલી કરી દેવામા આવી હતી. આ બધી જ તપાસ ખુબજ જડપથી આદરવામા આવી હતી પરંતુ હવે હકીકતમાં જેમણે ખોટુ કર્યાનુ સાબિત થયુ કાગળ પર તેવા ઢોરવાળાના સંચાલકોની સામે હજુ સુધી ફોજદારી ફરીયાદ દાખલ કરવામા આવી નથી અને સરકારની અને પ્રજાના ટેક્ષની રપ લાખની રકમ ચાંઉ કરી ગયેલાઓની પાસેથી એક સિંગલ રકમની પણ રીકવરી કરવામા આવી હોવાનુ જાહેર થવા પામ્યુ નથી? તેની પાછળનું રહસ્ય શું છે?  કેમ હવે રપ લાખની રકમની રિકવરી નથી થતી કે પછી ફોજદારી કાર્યવાહી કરવાની દીશામાં પણ કોઈ જ પગલા લેવાયેલા નથી દેખાતા? તપાસ એકાએક ઠંડાબક્ષામાં કેમ જતી રહી? કઈ સેટીંગ થઈ ગયુ? ભલામણો કોઈ મોટી આવી ગઈ? કે પછી વહીવટ થવા પામી ગયો છે? 

................


 

Comments

COMMENT / REPLY FROM