વનવિભાગની જમીનોમાં ખનીજ ખનનના વધુ એક પર્દાફાશના ભણકારા : અબડાસાના રાયધણઝર પટા માં ખનીજ ટીમનો પડાવ..!
સંકલનમાં થયેલી રજુઆત બાદ તપાસનો ધમધમાટ
નોધનીય છે કે, કચ્છઉદય દ્વારા તાજેતરમાં જ માંડવીના શેરડીમાં વનતલાવડીના નામે ખનીજના અતિક્રમણના અહેવાલ ઉજાગર કરી અને વનવિભાગે આવી અન્ય કેટકેટલી પરવાનગીઓ આપી દીધી છે, અથવા તો વનવિભાગની જમીનો પર કેટકેટલામાં ખનીજ થઈ રહ્યા છે તેની તપાસ થવાની પણ તંત્રને કરી હતી માર્મિક ટકોર :
જે બાદ સામે આવેલ કીસ્સો કહી શકાય સુચક
વનવિભાગને મળેલી અરજીના ભાગરૂપે અમે આજ રોજ તપાસ અર્થે આવ્યા છીએ, માપણી સહિતની પ્રક્રીયાઓ બાદ ચિત્ર સ્પષ્ટ થશે, હાલમાં કઈ પણ કહેવુ થોડું વહેલુ કહેવાશે :શ્રી બારીયા (સિનિયર ભુસ્તરશાસ્ત્રી, પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગ)
ગાંધીધામ : કચ્છમાં ખનીજ માફીયાઓ બેફામ બની ગયા છે, માંડવીના શેરડીમાં તાજેતરમાં જ વનતલાવડીની મંજુરી મેળવી અને ફોરેસ્ટની જમીનમાથી બેન્ટોઈન ખનીજ નીકળતો હોવાનો ખુલાસો માંડવી મામલતદાર દ્વારા કરવામા આવ્યો હતો. જે અહેવાલ આ પ્લેટફોર્મ પરથી ઉજાગર કરાયો હતો અને તેની સાથે જ જિલ્લામાં વનવિભાગની જમીનો પર ખનીજ ખોદકામો ગેરકાયદેસર રીતે કયા કયા થાય છે તેની તપાસ થવાની માર્મિક ટકોર કરવામા આવી હતી જે વચ્ચે જ આજ રોજ અબડાસાના રાયધણજર વિસ્તારમાં આવેલી એક લીઝમાં લીઝધારક દ્વારા આજ રીતે વનવિભાગની જમીનો પર ખનીજ ખોદકામ કર્યુ હોવાની ફરીયાદ સપાટી પર આવી હોવાથી તંત્ર એકશનમાં આવી જવા પામ્યુ હોવાની માહીતી મળી રહી છે. બીજીતરફ આ બાબતે પશ્ચીમ કચ્છ વિભાગના શ્રી દેવેન્દ્ર બારીયાની સાથે ટેલીફોનીક વાતચીત કરવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે અબડાસાના રાયધણઝર વિસ્તારમાં વનવિભાગની જમીન પર લીજ હોલ્ડર દ્વારા ખનીજ ખનન કરવામા આવી રહ્યુ હોવાની ફરીયાદ મળી હતી અને તેના આધારે આજ રોજ સ્થળ તપાસ માટે રૂબરૂ ટીમ સાથે આવ્યા છીએ. સમગ્ર ટેકનીકલ ધોરણસરની તપાસ થાય બાદ સાચુ ચિત્ર સામે આવવા પામી શકશે. હાલમાં કંઈ પણ કહેવુ વહેલુ થશે તેવુ શ્રી બારીયાએ જણાવ્યુ હતુ.

Comments