Trending News
સ્થાનિક સમાચાર

પોલીસ તંત્રમાં બેધારી નીતિઃ સુરેન્દ્રનગરમાં સપાટો,  તો કચ્છના ભ્રષ્ટ અધિકારીઓ પર મહેરબાની કેમ?

23 December

રેન્જ આઈજી શ્રી યાદવની લાલઆંખથી ભ્રષ્ટ ખાખીમાં ફફડાટ


સુરેન્દ્રનગરમાં SMC ના દરોડા બાદ રેન્જ IG ય્ની કડક કાર્યવાહી ? :સુરેન્દ્રનગરમાં એસએમસીના ત્રણ દરોડા બાદ આઈજીશ્રી યાદવએ લાલઆંખ કરી આખેઆખી એલસીબીની ટીમનું વિસર્જન કરી નાખતા સમગ્ર બેડામાં ફેલાઈ ગયો છે ફફડાટ : તો કચ્છમાં આવા કડક ધાક બેસાડતા પગલા કયારે લેવાશે? : SMC  તો અહી પણ ધડાધડ ત્રાટકી ચુકી છે..તો ખાખીના ભ્રષ્ટ તત્વો સામે ધોંષ કયારે? 


ગાંધીધામ : રાજયના પોલીસ બેડામાં વિવીધ બદીઓની સામે કેટલાક વિસ્તારોમાં ફરજનિષ્ઠાના દર્શન થવા પામી રહ્યા છે અને સરકારની નીતીઓના ધજાગરા ઉડાળનારાઓને જરા સહેજ પણ બક્ષવામાં આવતા ન હોય તેવી ધાક બેસાડતી કાર્યવાહી કરવામા આવી રહી છે. તો કેટલાક વિસ્તારોમાં ભ્રષ્ટ બાબુઓની સામે સમ ખાવા પુરતીજ કામગીરી થતી હોવાની સરખામણી કરતી ચર્ચાઓ જાણકારવર્ગમાં ઉભી થવા પામી રહી છે. આવુ એટલા માટે કહેવાય છે કે, સુરેન્દ્રનગરમાં તાજેતરમાં જ એસએમસી દ્વારા ત્રણ જેટલા બેક ટુ બેક દરોડા પાડી દારૂના જથ્થા પકડી પાડવામા આવ્યા અને અહીના રેન્જ આઈજીએ જરા સહેજ પણ વિલંબ કર્યા વિના જ અહીની એલસીબી આખેઆખી વિખેરી નાખી, પીઅઈની સામે પણ પગલા લઈ લીધા, તો બીજીતરફ તેનાથી પહેલા કચ્છમાં પણ પૂૃવ અને પશ્ચીમ બન્નેમાંએસએમસએ નાનો સુનો નહી પણ કરોડોના દારૂને કટીંગ સમયે જ ઝડપી પાડયો છે ત્યારે અહી કોઈ મોટા અધિકારીઓ પર કાર્યવાહી થવી અથવા તો 
લાપરવાહો આખી આખી બ્રાન્ચ વિખેરી નાખી હોય તેવો કોઈ જ વર્તારો સામે આવવા ન પામતા અટકળો અને ચર્ચાઓ તેજ બની જવા પામી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ સપ્તાહમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (જીસ્ઝ્ર) દ્વારા ત્રણ સફળ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે કડક હાથે કામગીરી કરી છે. તેમણે તાત્કાલિક અસરથી ન્ઝ્રમ્ પી.આઈ. જે. જે. જાડેજાની બદલી કરી નાખી છે. આખેઆખી ન્ઝ્રમ્ ટીમનું વિસર્જન કરી પોલીસ બેડામાં ફફડાટ ફેલાવી દીધો છે. જયારે કચ્છમાં તંત્રની ઉદાસીનતા દેખાવવા પામી રહી છે.  કરોડોનો દારૂ પકડાવા છતાં ઉચ્ચ અધિકારીઓ સુરક્ષિત દેખાય છે. 
સુરેન્દ્રનગરની સરખામણીએ કચ્છમાં સ્થિતિ ચિંતાજનક છે. કચ્છમાં અવારનવાર જીસ્ઝ્ર દ્વારા કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે, તેમ છતાં અહી તો માત્ર નાના કર્મચારીઓ સામે પગલાં ભરીને સંતોષ માનવામાં આવતો હોવાના વર્તારો જોાવઈ રહ્યો છે. શ્રી યાદવે કરેલી કડક કામગીરી અન્યો માટે બોધપાઠ રૂપ જ બની રહી છે તેમ કહેવુ અસ્થાને નહી ગણાય.


.....................

કચ્છમાં SMC દ્વારા કરવામાં આવેલી તાજી મોટી કામગીરી


-  ભચાઉ (પૂર્વ કચ્છ)ઃ ટેન્કરમાં છુપાવેલ ?૧.૮૯ કરોડનો દારૂ (૧૭,૫૫૦ બોટલ) ઝડપાયો. કેરા (ભુજ)ઃ દારૂના કટિંગ વખતે દરોડો પાડી ?૧.૨૮ કરોડનો શરાબ જપ્ત. ત્રગડી (માંડવી)ઃ ?૮૩.૭૮ લાખનો દારૂ પકડાયો (માત્ર અહીં જ પી.આઈ.ને લીવ રિઝર્વમાં મુકાયા હતા). નારાણપરઃ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ?૧૦.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત.અંજારઃ વીડી ગામે દેશી દારૂના ભઠ્ઠા પર દરોડો.



............................

જેલમાંથી નેટવર્ક અને ‘નાના’ પર ગાજ

કેરાનો અનોપ હોય કે ત્રગડીનો યુવરાજ, જેલમાં બેઠા બેઠા ચલાવી રહ્યા છે દારૂનુ નેટવર્ક : અનોપ પાસા હેઠળ હોવા ઉપરાંત પંજાબથી રેલ માર્ગો કરોડોનો દારૂ ઘુસાડી ચુકયો છે, તો યુવરાજ પણ જેલવાસ ભોગવી રહ્યો હોવા ઉપરાંત પણ ત્રગડી પટ્ટામાં હાલમાં જ તેના સાગરીન અનીલ હસ્તકનો બે કરોડનો દારૂ જીઆઈડીસી  પટ્ટામાથી ઝડપાયો હતો..!


ગાંધીધમા : અહેવાલ મુજબ, કેરાનો કુખ્યાત બુટલેગર જેલમાં હોવા છતાં ત્યાંથી પોતાનું દારૂનું નેટવર્ક બેરોકટોક ચલાવી રહ્યો છે, જે પોલીસ તંત્ર માટે શરમજનક બાબત છે. જ્યારે પણ જીસ્ઝ્રના દરોડા પડે છે ત્યારે જવાબદાર SP , Dysp કે PI સામે કડક પગલાં લેવાને બદલે માત્ર હેડ કોન્સ્ટેબલ કે નીચલા સ્તરના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને ઉચ્ચ અધિકારીઓને છાવરવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

 

Comments

COMMENT / REPLY FROM