Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં પકડાયેલી બિયર ભરેલી ગાડીની  ફરીયાદમાં ભેદભરમ : લાખોની તોડની ચર્ચા...!

23 December

શું કોઈ પરમીટ શોપમાંથી બીયર આવ્યો હતો બહાર? શેના પેટે તગડી રકમ આપવી પડી?





બોન્ડની બિયરનો આટલો જથ્થો રાજસ્થાની શખ્સ પાસે કયાંથી અવ્યો? કેમ આ દીશામાં નથી થતી તપાસ? બિયર બોન્ડેડ વેરહાઉસમાથી જ લોકલ માર્કેટમાં વેપલા માટે બહાર આવી હતી? જો પોલીસ આ પ્રકરણની ઉંડી તપાસ કરશે તો બોન્ડેડ દારૂના બેધડક વેપલાના ગાંધીધામ-કંડલા સંકુલમાં થશે મોટો ખુલાસો..!

આવી કોઈ વાત ધ્યાને આવી નથી, છતા ચોકકસથી તપાસ કરાવીશુ : શ્રી ગોજીયા(પીઆઈ બી ડીવીઝન)

ર૦ પેટીથી વધુનો માલ હતો, પરમીટ શોપમાથી નીકળ્યો હતો, બોન્ડનો માલ હતો, બધી જ વાત પર પાડી દેવાયો પડદો? કયો મોરલો કળા કરી ગયો?  આ મામલે ઉચ્ચ અધિકારીઓ તપાસના આદેશ આપે છે કે પછી સમગ્ર ઘટના ફક્ત ચર્ચા પૂરતી જ સીમિત રહેશે


ખાટલે મોટી ખોટ : વાયરલ વિડિયો પાછળ દબાણ? બિયર કાંડમાં ‘હપ્તા સિસ્ટમ’ની ચર્ચા ગરમાઈ :સેક્ટર-૭ વાયરલ વિડિયો ડીલીટ કરાવાયો કેમ? કોણ બચાવી રહ્યું છે કોને? 



ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધામના બી ડીવીઝન વિસ્તારમાં મીઠીરોહર આસપાસમાં ગત રોજ એક બીયર ભરેલી ગાડી પકડી પાડી હતી અને વહીવટદારનો ફોન રણકી જતા આ બીયર ટીન ભરેલી ગાડીને છોડી મુકવાની સ્થિતી સર્જાઈ હોવાની ચર્ચા પ્રથમ તબક્કે તેજ બની હતી. જે બાદ વાત વધુ ફેલાઈ જવા પામતા મને-કમને કયાંક ને કયાંક આ પ્રકરણને પોલીસ મથક સુધી લઈ જવામાં તો આવી પરંતુ તેની ફરીયાદની વિગતો જોતા ઘણા બધા સવાલો ફરીથી સપાટી પર આવવા પામી રહ્યા છે. 
આ મામલે ચર્ચાતી વિગતો અનુસાર ગાડીમાં ૨૦ પેટીથી વધુ બિયરની હતી. પરંતુ સમ ખાવા પુરતી જ આ બિયરની પેટીઓ ફરીયાદમાં દેખાડવામા આવી છે. તે બાદ અહી એવી પણ ચર્ચાઓ  સામે આવવા પામી છે કે, બિયર જે પકડાયો તે કોઈ પરમીટ શોપનો હતો અને તેને અન્યત્રથી દેખાડી દઈ અને ગોઠવણ કરવામા આવી છે. જો તપાસ થશે તો કોણ કોને બચાવી રહ્યુ છે, શા માટે વાયરલ થયેલા વીડીયો ડીલીટ કરવા-કરાવવામાં આવ્યા? આ વાયરલ વીડીયો ડીલીટ કોણે કરાવ્યા? પરમીટ શોપનો બીયર હતો તે જાહેર ન થાય તેની પેટે કોણે કેટલાનો વહીવટ કરી લીધો? તે સહિતના સવાલો હાલમાં સંકુલમાં જાણકારવર્ગમાથી ઉઠવા પામી રહ્યો છે. બીજીતરફ આ પ્રકારની ગોઠવણીઓથી પોલીસ તંત્રની વિશ્વસનીયતા પર પણ મોટો સવાલ ઉભો થાય છે હવે જોવાનું રહ્યું કે આ મામલે ઉચ્ચ અધિકારીઓ તપાસના આદેશ આપે છે કે પછી સમગ્ર ઘટના ફક્ત ચર્ચા પૂરતી જ સીમિત રહેશે.
બીજીતરફ આ બાબતે ગાંધીધા બી ડીવીઝનના પીઆઈશ્રી ગોજીયાની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, વિદેશી બિયર હોવાની કોઈ જ વાત ધ્યાને આવી નથી, મુદામાલ પણ પુરતો જ પકડીને ફરીયાદમાં લેવાયો છે, છતા પણ વધુ ફેરપુછતાછ કરી વિગતો-સત્યતા જાણવવા તપાસ ચોકકસથી કરાવીશુ તેવી ખાત્રી શ્રી ગોજીયાએ આપી હતી.


.............

ગાંધીધામમાં ઈકો કારમાં બીયરની હેરાફેરી પકડાઈ

૧૦ હજારના ટીન સાથે રાજસ્થાનના શખ્સની અટક કરાઈ


ગાંધીધામ-કચ્છઉદય : શહેરમાં બી ડીવીઝન પોલીસ મીઠીરોહર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી આધારે ઈકો ગાડી નંબર જી જે ૧ર એફએ ૭૩૦પ ને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના બુહો સ્ટ્રોંગ બીયરના ૪૮ ટીન કિંમત રૂા. ૧૦પ૬૦ નો મુદ્દામાલ મળ્યો હતો. જેથી અઢી લાખની ગાડી અને બીયર કબજે કરી હાજર મળી આવેલા રાજસ્થાનના અને હાલે કંડલામાં રહેતા દુદારામ ચેલારામ દેવાસીને પકડી તેની સામે ગુનો દાખલ કરી અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

Comments

COMMENT / REPLY FROM