Trending News
સ્થાનિક સમાચાર

પરવેઝ તો ચીભડચોર છે, તેના આક્કાઓ સુધી પહોંચો : રાજેશ-નવાઝ સોપારી-સિગારેટ સ્મગલીંગના છે સુત્રધારોઝ્ર

22 December

મનપ્રિત હોય કે પરવેઝ, ઝોનમાં નથી થતા લાયન્સ રદ!



ખાટલે મોટી ખોટ : કસ્ટમ વિભાગ સીલ પોતાના જ કેમ નથી લગાડતું? પલટી પ્રથાને ડામવુ હશે તો આરએફઆઈડી સીલ કસ્ટમે લગાડવા જ પડશે? જેના મારફતે પ્રત્યેક વાહનનુ મોનીટરીંગ જીપીઆરસી સિસ્ટમ મારફતે કસ્ટમ બેઠા બેઠા જ કરી શકશે અને પલટી થતી ગાડીઓ તરત જ પકડી શકાશે? જો કસ્ટમ કમિશ્નરશ્રી આરએફઆઈડી સિલ જયારે કન્ટેઈનર ઉતરે છે તે જ વખતે લગાવી દે તો પલટી પ્રથામાં ઘણા અંશે બ્રેક આવી શકે.! : પરવેઝે પલટી મારી લીધી, મુળ વિદેશી સિગારેટનો કરોડોનો માલ કયાં પગ કરી ગયો? આ બધાયના નામો આવવા જોઈએ બહાર, તમામની સામે થવી જોઈએ ધાક બેસાડતી લાલઆંખ


કચ્છમાં ઈડી જેવી એજન્સીએ ત્રાટકવાની છે જરૂર : યુઝડ કલોથસ-ગાભા ચીથરાઓમાં દાનકી પર કામ કરનાર પરવેઝ કેવી રીતે કરોડોનો આસામી બની ગયો? સોપારી હોય કે સિગારેટ, દાણચોરીમાં કોના ઈશારે પરવેઝ કરી રહ્યો છે આટઆટલી હિમંત? ૧ર કરોડની સીગારેટ દાણચોરી કરવી એટલી હેશિયત તો આ બની બેઠેલા પરવેઝની નથી? તો તેની પાછળ રોકાણકાર તરીકે કયા કયા માથાઓ રહેલા છે? ત્યા સુધી થવી ઘટે તપાસ : દિલ્હી-મુંબઈ સહિતની કઈક પાર્ટીઓ આ પરવેઝને આગળ ધરીને આદરી રહ્યા છે મોટા મોટા કાંડ : એન્ફોર્સમેન્ટ ડીરેકટર ઉધડો લે તો મોટો દલ્લો અને કઈક મોટુ નેટવર્ક બહાર આવી શકે તેમ છે




ગાંધીધામ : મુંદરામાં વિદેશથી પ્રતિબંધિત સિગારેટ મંગાવી અને તેને કોલકત્તા લઈ જવામા આવી રહી છે તેવુ જણાવી અને માર્ગમાથી પલટી મારી તેની જગ્યાએ ડુપ્લીકેટ સિગારેટ ભરી, વિદેશનીપ્રતીબંધીત સિગારેટ લોકલમાં ડમ્પ કરી દેવાના નેટવર્કનો તાજેતરમં જ પર્દાફાશ થવા પામ્યો છે અને તેમાં પરેવેજ નામના શખ્સની ધરપકડ પણ કરી લેવામા આવી છે. પરવેઝની ધરપકડ કરાઈ છે, તે ખુબ સારી વાત છે, લાંબા સમયથી આ પરવેઝ યુઝડ કલેાથસથી માંડી અને સોપારી કે સિગારેટ જેવા બેનામી દાણચોરીના ધંધામાં બહુચર્ચિત જ રહેલો હતો. કયારેક પ્લાસ્ટીક ગ્રાઈન્ડીંગના નામે તો કયારે સ્ક્રેપના નામે સોપારી જેવી ઉંચી ડયુટીવાળી વસ્તુઓ ચોરીછુપીથી દાણચોરીના રૂટ-સિસ્ટમ અનુસાર ઠાલવતો રહેતો હતો અને હવે અંતે એજન્સીના રવાડે તે ચડી જવા પામ્યો છે. આ પરવેઝથી તો જે કોઈ કાર્યવાહી અને રીકવરી થાય તે જરૂરી જ છે પરંતુ તેની સાથોસાથ એજન્સીઓએ તપાસવાની જરૂર છે કે, આ પરવેઝની પાછળ કયા હાથથ્થાઓ રહેલા છેા? કારણ કે મુંબઈ-દિલ્હી સહિતનામોટા માથાઓ અને ઝોન તથા મુંદરામાં અગાઉ દાણચોરીમાં હાથ અજમાયીશ કરી ચુકેલાઓ છે તેવા શખ્સો આ પરવેઝને હાથા તરીકે ઉપયોગ કરી રહ્યા હોવાનુ ચર્ચાય છે. પરવેઝનીહીસટ્રી ચકાસવામા આવશે તો ગાભા અને ચીથરાના એટલે કે યુઝડ કલોથસનાકામોમાં ફોલ્ડરીયા તરીકે યુનિટમાં કામ કરતો હતો અને હવે આજે ૧ર કરોડની સિગારેટના દાણચોરી પ્રકરણમાં એ ઝડપાયો છે. પરવેઝની હેશીયત બાર કરોડની સિગારેટ મંગાવવાની કે કન્સાઈનમેન્ટ કરવાની તો છે જ નહી..! 
તો પછી આ પરવેઝ કોનો હાથ્થો બની રહ્યો છે? તેની પાછળ કરોડોના આવા દાણચોરી પ્રકરણમાં ફાયનાન્સર તરીકે, રોકાણ તરીકે 
કોણ રહેલા છે? જો તપાસ કરવામા આવશે તો અગાઉ પણ કાસેઝમાં જે યુનિટો સોપારી સગેવગે કરી દેવાના કારસાના ભાગરૂપે જ ભયાવહ આગના મોટા બનાવો બની ચુકયા છે તેવા રાજેશ અને સોપારી દાણચોરીમાં તાજેતરમં જ અમદાવાદ ડીઆરઆઈના હથ્થે ચડી ચુકયા છે અને જેલવાળ પણ ભોગવી ચુકેલાનવાઝ સહિતનાઓના પણ નામો બહાર આવવાની સંભાવના સેવાઈ 
રહી છે.



