Trending News
સ્થાનિક સમાચાર

લ્યો કરલો બાત.! માંડવીના પુનડીમાં લોકસુવનાણી યોજાઈ અને લોકોની જ સદંતર બાદબાકી : ખાલી ખાલી ખુરશી હે..!

23 December

કચ્છ કલેકટરશ્રી આ સુનાવણી કેમ ન યોજાવે ફરીથી?


પુનડી ખાણના સતત દોડતા વાહનોથી ઉડતી રજકણોથી વિદ્યાર્થીઓ ત્રાહિમામ : સતત ઊડી રહેલા રજકણથી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને બચાવવા પૂરતી ગ્રાન્ટ વાપરી અને તાત્કાલિક પાકો રસ્તો બનાવવા 
લોક સુનાવણીમાં માંગણી કરાઇ : સુનાવણી અંગે ગામ લોકોને જાણ નહીં કરાઇ રહી હોવાની ગામના અનેક લોકોની વ્યથા 

ખાટલે મોટી ખોટ : ગામ લોકોની ગેરહાજરીમાં અમુક ગણ્યાગાઠયાઓની હાજરીમાં સુનાવણી થઈ ગઈ...? : ઉદ્યોગોનો વિરોધ ન હોય, તેનાથી વિકાસ થાય તે સૌ કોઈ સમજે છે, પણ સ્થાનિક ગ્રામીણ લોકજીવનની નખ્ખોદ વાળઈ, માત્ર અને માત્ર ઉદ્યોગોના જ હિતો સચવાય અને આમપ્રજાજનોનો ખો કાઢી નખાય તે કેટલા અંશે યોગ્ય કહેવાય..!



ગાંધીધામ - કચ્છઉદય : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પુનડી વિસ્તારના ખનીજ યોજનાઓ અંગેની સુનાવણી તાજેતરમાં યોજાઇ હતી. સુનાવણીમાં હાજર રહેલા ગામના ઉપસરપંચ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, ખાણ કે ઉદ્યોગ આવે તેનાથી ગામનો પણ વિકાસ થાય છે અને લોકોને રોજગારી પણ મળે છે એટલે તે આવકાર્ય છે. પરંતુ મુખ્ય રસ્તાની બાજુમાંથી ખાણ તરફ જતો રસ્તો અત્યંત ધૂળિયો છે. આ રસ્તા પર ટ્રક અને ટ્રેલરોની સતત આવજાવથી ધૂળના રજકણ ઉડયા જ કરે છે.
 જો કે ખાણના જવાબદાર લોકો તેને વારંવાર પાણી છાંટી અને નિયંત્રિત કરવાની કોશિશ કરે છે પરંતુ વધારે પડતા ટ્રાફિકને કારણે પાછી ધૂળ ઉડતી જ રહે છે. કાચા રસ્તા પર નવી બનેલી હાઈસ્કૂલ અને ગામના મકાનો પણ આવેલા છે એટલે વિદ્યાર્થીઓને સતત ઉડી રહેલા ધૂળના રજકણથી શ્વાસોશ્વાસમાં તકલીફ થવાની સંભાવના વધી જાય છે. ત્યારે તેમણે આ રસ્તો એકદમ મજબૂત અને વ્યવસ્થિત બનાવવા લાંબા સમયની ગામ લોકોની માંગણી ગંભીરતાથી લઈ અને પાકા રસ્તા બનાવવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જે રસ્તા પર શાળા આવેલી હોય તેની નજીકથી મોટી ટ્રકનો ટ્રાફિક ધમધમતો હોય તો તે અતિ જોખમી પણ બની શકે છે ત્યારે ખાણ માટે અને કામ માટે બે અલગ રસ્તા નવા બનાવવા જોઈએ અથવા હાઈસ્કૂલએ જગ્યાએથી ખસેડી નાખવી જોઈએ. દરમિયાન કેટલાકએ જણાવ્યું હતું કે, જાહેર જનતાની ગેરહાજરીમાં જ પૂરી થઈ કઈ હોવાનો બળાપો ગામ લોકોએ કાઢ્યો છે. અડધાથી વધારે ગામને કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી ખબર પડી હતી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી અને નાયબ કલેક્ટર હાજર રહ્યા હતા અને કેટલાક પાળેલા પોપટ જેવા બતાવવા પૂરતા ગણ્યાગાંઠ્યા લોકો હાજર રખાયા હતા. ખનીજ ખાણ શરૂ કરવા અંગેનું લોકસુનાવણીનું નાટક માત્ર વહીવટી કાગળ ઉપર પુરૂ કરીને લોકશાહીને ઠેસ પહોંચાડી હોવાની ફરિયાદ કરતા કેટલાક ગામ લોકોએ વ્યથા ઠાલવી હતી. 
લોકોએ જણાવ્યું હતું કે, લોકોનુ મંતવ્ય, પ્રશ્નો અને વાંધા સાંભળ્યા વગર જ લોક સુનાવણીનું અચ્યુતમ કેશવમ કરી નાખવામાં આવ્યું હતું. કહેવાય છે કે સામાન્ય કે જાહેર જનતાની આ સુનાવણી અંગે ખાસ ખબર જ પડી નહતી છેલ્લી ઘડીએ બેનર વગેરે લગાડી અને ફોટા પાડી લેવામાં આવ્યા હતા. બેન્ટોનાઈટ ખનન અથવા કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતો હોય ત્યારે લોકોને જમીન, પાણી અને આરોગ્ય વિશે કે બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો તે જાણવાનો અને ઉકેલવાનો હેતુ હોય છે, પરંતુ લોકો જો પ્રશ્નો રજૂ કરે તો આ ખાણ શરૂ કરવા ઇચ્છતાં અને લોકોના હિતના જોખમે કમાણી કરવાની ઈચ્છતા લોકો તેમને કોઈ નડતર ન થાય એટલે આવી રીતે ગુપચૂપ સુનાવણી પૂરી કરવાનું કારસો રચે છે તેવું સુનાવણીમાં હાજર નહીં રહી શકેલા લોકોએ જણાવ્યું હતું. ખાણ ઉદ્યોગ પણ ચાલુ રહે અને લોકોને પણ તકલીફ ન થાય તેવી રીતે બંને પક્ષના હિતનું સંતુલન સાચવીને આગળ પગલાં લેવા જોઈએ.

Comments

COMMENT / REPLY FROM