ગાંધીધામ ગાયત્રી મંદિર રોડ પાસેેના મનપાના કામમાં ઉલટી ગંગા : રોડ નીર્માણ પહેલા પાણીના નાળા બનાવો
કમિશ્નરશ્રી ગોર ફરમાવે
રોડ નિર્માણ થાય છે તે પહેલા વરસાદી પાણીના નિકાલ માટે નાળા બનાવવા જરૂરી : કેમ તે ભુલાઈ રહયુ છે? : શું પહેલા રોડ બની જશે, પછી ચોમાસામાં પાણી ભરપુર ભરાશે તે બાદ માટીપગા અમુક બની બેઠેલાઓને પ્રણય માન થશે કે અહી તો વરસાદી નાળા બનાવવા જ રહી ગયા છે? તો રોડ તોડીને ફરીથી ત્યાં પાણીના નાળા બનાવવામાં આવશે કે કેમ?
ગાયત્રી મંદીર રોડ પર મનપા દ્વારા રોડ નિર્માણનું કામ સામે મોટા સવાલો : મનપામાંથી કોણ કરીરહ્યુ છે આ કામનુ સુપરવિઝન : એકબાજુનો આખો રસ્તો કરી દીધો છે બંધ : ભરચક ટ્રાફીક વાળા એરીયામાં રોડ સદંતર બંધ, ટ્રાફીક સંચાલનની પણ કોઈની વ્વયસ્થા ન હોતા શીરદર્દ સમાન સમસ્યા થતી હોવાનો છે વર્તારો
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામને મનપા મળ્યા બાદ માળખાગત સુવિધાના કામો કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ ધડાધડ ચાલી રહ્યા છે પરંતુ આ કામોની ગુણવત્તા અને કામની પદ્વતીઓ પર વધારે ધ્યાન આપવુ જરૂરી લાગી રહ્યુ છે. કમિશ્નર મનીષ ગુરવાણી ખુદ રોડ રસ્તાના કામોની ચકાસણી કરવા જાય છે અને નાનકડી સ્ટીક નાખતા આ રસ્તાઓના ડામર-પોપડા ઉખડવાની સ્થિતી આવી રહી છે અને આવા ઠેકેદારોને કમિશ્નરશ્રી ખુદ કડક તકેદારી રાખવાની સુચનાઓ આપી રહ્યા છે, બીજીતરફ પાર્કીંગ પ્લોટનું હજુ તો લોકાર્પણ થાય ન થાય કે તેના ગણતરીના કલાકોમા જ ત્યાથી પાણી નીકળવા લાગી જવાની ઘટના બની જાય છે અને તેમા પણ ઠેકેદારનેસ્થળ પર જ બોલાવી અને દંડ ફટકારવામાં આવી રહ્યાો છે, હજુ તો આ પ્રકારની કામગીરી અને તેની સામે થયેલી કાર્યવાહીના અહેવાલોની સ્યાહી પણ નથી સુકાઈ કે હવે, ગાયત્રી મંદીર રોડ પર એક બાજુ રસ્તો બંધ કરી અને રોડ નિર્માણનું કામ મનપાતંત્ર દ્વારા કરવામા આવી રહ્યુ છે પરંતુ અહી પણ ચાલતી કામગીરી વચ્ચે જ ઉલટીગગા સમાન કામ કરવામાં આવી રહ્યુ હોવાનો બળપો પ્રબુદ્ધવર્ગ ઠાલવી રહ્યા છે.
જાણકારો કહી રહ્યા છે કે, મનપા કમિશ્નરશ્રીએ આ કામ કોના સુપરવિઝન હેઠળ ચાલી રહ્યુ છે તેના કડક ઉધડા લેવા જોઈએ. કારણ કે, રોડના કામમા ખાડાઓ આડેધડ ખોદાઈ રહ્યા છે, હાલમાં રોડ નિર્માણનુ કામ થવા પામી રહ્યુ છે પરંતુ કયાંય વરસાદી નાળા બનાવવામાં આવ્યા હોય તેવુ જણાતુ નથી? આવો કેમ ઉલટીગગાનો તાલ કરવામા આવી રહ્યો છે? હાલમાં રોડ બની રહ્યા છે, તે બાદ જયારે ચોમાસામાં અહી જળભરાવ થશે ત્યારેમનપાના અમુક બની બેઠેલા ભ્રષ્ટ તત્વોને ભાન થશે કે અહી વરસાદી નાળા મુકવાના જ બાકી રહી ગયા છે? એટલે તે વખતે ફરીથી ટેન્ડકરો બહાર પાડી અને આ બનેલા રસ્તાઓ તોડી અને ત્યા નાળા રાખવાના કામો કરવામા આવશે? આ કામને ઉલટી ગંગા નહી તો શું કહેવાય? હકીકતમાં તો હાલમાં જ વરસાદી નાળાની જગ્યાઓ રાખવી જોઈએ અને તે સાથે રોડ નિર્માણનું કામ થવુ જોઈએ? આડેધડ આ રીતે કામ કોણ કર રહ્યા છે? કોના આદેશથી થઈ રહ્યા છે? તે ખેરખર તપાસ કરવી જોઈએ. હકીકતમાં તો મહાનગરપાલીકાના એન્જીનીયરની સામે જ આ બાબતે કડક હાથે કામ લેવાની જરૂર છે. આ તમામ જવાબદારી નગરપાલિકાના એન્જીનીયરની જ બની રહી છે? તેને કેમ આ બધુ નથી દેખાતુ?

Comments