Trending News
સ્થાનિક સમાચાર

‘હોમ્સ ઇન ધ સીટી’ અને ‘સમ્માન ફાઉન્ડેશન’, ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘વિન્ટર ક્લોથ કલેક્શન ડ્રાઈવ’ યોજાશે

22 December



ભુજ - કચ્છઉદય : શિયાળો આવે છે ત્યારે ટાઢ માત્ર હવામાં નથી વધતી; ઘણી જિંદગીઓમાં એ ટાઢ રોજિંદી લડાઈ બની જાય છે. કોઈ માટે શિયાળો ઋતુ છે, તો કોઈ માટે એ સહન કરવાની પરિક્ષા. આવા સમયમાં માત્ર કપડાંથી જ નહિ, પરંતુ માનવતા, સંવેદના અને સમ્માનથી હૂંફ મળે છે. આ ભાવને કેન્દ્રમાં રાખીને ભુજની સામાજિક સંસ્થાઓનાં પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સીટી’ અને ‘સમ્માન ફાઉન્ડેશન’, ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે, આગામી ૨૫ ડિસેમ્બરના રોજ ‘વિન્ટર ક્લોથ કલેક્શન ડ્રાઈવ’નું આયોજન કરાયું છે.
નાતાલના શુભ દિવસે ૨૫ ડિસેમ્બરે સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધી, ભુજના મંગલમ ચાર રસ્તા, વોર્ડ નંબર ૭ની ઓફિસ પાસે આવેલા ‘રીસાયકલ, રિયુઝ અને રીડ્યુઝ સેન્ટર (ઇઇઇ સેન્ટર)’ ખાતે આ એક દિવસીય કલેક્શન ડ્રાઈવ યોજાશે. ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં સેંકડો પરિવારો વસે છે, જેમના પાસે શરીર ઢાંકવા માટે પણ પૂરતાં વસ્ત્રો નથી હોતાં ત્યારે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આ પરિવારો તો ખરેખર લાચાર બની જતા હોય છે. આ પરિસ્થિતિમાં આપ સૌ તરફથી એકત્રિત તમામ ચીજ-વસ્તુઓ પારદર્શક અને સંવેદનશીલ રીતે જેઓને સાચી જરૂર છે ત્યાં પહોંચે એ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. 
 -----

Comments

COMMENT / REPLY FROM