Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં નવી મામલતદાર કચેરી આસપાસમાં દારૂનો મસમોટો અડ્ડો : બુટલેગર ‘સંદિપ’ પર કોના હાથ !

21 December

ખાખીમાથી કોના ૪ હાથ : બુટલેગર ફાટીને ગયો છે ફુલેકે ?



પ્રાંત અધિકારી, મામલતદાર કચેરી અને પોલીસતંત્રની પણ મહત્વપૂર્ણ કચેરીઓની બાજુમાં જ અડીને ધમધમતો દારૂનો અડ્ડેા કોનો? રોજ બરોજ અહીથી પસાર થતા રાહદારીઓ-વાહનચાલકોને સાંગુડીઓનો સતાવે છે ત્રાસ : દારૂડીયાઓ અહી પડથાપાથર્યા જ રહેતા હોવાની ઉઠી રહી છે ફરીયાદ 

રહેણાક વિસ્તારના આસપાસના જાગૃત લોકો, ભોગગ્રસ્તોએ ફરીયાદ કરી હોવા ઉપરાત કાર્યવાહીના નામે મીંડુ? તેની પાછળનુ રહસ્ય શું? શું ત્રસ્ત થયેલ પ્રજાજનો ખુદ જનતા રેઈડ કરશે પછી તંત્ર જાગશે?

ગુપ્તર એજન્સીની કચેરીને અડોઅડ આટલો મોટો દારૂનો અડ્ડો ચલાવનાર બુટલેગર સંદીપ પર કોની મહેરબાની?



ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીની કડક અમલવારી થાય તે માટે ભગીરથ પ્રયાસો કરી રહી છે. નવા નવા કડક કાયદાઓ બનાવી રહી છે ત્યારે બીજીતરફ કચ્છના જિલ્લા વડામથક ભુજમાં જ સરકારી કચેરીઓ અને પેાઝ એરીયા તથા રહેણાંક વિસ્તારોની આસપાસમાં જ એક મોટો દારૂનો પોઈન્ટ-અડ્ડો જ રીતસરનો બેફામ બની જવા પામ્યો હોવાની ફરીયાદો સપાટી પર આવવા પામી રહી છે. 
આ બાબતે જાણકારો કહી રહ્યા છે કે, ભુજના મુંદરા રોડ પર આવેલા એરોપ્લેન સર્કલથી વાલદાસનગર થઈ માધાપર તરફ જતા રોડ પર  સરકારી એવી પ્રાંત અધિકારી તથા મામલતદારની નવી કચેરીઓ બનેલી છે તે કચેરીઓની આસપાસના જ વિસ્તારમાં બાવડની ઝાડીઓમાં દારૂનો એક મોટો અસામાજીક અડ્ડો ધમધમી રહ્યો હોવાની ફરીયાદ અને ગણગણાટ સામે આવવા પામી રહ્યો છે. આ બાબતે ચર્ચાતી વિગતો અનુસાર ભુજમાં એરોપ્લેન સર્કલથી માધાપર તરફ જતા માર્ગ પર નવી બનેલી પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીની આસપાસમાં કે સામેની બાજુમાં બાવડની જાડીઓમાં દારૂનો એક મોટો પોઈન્ટ લાંબા સમયથી ચાલી રહ્યો છે. અહી સાગુડીઓ અને દારૂ પ્યાસીઓ મોટી સખ્યામાં એકત્રીત થાય છે. રાત્રીના સમયે અહીથી અવરજવર કરનારા રાહદારીઓ અને વાહનચાલકોને પણ આ સાંગુડીઓનો ત્રાસ સતાવી રહ્યો છે તો વળી આસપાસમાં રહેણાંક વીસ્તાર આવેલો હોવાથી રહેવાસી વર્ગ પણ આ મુજબની અસામાજીક વકરી ચુકેલી બદીથી ત્રસ્ત બનેલા છે. બીએસએલ કચેરીથી સહેજ આગળના ભાગે જ આ અડડો બિનધાસ્ત ચાલી રહ્યો છે. ભોગગ્રસ્ત વર્ગ દ્દારા આ બાબતે પોલીસતંત્રને વારંવાર રજુઆતો કરી હોવા છતા પણ અહી દારૂના અડ્ડાને બંધ કરાવવાની કોઈ જ તસ્દી જ લેતા ન હોવાની સ્થીતી બનેલી છે. એટલુ માત્ર જ નહી આ પોઈન્ટ ચાલી રહ્યો છે તેનાથી થોડા જ અંદર પોલીસ ચોકી પણ બનાવાયેલી છે તો કેમ કોઈના ધ્યાને આ વકરી ચુકેલી બદી આવતી નથી? કે પછી ખાખીના વહીવટદારોને આ મોટા પોઈન્ટમાથી તગડી રકમ મળી જતી હોવાથી કોઈ પગલા અહી લેવામા આવતા નથી?

Comments

COMMENT / REPLY FROM