.....................


કોલકત્તા મોટુ કે મુંદરા બંદર મોટું? થોડુ તો વિચારો.!

કસ્ટમ કમીશ્નરશ્રી નીતીન શૈની ગોર ફરમાવે :
બોન્ડ ટુ બોન્ડની મંજુરીઓ આપવી જ શા માટે.!

મુંદરાથી કોલકત્તા બોન્ડ ટુ બોન્ડ માલ લઈ જનારા વેપારીને શું ફાયદો થશે? મુંદરામાં ૧૦ જહાજ આવતા હશે તો કોલકત્તામાં ૧૦૦ જહાજ..? દેશનું સૌથી મોટુ શી પોર્ટ છે કોલકત્તા? કયો એવો મુર્ખ વેપારી હશે કે જે કોલકત્તાને છોડી મુંદરા માલ ઉતારે અને રોડ માર્ગે તેને કોલકત્તા લઈ જવાનુ પસદ કરે?

કમિશ્નર શ્રી શૈની બોન્ડ ટુ બોન્ડ જતા કન્સાઈનમેન્ટોની પરવાનગી આપવાનું જ બંધ કરે, તો અને તો જ પલટી પ્રથાનો મોટો વકરી ગયેલો સડ્ડો અટકે


ગાંધીધામ : કચ્છના મુંદરા બંદર પર આવતી વસ્તુઓને પલટી મરાવી અને દાણચોરી કરવાના વિવિધ મામલાઓ પાછલા અમુક સમયથી સામે આવી રહ્યા છે. તાજેતરમાં પણ મુંદરાથી કોલકત્તા જઈ રહેલી કરોડોની સિગારેટનો પર્દાફાશ થયો છે ત્યારે કસ્ટમના કમીશ્નરશ્રીએ જ આ બાબતે થોડીક કડકાઈ કરવાની જરૂરીયાત રહેલી છે. જાણકારો કહી રહ્યા છે કે, સહજતાથી જ વિચારવાની જરૂર છે કે, મુંદરાથી કોલકત્તા આ માલ લઈ જવાનીજરૂર જ કયા પડી? મુંદરા કરતા તો કોલકત્તા દેશની મોટુ સી પોર્ટ છે. મુદરામાં કદાચ દસ જહાજ આવતા હશે તો કલકત્તામાં ૧૦૦ જહાજ આવે છે. કેમ એ ભુલાઈ રહ્યુ છે..કોઈ પણ વેપારીને કોલકત્તા માલ ઉતારવો હોય તો તેને મુંદરા સુધી લાંબા થવાની જરૂરીયાત જ કયાં છે? એટલે બોન્ડ ટુ બોન્ડના જે કન્સાઈનમેન્ટ છે, તે મંજુરી આપતા પહેલા ૧૦૦ વખત વિચાર કરવોજોઈએ અથવા તો આવી મંજુરીઓ આપવાનું જ બંધ કરી દેવુ જોઈએ. આ પહેલા પણ કંડલા ઝોનથી મુંબઈ-દિલ્હી જતા કન્સાઈનમેન્ટ પલટી મરાયાના ઘટનાક્રમો સત્તાવાર રીતે ખુલી ચુકય છે અને તેમાં સોપારી દાણચોરીના જ પ્રકરણો ખુલી ચુકયા છે. તો પછી તંત્ર-કસ્ટમવિભાગ આ રીતે બોન્ડ ટુ બોન્ડની પરવાનગીઓ આપે જ શા માટે છે?

Comments

COMMENT / REPLY FROM