ગાંધીધામ મનપાની પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ કડક કાર્યવાહી
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારના વિઝીબલ ક્લીનલીનેસ કાર્યક્રમ અંતર્ગત પાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ ઝુંબેશ ચલાવી હતી. આ કામગીરી દરમિયાન ૧૨૦ માઈક્રોનથી ઓછી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકનો વેચાણ કરતા પાંચ જથ્થાબંધ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં અંદાજે ૩૫૦ કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને સંબંધિત વેપારીઓ પાસેથી કુલ ૨૨,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
------

Comments