પાણીની એક્સપ્રેસ લાઇન પરના દબાણો પર તવાઈ ગાંધીધામમાં ૭૦થી વધુ કાચા-પાક્કા દબાણો હટાવાયા
મનપા કમિશ્નરની લાલઆંખ : કરોડોની કિમંતી જમીન ખુલ્લી કરાવાઈ
દબાણકારો પૈકીના અમુક તો ખોટા જ સાણસામાં આવી ગયા, દબાણો કરી ગયા કોઈક, પાણીની એકસપ્રેસ લાઈન પર દબાણકરી પાક્કા બાંધકામો સાથે તેનો વેપલો કરી રોકડી ખાઈ અને જતા પણ રહ્યા, હવે ફસાયા નિદોર્ષ આવા દબાણો પર અજાણતાથી ખરીદી કરી અને રહેનારા લોકો...!
આ પટ્ટામાં પાણીની લાઈનો પર આગળના ભાગે કેટલાક દબાણકારાોએ તો ગેરકાયદેસર જોડાણો જોડી પાણીના મોટા મોટા વોટરપ્લાન્ટસ બનાવી નાખ્યા છે, તો અમુક જગ્યાએ તો મોટા મોટા કુવાઓ બનાવી અનતે તેમાંથી ટેન્કરોના ટેન્કરો ગેરકાયદેસર રીતે ભરાઈ રહ્યા છે, તો વળી કયાંક દારૂના અડ્ડાઓ પણ બની ગયા છે, આ બધાય દબાણોને પણ દુર કરવા જોઈએ
આ એ જ જગ્યા છે કે જયા માથભારી લોકોએ દબાણ દુર કરવાના સમયે બંદોબસ્તમાં રહેલા પીઆઈ પર પથ્થરમારો કરી તેમને પણ લોહીલુહાણ કરી દીધા હતા
ગાંધીધામ મનપા કમિશ્નર શ્રી ગુરવાણીની ટીમ દ્વારા બોલાવાતી ધોંષના પગલે દબાણકારોમાં ફેલાયો છે ફફડાટ : આજ રોજ સવારથી જ ચાલી રહેલી બુલડોઝરવાળી કાર્યવાહીથી અન્ય દબાણકારો સ્વૈચ્છાએ જ દબાણો હટાવવા લાગ્યા
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધમા સકુલને વિકાસની દીશામાં નવી ઉંચાઈએ લઈ જવા માટે કમિશ્નર મનીષ ગુરવાણી દ્વારા સતત ભગીરથ પ્રયાસો કરવામા આવી રહ્યા છે. શહેરને સુંદર-સ્વચ્છ, દબાણમુકત, સુવિધાયુકત બનાવવાના તેઓ સંકલ્પબદ્ધ રહેલા છે. વરસોથી ગાંધીધામ શહેરમાં રાજવી ફાટક પાસેથી લઈ અને રીશી ફાટક સુધીના વિસ્તારમાં આજે ધડાધડ દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરવામા આવતા શહેરમાં વધુ એક વિસ્તારમા કીમંતી જમીનો દબાણમુકત થાય અને આમપ્રજાજનોની સુવિધાઓમાં વધારો થાય તેવો વર્તારો જોવાઈ રહ્યો છે. કમિશ્નરશ્રી મનીષ ગુરવાણી અને તેમની ટીમ દ્વરા કરવામા આવી રહેલી કામગીરીના લીધે દબાણકારોમાં પણ ભારે ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો છે.
