વડાલાની વાડીમાંથી ૪૧ હજારનો દારૂ-બીયર કબજે કરાયો
મુન્દ્રા - કચ્છ ઉદય : તાલુકાના વડાલા ગામની સીમમાં આવેલ વાડીમાં ગેરકાયદે રીતે દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે વવારનો રતન સુમાર બારોટ (ગઢવી) હાજર મળી આવ્યો હતો. વાડીમાંથી દારૂની ર૭ બોટલ અને બીયરના પ૬ ટીન મળી કુલ ૪૧,૪૬૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જ્યારે વવારનો માણેક સુમાર બારોટ હાજર મળી આવ્યો ન હતો. જેથી મુન્દ્રા મરીન પોલીસમાં બન્ને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Comments