ભચાઉ-વાગડ પટ્ટાના રોડ-રસ્તાના થૂંકના થીગડા..! ભ્રષ્ટ ઠેકેદાર-સરકારી બાબુઓના મેળાપીપણાની ગંધ’
૪ કરોડના ખર્ચે બનેલ સામખીયાળી-લાકડીયા રોડ ૪ માસમાં તુટયો
મુળ કોંગી ગૌત્રના અને હાલમાં ભાજપમાં સક્રીય રહેલા ઠેકેદાર હોવાથી તંત્ર તેમની સામે કોઈ જ પગલા નથી લેતુ કે કેમ? કબરાઉ પાસેનો રોડ કયા ઠેકેદારે બનાવ્યો હતો? ગણતરીના સમયમાં રોડ આખાય તુટી જાય છે તો આવા ઠેકેદારોના બીલો મંજુર કોણ કરે છે? થર્ડ પાર્ટી ઈન્સપેકશન થાય છે કે નહી? નાણાપંચની ગ્રાન્ટ તો માળખાગત સુવિધાઓ માટે આવે છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને ઠેકેદારોને માટે બેનામી કમાણીનું સાધન જ બની ગયુ હોય તેવા તકલાદી કામો આ ગ્રાન્ટમાથી થતા હોવાની ઉઠી રહી છે ચર્ચા
ગાંધીધામ : ગુજરાત સરકાર માળખાગત સુવિધાઓના વીકાસ થવા માટે અઢળક ગ્રાન્ટની રકમો ફાળવી રહી છે પરંતુ આ ગ્રાન્ટ અને રકમો અમુક સરકારીબાબુઓ અને ભ્રષ્ટ ઠેકેદારો દ્વારા જાણે કે ઉઘાડી લુંટ જ ચલાવાતી હોય તેમ મેળાપીપણા કરી અને આવા રોડ -રસ્તાઓમાં થુંકના જ થીગલા લગાડાયા હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. હાલમાં પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં થઈ રહેલા અમુક રોડ રસ્તાઓના કરોડોના કામોનું બે-ચાર માસમાં જ તુટવાની સ્થિતી સામે આવવા પામતી જોવાઈ રહી છે અને તેના લીધે જ હવે અહીથી પસાર થનારા જાગૃત લોકો ભારોભાર બળાપો ઠાલવી રહ્યા છે. આ અંગે સહેજ વિગતે વાત કરીએ તો ભચાઉના કબરાઉ પાસેનો બનેલો રોડ તદન ખખડધજ બની ગયો છે તો વળી હાલમાં જ ચાર કરોડના ખર્ચે બનેલ સામખીયાળી લાકડીયા રોડની હાલત પણ તદન ખસ્તા બની જવા પામી ગઈ છે. હકીકતમાં આવા કામો કરનાર ઠેકેદાર કોણ છે? શા માટે આવા ઠેકેદારોની સામે ધાક બેસાડતી કાર્યાવહી કરવામા નથી આવતી? સરકારી બાબુઓ શું જોઈ અને આવા ઠેકેદારોના કામોના બીલો મંજુર કરી આપે છે.?