ગાંધીધામ શહેરમાં ટ્રાફિક અવરોધ અને જાહેર માર્ગ
પરના ગેરકાયદે દબાણો સામે મનપાએ આજે કડક કાર્યવાહી હાથ ધરી હતી. રાજવી ફાટકથી રિશી ફાટક સુધીના માર્ગ પર પાણીની એક્સપ્રેસ લાઇન ઉપર કરવામાં આવેલા ૭૦થી વધુ કાચા તેમજ
પાક્કા દબાણોને દૂર કરવામાં આવ્યા.દબાણકારોને અગાઉ મનપા દ્વારા ૩ દિવસની નોટિસ આપવામાં આવી હતી. નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આજે વહેલી સવારથી મનપાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. સમગ્ર કાર્યવાહી મનપાના ડેપ્યુટી કમિશ્નર શ્રી સંજય રામાનુજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં દબાણ
ઇન્સ્પેક્ટર શ્રી ગાયત્રીપ્રસાદ જોશી સહિત મનપાનો સ્ટાફ,
પીજીવીસીએલના અધિકારીઓ તથા પૂરતો પોલીસ બંદોબસ્ત હાજર રહ્યો હતો. દબાણો દૂર થતા માર્ગ ખુલ્લો અને પહોળો બન્યો છે, જેના કારણે વાહન વ્યવહાર વધુ સુવ્યવસ્થિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. મનપા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરમાં જાહેર માર્ગો અને સરકારી જમીન પર ગેરકાયદે દબાણો કરનારાઓ સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી
................
કચ્છઉદયના અહેવાલ પર મનપાની મહોર
રાજવી ફાટકથી ભારતનગર તરફના પટ્ટામાં કાચ્ચા-પાક્કા દબાણો, પાણીની લાઈન પર થવા પામી ગયા છે, તેને દુર કરો,નો સચોટ અહેવાલ આ પ્લેટફોર્મ પરથી તા.૧૮-૧૧-૨૫ ૫ાના...ન...૮ પર..ઉજાગર થયો હતો જે બાદ હવે આ દબાણો પર તંત્ર ત્રાટકતા કચ્છઉદયના વધુ એક અહેવાલને સમર્થન મળવા પામી રહ્યુ છે.
..............
છે ને મોટાપેટવાળા અધિકારીઓની બલિહારી : કમિશ્નરશ્રી
કરી શકયા તો મોટાપેટવાળા ભ્રષ્ટ તત્વો કેમ કાર્યવાહી ન કરી?
રાજવી ફાટકથી રીશીફાટક સુધીના ગેરકાયદેસર કાચ્ચા પાક્કા દબાણો લાંબા સમયથી થયેલા છે, નગરપાલીકા સમયમાં મોટાપેટવાળા અધિકારીઓ જે હજુ પણ મનપામાં જ ચીટકીને બેઠા છે, તેઓએ આ કામગીરી કરવામાં સતત લાજનો તાણ્યો હતો ઘુમટો : કમિશ્નરશ્રીએ એક જ લટાર મારી અને સરકાર હિતમાં આવા કાચ્ચા-પાક્કા દબાણો ધડાધડ કરાવી દીધા દુર
ગાંધીધામ : ગાંધીધામમાં મનપાનું નિર્માણ થયુ તે બાદ કમિશ્નરશ્રીની નિમણુક થતા જ શહેરને દબાણમુકત સુંદર-સ્વચ્છ બનાવવા માટેની કાર્યવાહી સતત ચાલી રહી છે. આજે સવારથી પણ રાજવી ફાટકથી લઈ અને રીશી ફાટક સુધીના દબાણોને દુર કરવાની કાર્યવાહી આરંભાઈ છે. અહી દબાણો લાંબા સમયથી થયેલા છે છતા અગાઉના મોટાપેટવાળા અધિકારીઓએ આ કામગીરી કરવાની તસ્દી જ ન લીધી, રોડ-રસ્તા તથા પેવરબ્લોક સહિતના ભ્રષ્ટાચાર થઈ શકે તેવા જ કામો પર વધારે ધ્યાન આપ્યુ. હાલમાં જયારે કમિશ્નરશ્રી આ મુજબની ધાક બેસાડતી કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે લોકો કહી રહ્યા છે કે, મનપાના મોટાપેટવાળા બની બેઠેલા અધિકારીઓની જ બલિહારી છે ને..! શહેરીજનોને અસુવિધાન ભરડામાં રાખવા, પ્રજા જાય તેલ લેવા, બસ તેમને તો પોતાના જ ગજવા કેમ ભરાય તેમા જ રસ હોય તેવી રીે વર્તતા હતા તે હવે કમિશ્નરશ્રી પ્રજાહિતમાં કડકાઈથી કામ કરી રહ્યા હોવાથી બધુ બરાબરનુ ખુલ્લુ પડી રહ્યું છે.

Comments