Trending News
સ્થાનિક સમાચાર

શંખેશ્વર તીર્થે જહાજ મંદિરે સામુહિક અઠ્ઠમ તપ દરમ્યાન ગુરુભગવંતોનું સામૈયું યોજાયું

23 December



ભુજ - કચ્છઉદય : શંખેશ્વર મહાતીર્થે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છત્રછાયામાં જહાજ મંદિરે અષાઢીય પાર્શ્વનાથ પરમાત્માના સામ્રાજયે એન્કારવાલ ધામના કવરેજ ક્ષેત્રે સામૂહિક અઠ્ઠમ તપની આરાધના યોજાશે, જેમાં મંગલ કામના-મંગલા શીષ પ.પૂ.ગચ્છવરિષ્ઠ ઉપાધ્યાય ભુવનચંદ્રજી મ.સા,પ.પૂ.ગચ્છપ્રવર્તક શ્રી પાર્શ્વયશચંદ્રજી મ.સા પાઠવેલ. મૌનવરિષ્ઠ પ.પૂ.મુનિરાજ પુણ્યરત્ન મહારાજ સાહેબ,પ.પૂ. મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ તથા પ.પૂ.સા. સુનંદિતાશ્રીજી મ.સા આદિ-૩, પ.પૂ.સા. ભયભંજનાશ્રીજી મ.સા આદિ-૫ ની પાવનકારી નિશ્રામાં યોજાશે. આ સામુહિક અઠ્ઠમ તપમાં ૨૦૦થી અધિક શ્રાવક- શ્રાવિકાઓ રાજ્યભરમાંથી આરાધનામાં જોડાશે. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના અઠ્ઠમ તપોત્સવના પ્રથમ દિવસે સવારે ૧૧ કલાકેે ગુરુભગવંતો તથા સહુ તપસ્વીઓનું ચતુર્વિધ શ્રીસંઘની સાથે વાજતે ગાજતે સાજન માજન સહ સામૈયું યોજાયું હતું. ત્રીજો દિવસ-તા.૨૫-૧૨ના સવારે ૯ કલાકે શ્રી સિદ્ધચક્ર પૂજન, બપોરે ૨ કલાકે મ્યુઝિકલ ગુરુછત્રીસ અભિષેક, સાંજે ૭ કલાકે પ્રભુભક્તિ ભાવના, ચોથો દિવસ તા.૨૬-૧૨ના સવારે ૯ કલાકે વસુધારા મહાવિધા મહાલક્ષ્મી પૂજન, બપોરે ૨ કલાકે પાર્શ્વનાથ પ્રભુના જાપ એવં બહુમાન, સાંજે ૭ કલાકે કુમારપાળ મહારાજા આરતી, પાંચમો દિવસ તા.૨૭-૧૨ના સવારે ૬ કલાકે વર્ધમાન શક્રસ્તવ અભિષેક, ૮.૩૦ કલાકે અઠ્ઠમ તપના પારણાં યોજાશે.
આ અઠ્ઠમ તપનું આયોજન પ.પૂ.સા. સુનંદિતાશ્રીજી મ.સા ના ગોલ્ડ પ્લસ (૫૫) વર્ષ સંયમપર્યાયના અનુમોદનાર્થે એવં માતૃશ્રી અમૃતબેન મોરારજી ગોગરીના ૯૦ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે કરવામાં આવશે. આ અઠ્ઠમ તપ દરમ્યાન વિધિ-વિધાન ડો. હર્ષભાઈ દેઢિયા-મુંબઇ વાળા પધારશે અને સંગીતકાર કોકિલ કંઠી નિશાબેન સંઘવી - કચ્છ માંડવી વાળા પધારશે. આ સંપૂર્ણ અઠ્ઠમ તપના દાતા આ.સૌ. મીતાબેન રમેશભાઈ ગોગરી, અ.સૌ. નિરાલી જય રમેશ ગોગરી, ગામ-નાના ભાડીયા, હાલે-માટુંગા, મુંબઇ,આશોપાલવ ગ્રુપ વાળા પરિવારે ઉદારદિલે લાભ લીધેલ. દરોજ સવારે વાજતે-ગાજતે દાદા દરબારે સામુહિક દર્શન-પૂજા, સાંજે પ્રભુ ભક્તિ ભાવનાના પ્રોગ્રામ યોજાશે. આ સામુહિક અઠ્ઠમ તપ દરમ્યાન જીવદયા, અનુકંપાદાન, માનવતાના કાર્યો કરવામાં આવશે. આ પ્રસંગે જૈનમુનિ નયશેખર મહારાજ સાહેને આ અઠ્ઠમનો મહિમા સમજાવતા જણાવેલ કે, શંખેશ્વર તીર્થમાં અઠ્ઠમનો મહિમા અપરંપાર છે. આ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ અતિ પ્રાચીન, પવિત્ર અને ચમત્કારિક તીર્થ છે. અહીં શ્રદ્ધાપૂર્વક કરાયેલું દરેક તપ, પૂજા, દાન અને આરાધના અનેક ગણું ફળ આપે છે. આ અઠ્ઠમ એટલે ત્રણ દિવસનું ઉપવાસ, અઠ્ઠમ કરનાર આત્મા માટે આ તપ અત્યંત પુણ્યદાયી ગણાય છે.શંખેશ્વર તીર્થમાં અઠ્ઠમ કરવાથી અણગણિત લાભ મળે છે. આત્મશુદ્ધિ, કર્મનાશ, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની કૃપા, મોક્ષમાર્ગમાં પ્રગતિ, શરીર-મનનો સંતુલન, જેમાં શંખેશ્વર તીર્થમાં હજારો શ્રાવક-શ્રાવિકા અઠ્ઠમ તપ કરવા અવાર- નવાર પધારતા હોય છે. આ સામુહિક અઠ્ઠમ તપની આરાધના શંખેશ્વર પાર્શ્વચંદ્રસૂરી દાદાવાડી ટ્રસ્ટના નેજા હેતળ યોજાશે.
----------------------

Comments

COMMENT / REPLY FROM