Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સક્રીય ડિઝલ દાણચોરો માટે ખુશખબર : કંડલા-પીપાવાવ- મુંદરા સહિતમાં અટકેલા જહાજોને લીલીઝંડી : કોણે કર્યુ સેટીંગ?

22 December

યે પૈસા બોલતા હે..યે પૈસા બોલતા હે..!



કસ્ટમ સહિતની એજન્સીઓએ થોકબંધ ડિઝલનો જથ્થો રેલીઝ કર્યો, હવે કચ્છ કલેકટરશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીની કસોટી શરૂ : એમએચઓનીઆડમાં મોટી માત્રામાં આવેલ પ્યોર ઈંધણ ગેરકાયદેસર રીતે ગાંધીધામ-અંજાર-અંતરજાળ આસપાસ, પડાણા પાસે, મુંદરામાં ગુંદાલા પાસે, કપાયામાં આવેલ ગાંધીધામની પાર્ટીના એક વિશાળ ગોડાઉનમાં તથા અંજારના માથક સમીપે અને અજાપર રોડ પર દિપક-રાજેશનો સ્મગલીંગ યુકત ડિઝલનો આયાત કરનારો સંગ્રહ કરતા મોટા મોટા વિવિધ અડ્ડાઓ બની જશે બેફામ 



ગાંધીધામ : ઠન ઠન કી સુનો ખનકાર, યે દુનીયા હે કાળા બાજાર, યે પૈસા બોલતા હે..યે પૈસા બોલતા હે..હકીકતમાં કયાંક ને કયાંક કચ્છમાં પણ વિદેશથી માઈક્રો હાઈડ્રો કાર્બન દર્શાવી અને તેની આડમાં ડીઝલનો કાળો કારોબાર ધમધમાવનારાઓની ગેંગ માટે પણ કયાંક સચોટ ઠરતી જ હોવાનુ સંકુલમાં ચર્ચાવવા પામી રહ્યું છે. આવી ચર્ચા એટલે વેગવાન બનવા પામી છે કે, પાછલા પાંચેક માસથી મુંદરા-કંડલા-પીપાવાવ સહિતના પોર્ટ પર ડીઝલદાણચોર ટોળકી અમિતના વેશલ્સ સહિતનો મોટો જથ્થો અટકી જવા પામ્યો હતો. અને તેના લીધે મિક્ષ ઓઈલ-બાયોડીઝલ તરીકે વપરાતા આ ઈધણની મોટી ઘટ્ટ ઠેર ઠેર ઉભી થવા પામી ગઈ હતી. 
અમિત અને ભ્રષ્ટ પીઆઈ ટોળકી તો સાણસામાં આવી જ ગઈ હતી પરંત કઈકના બેનામી અડ્ડાઓ પણ ઠપ્પ થઈ ગયા હતા તો આવા મિક્ષઓઈલનો ઈંધણ તરીકે ઉપયોગ કરનારા પણ માલ ઓછો હોવાથી ઉંચા ભાવ આપીને ખરીદવાની સ્થીતી ઉભી થવા પામી ગઈ હતી. આ બધાયને માટે હવે ખુશખબર સમાન વાત એ સામે આવી રહી છે કે, થોકબંધ વેશલ્સમાં અટકેલો આ માલ હવે છુટી જવાનીકગાર પર છે. અથવા તો છોડી મુકવા માટેની લીલીઝંડી આપી દેવામા આવી હોવાનુ મનાય છે. અમિત ટોળકીએ તો આ માટે પાછલા ચારથી પાંચ માસમાં દીવસ રાત એક કર્યા પરંતુ તેનો માલ તો છુટયો જ નહી,  તો પછી આ પ્રકારનો માલ કોની વગ અને પ્રેસરથી છુટવા પામી રહ્યો છે તેને લઈને ચર્ચાઓ વેગવાન બની રહી છે. સેટીંગ કોણે કરાવ્યુ? કોની સાથે સેટીંગ થયુ? આવી ચર્ચાઓ હવે ઉભી થવા પામી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, કસ્ટમ અથવા તો અન્ય એજન્સીઓએ તો પ્રેસર તળે અથવા તો પેસાની મોહીની તળે ટેબલદીઠ ભાવ વધારો કરી અને આ સેટીંગ કરી લીધુ અને હવે તગડો માલ એકસાથે રીલીજ થવાની તૈયાર છે, તેવામાં હવે જવાબદારી કચ્છ કલેકટર, કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી અને વિવિધ પ્રાંત અધિકારીઓ ઉપરાંત જિલ્લા પુરવઠા અધિકારીની કસોટી શરૂ થવા પામી રહી છે. કારણ કે આ માલ હવે ધડાધડ લોકલ બજારમાં ઠલવાશે. મુંદરા-ભુજ-ગાંધીધામ
-ભચાઉ-અંજાર સહિતના વિસ્તારોમાં આ માલ સંગ્રહ કરનારાઓ અડ્ડા ફુલફલેજમાં ધમધમી ઉઠશે. વાહનોની કતારો આ અડ્ડાઓ પર લાગવા પણ પામશે. હવે બાયોડીઝલના અડ્ડા ફરી બેફામ બની જાય તો નવી નવા નહી કહેવાય તેમ જાણકારો કહી રહ્યા છે.