રસ્તા કામમાં આટઆટલી બેદરકારી ન ચલાવી શકાય. પ્રજાહ્રિત માટે જવાબદારી જરૂરી બની રહી છે પરંતુ કહેવાય છે ને કે, “સમરથ કોે નહી કોઈ દોષ” આ કહ્રેવત આજે વાગડ તથા ભચાઉ પટ્ટાના રોડના કામ પર સાચી પડી રહ્રી છે. ચાર કરોડના ખર્ચે બનેલો આ માર્ગ માત્ર બે મહ્રિનામાં જ તૂટી ગયો છે. સામખીયાળી અને લાકડિયા જેવા વિસ્તારોને જોડતો આ રસ્તો પ્રજાને રાહ્રત આપવાને બદલે મુશ્કેલીનું કારણ બની ગયો છે. કામની ગ્ુાણવત્તા રોડનું કામ કોણે કર્યું? શું તે ઠેકેદાર પાસે પૂરતો અનુભવ હ્રતો? ઠેકેદાર સામે કડક પગલાં કેમ લેવાતા નથી? શું કોઈ મોટું રાજકીય રક્ષણ છે? લિગનઇટના ઓવરલોડ વાહ્રનોને કારણે રસ્તો વધુ ઝડપથી બગડ્યો હ્રોવાનો લુલો બચાવો આવા ઠેકેદારો કરી રહ્યા છે. પણ આવા બચાવો કેટલા માનય રાખી શકાય? શું અહી રોડ બનાવવાનાટેન્ડરો કાઢનારાઓને ખબર જ નથી કે, આ રોડ પર કેટલા વાહનોનુ ભારણ રહેલુ છે? કહ્રેવાય છે કે ઠેકેદારનું ગોત્ર મૂળ કોંગ્રેસ સાથે જોડાયેલું હ્રોવાથી તેને આવા કામો મળતા રહ્રે છે. જો આવું છે તો, હવે તો પદ્વતીથી જ ઈ છે કે મુળ કોંગી હોય તેમને કામ આપો એટલે તેમની પાસેથી મોટી રકમની ટકાવારી મેળવી શકાય? ભાજપના ઠેકેદારોને કામ અપાય તો તેમની પાસેથી તો ભ્રષ્ટ અધિકારીઓને કટકી ઓછી જ મળવાની છે? શું રાજકીય જોડાણના કારણે ગ્ુાણવત્તા પર આંખ આડી કરવામાં આવી રહ્રી છેપ્રજા રોજિંદા મુસાફરીમાં મુશ્કેલી અનુભવી રહ્રી છે. રસ્તો બે મહ્રિના પણ ટકી શક્યો નથી, એ દર્શાવે છે કે કામમાં ગંભીર બેદરકારી થઈ છે. તપાસ જરૂરી છે કે વાગડ-ભચાઉ-કબરાઉ રોડ-લાકડીયા-સામખીયાળી રોડ, ઉપરાંત વાગડમાં રસ્તાના કામ કરનારી એજન્સી કોણ છે? ઠેકેદાર કોણ છે? સ્વતંત્ર તપાસ થવી જોઈએ.જવાબદારી ઠેકેદાર સામે કડક કાર્યવાહ્રી થવી જોઈએ, ભલે તે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો હ્રોય.પ્રજાહ્રિત જાહ્રેર નાણાંનો ઉપયોગ પ્રજાના હ્રિત માટે થવો જોઈએ, રાજકીય લાભ માટે નહ્રીં.ગ્ુાણવત્તા નિયંત્રણ ભવિષ્યમાં આવા કામો માટે કડક ગ્ુાણવત્તા ચકાસણી અને જવાબદારી નક્કી થવી જોઈએ. રસ્તા કામમાં થયેલી બેદરકારી માત્ર પ્રજાને મુશ્કેલીમાં મૂકે છે નહ્રીં, પરંતુ જાહ્રેર નાણાંનો દુરુપયોગ પણ દર્શાવે છે. રાજકીય છત્રછાયા હ્રેઠળ જો ઠેકેદારોને કામ મળતું રહ્રે અને ગ્ુાણવત્તા પર ઘ્યાન ન
અપાય, તો પ્રજાહ્રિતને ગંભીર નુકસાન થાય છે. આ તમામ રોડ રસ્તાઓ નબળા બનાવી પ્રજાના ટેક્ષન્ પૌસાનુ આંધણ કરી અન ભ્રષ્ટાચારના ભોરીંગ બની ગયેલા આવા ઠેકેદાર અને અમુક સરકારી અધિકારીઓની સામે યોગ્ય કડક પગલા લેવા જ ઘટે.

Comments