મુંદરા પોર્ટ પર વિદેશી સિગારેટ પ્રકરણમાં રહસ્યના આટ્ટાપટ્ટા યથાવત
કસ્ટમ લખેલી કારમાં દારૂના જથ્થા બાદ સિગારેટ પણ પકડાવા લાગી, કોની બેદરકારી?કડક સુરક્ષા અને ચકાસણી વ્યવસ્થા હોવા છતાં આ કાર જેટી સુધી પહોંચી કેવી રીતે?
કસ્મટના ભ્રષ્ટ બાબુઓના ફોલ્ડરીયાઓ હેાય તો જ જેટી સુધી પહોચી જાય? આર એન્ડ આઈ-પોલીસ ઈન્ટેલીન્જસ વિભાગ શું કરી રહ્યુ છે?
માત્ર મુન્દ્રા નહીં, પરંતુ કંડલા પોર્ટ પર પણ આવી જ પરિસ્થિતિ હોવાની ચર્ચા શરૂ થઈ છે : બંને બંદરો પર ચાલતા સંભવિત ગેરકાયદેસર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ થાય તો કસ્ટમ્સ એજન્ટો તથા સંડોવાયેલા અધિકારી-કર્મચારીઓના નામો પણ આવે બહાર
ગાંધીધમા : કચ્છના બંદરો હાલના સમયે ફરથી એક મુકીને બીજી અને બીજુ મુકીન ત્રીજી દાણચોરીયુકત વસ્તુઓને લઈને ચર્ચામાં આવી રહ્યા છે. દરમ્યા ન મુંદરા પોર્ટ પર પણ કસ્ટમ લખેલી ગાડીમાથી વિદેશી સિગારેટની હેરફેર પ્રકરણનો ખુલાસો થવા પામ્યો હતો. આ કેસ બહાર આવ્યા બાદ તેમાં વિવિધ સવાલો સાથે રહસ્યમય તાણાવાણા હજુય સંકળાયેલા દર્શાય છે.
મુન્દ્રા બંદરે થોડા સમય પહેલા જ ઝડપાયેલી વિદેશી સિગારેટની ઘટનામાં વિવીધ રહસ્યમય આટ્ટાપટ્ટા સમાન સવાલો ઉભા થવા પામી રહયા છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ગેરકાયદેસર કારોબાર પાછળ કસ્ટમ્સના એજન્ટોની જ ભૂમિકા મહત્વની હોય તેવુ જણાવી આવી રહ્યું છીે. શું સિગારેટનો આ પ્રતિબંધિત જથ્થાનો માલ શીપપરથી ઉતરી ગયા બાદ આવો સામાન લેવા માટે (રેવન્યુ એન્ડ ઇન્ટેલિજન્સ)નો બની બેઠેલો અમુક સ્ટાફ જ મોકલવામાં આવતો હતો. કસ્ટમ્સ લખેલી કારમાં ભરેલી વિદેશી સિગારેટ જેટી સુધી પહોંચવી એ સામાન્ય બાબત નથી. બંદર વિસ્તારમાં પ્રવેશથી લઈને શિપથી માલ બહાર લાવવા સુધી દરેક તબક્કે કડક તપાસ અને મંજૂરી જરૂરી હોય છે. છતાં પણ શિપમાંથી વિદેશી સિગારેટ બહાર આવી અને કોઈ અડચણ વગર જેટી સુધી પહોંચાડી દેવાઈ, તે સમગ્ર પ્રક્રિયામાં અંદરખાને ગોઠવણ અને મિલીભગત હોવાની શંકા ઊભી કરે છે. માત્ર મુન્દ્રા નહીં, પરંતુ કંડલા પોર્ટ પર પણ આવી જ
પરિસ્થિતિ હોવાની ચર્ચા શરૂ થઈ છે. જાણકાર વર્ગ મુજબ ત્યાં પણ કસ્ટમ્સ એજન્ટ, સ્ટાફ અને અન્ય મધ્યસ્થોની મદદથી ગેરકાયદેસર માલ બહાર કાઢવાની રીતો અપનાવવામાં આવે છે. નિયમો અને સુરક્ષા વ્યવસ્થાઓ હોવા છતાં જો આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવે છે, તો બંદર સુરક્ષા પર મોટા પ્રશ્નચિહ્ન ઉભા થાય છે. હવે મુન્દ્રા વિદેશી સિગારેટ કેસને કંડલા પોર્ટની સ્થિતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. બંને બંદરો પર ચાલતા સંભવિત ગેરકાયદેસર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ થાય, કસ્ટમ્સ એજન્ટો તથા સંડોવાયેલા અધિકારી-કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.
પારદર્શક તપાસ જ આ સમગ્ર ગોઠવણનો ભેદ ઉઘાડશે, તેવી પ્રજાની અપેક્ષા છે.

Comments