..............


એમએચઓની આડમાં ડિઝલ મંગાવનાર અમિતના સાગરીતો

દિપક-ભરત-રાજેશ ટોળકીએ છછ કલાસ પરવાનો લીધો છે :
આ સહિતની ગેંગથી કલેકટર એન્ડયૂઝ સર્ટી. કેમ નથી માંગતા?


જયારે પણ ગોડાઉનમાં સંગ્રહ કરનારાઓ પાસે ઈંધણ આવે છે, ત્યારે મામલતદારથી રીપોર્ટ કરાવો કેટલી માત્રામાં માલ આવ્યો, અને એ ગોડાઉનમાથી કઈ ફેકટરીમાં ઈન્ડસ્ટ્રીયલ ઓઈલ તરીકે માલ ગયો, દસ્તાવેજી પુરાવા લઈ અને જે કંપનીમાં માલ ગયેલો દર્શાવાય છે તે કંપનીથી એન્ડયુઝ એટલે કે તેણે મંગાવેલો માલ અને કંપનીમાં વપરાન કર્યાનો પ્રમાણપત્ર મેળવી ક્રોસ વેરીફાઈ કરાવો, 
તો કચ્છ આખાયમાં વકરેલુ ડીઝલનો કાળો કારોબાર ખુલશે


ગાંધીધામ : કચ્છમાં બાયોડીઝલ, ગેરકાદેસર તેલના આવા અડ્ડાઓને બંધ કરવા હોય તો તંત્ર અને પોલીસે માત્ર સંકલન કરી અને એન્ડ યુઝ સર્ટીફીકેટ જ માંગવાની જરૂર છે. કારણ કે આ ઓઈલ મંગાવાય છે ઈન્ડસ્ટ્રીયલ ઓઈલ તરીકે. ડીકલેર ઈન્ડસટ્રીયલ ઓઈ કરે અને લવાય છે પ્યોર ડિજલ. જે બાદમાં લોકલમાં ડમ્પ થયા બાદ મોટી સંખ્યામાં વાહનો ધરાવનારાઓને દસ-પંદર રૂપીયા સસ્તો આપી દેવામા આવતો હોય છે. હવે તંત્રને કામગીરી કરવી જ હોય તો કલેકટરશ્રી મામલતદારોને સુચના આપે, પોર્ટ પરથી માલ અવ્યો તે કયાં સગ્રહ કરવામા આવ્યો છે? કેટલો માલ ત્યા અવ્યો છે? કઈ કઈ કંપનીમાં કેટલી માત્રામાં માલ મોકલાયો છે?તેની વિગતો આ સંગ્રહ કરનારથી લઈ લેવી જોઈએ. બાદમાં જે-તે કંપનીમાં જઈ અને ઈન્ડસટ્રીયલ ઓઈલ આવ્યુ તેના વપરાશના આંકડાઓની ચકાસણી કરવી જોઈએ તે કંપનીથી જ લખાવવુ જોઈએ કે, આવેલ ઓઈલ કેટલા પ્રમાણમાં કયા વપરાશથી તેણે વાપર્યુ છે? એટલે કે એન્ડ યુઝ સર્ટીફીકેટ તંત્રએ હસ્તગત કરવુ જોઈએ. તો આપો
આપ મસમોટુ ડીઝલ કૌભાડ બહાર આવવા પામી જાય તેમ છે. 



..................

કચ્છમાં ગેરકાયદે ઈંધણ પકડાય છે, પણ ઁમ્સ્ એકટ તળે કેમ નથી થતી લાલઆંખ?


ગાંધીધામ : ગુજરાતના સીએમ નરેન્દ્રભાઈ હતા, તે વખતે તેમના સગાભાઈ પ્રહલાદભાઈની સામે ભેળસેળના પ્રકરણમાં થઈ હતી પીબીએમ તળે કાર્યવાહી, અશોકભાઈ ભટ્ટે તે વખતે કાયદાનું કરાવ્યુ હતુ ભાન, હવે કયાં ગયા આવા જાબાંઝ મુખ્યપ્રધાન-પુરવઠાપ્રધાન, અને અધિકારીગણ? કચ્છમાં પણ ડીએસઓ તરીકે શ્રી ડામોર-શ્રી ભગોરાની ભુતકાળમાં જોઈ લ્યો કાર્યવાહી? કાયદાના નિષ્ણાંત હોવાથી પબ્લીક બ્લેકમાર્કેટીંગ કરનારાઓ પર તે વખતે ગરજતી હતી ગાજ? : હવે કયાં ગયા ડામોર અને ભાભોર જેવા દીલેર ડીએસઓ..? પીબીએમ તળે જ કાર્યવાહી થવી ઘટે અને મોટામાથાઓ સુધી રેલો લંબાય અને તેમને જેલ ભેગા કરવામા આવે તો જ આ બેનામી સામ્રાજય પણ નિયંત્રણ આવશે.

Comments

COMMENT / REPLY FROM