Trending News
સ્થાનિક સમાચાર

આર્મી જવાનોની પત્નીઓ માટે તાલીમ વર્કશોપ યોજાયો 

23 December



ભુજ  : શારદા સંસ્કૃત ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યના ભાગરૂપે આર્મી જવાનોની પત્નીઓ માટે તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્મી સ્ટેશન ખાતે આર્મી વુમેન્સ વેલ્ફેર એસોસિએશનના ફેમિલી વેલ્ફર ઓર્ગેનાઈઝેશનના સહયોગથી સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ઉદ્દઘાટન ઓર્ગેનાઈઝેશનના ચેરપર્સન રિયા ખજૂરિયાએ સંસ્થાની પહેલની સરાહના કરતા કહ્યું હતું કે, સર્જનાત્મક માત્ર કલા પુરતી સીમીત નથી. આજના યુગમાં આઈડિયા એ જ સૌથી મોટી મુડી છે. ટ્રેનર હસ્મિતાબેન કોકાએ બહેનોને કેન્ડલ મેકિંગની તાલીમ આપી હતી. ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ અને રોજગારને કેન્દ્રમાં રાખી ટેલી, સીસીસી કોમ્પ્યુટર, નર્સિંગ આસિસ્ટન્ટ, ફૂડ ન્યુટ્રીશન જેવી ઉપયોગી તાલીમ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. 
-------

Comments

COMMENT / REPLY FROM