અંતે સ્મગલીંગ કાંડમા કુખયાત પરવેઝ દબોચાયો : મુંદરાના કરોડોના સીગારેટ કાંડમાં પોત પ્રકાશ્યું
મુંદરાથી કોલકત્તા સિગારેટ દાણચોરી નેટવર્કનો પર્દાફાશ
નિકાસના નામે દેશભરમાં દાણચોરી, ગાંધીધામના આયાતકાર પરવેઝ કાદરીની DRI દ્વારા ધરપકડ
આ પરવેઝ તો ખુલ્લેઆમ કહેતો ફરી રહ્યો છે કે, મારો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે, હું અગાઉ પણ એક વખત આથી પણ ગંભીર કેસમાં જેલમાં રહી આવ્યો છુ..! ત્યારે પણ આબાદ બહાર આવી ગયો હતો, એજન્સીના અધિકારીઓ મારા ખીસ્સામાં છે, : વધી વધીને ૬૦ દીવસ, એથીય વધુ મને જેલમાં કોણ રાખી શકશે? અને તેના પણ મને ચારથી પાંચ કરોડ મળે છે તો મને શું ભય-ચિંતા હોય...! : કસ્ટમના ઉચ્ચ અધિકારીઓ-ડીઆરઆઈ સહિતનાઓએ આ વાત પર આપવું જોઈએ ધ્યાન
ગાંધીધામ : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ગાંધીધામ રીજનલ યુનિટે વિદેશી સિગારેટના ગેરકાયદે ડાયવર્ઝન અને સ્મગલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં મુન્દ્રા પોર્ટથી કોલકાતાના ફાલ્ટા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન સુધી ફેલાયેલ કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં ગાંધીધામના મૂળના આયાતકાર પરવેઝ કાદરીની ધરપકડ કરવામાં આવી છે.
DRI દ્વારા કોલકાતાની યુનિટ સાથે સંયુક્ત રીતે તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ફાલ્ટા SEZ ખાતે આવેલા વેસ્ટ બૅંગલોર વેરહાઉસિંગ નામના વેરહાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પરવેઝ કાદરીએ મલેશિયાથી મુન્દ્રા પોર્ટ પર ગુડાંગ ગરમ, એસે ગોલ્ડ અને એસે લાઈટ જેવી મોંઘી વિદેશી સિગારેટના આશરે ૬૦ લાખથી વધુ સ્ટીક, કુલ બજાર કિંમત અંદાજે ૧૨ કરોડ, આયાત કર્યા હતા.નિયમ મુજબ આ કન્સાઇન્મેન્ટને ફાલ્ટા SEZ મારફતે ટ્રાન્સશિપ કરીને નિકાસ કરવાનો હતો,
પરંતુ તપાસમાં ખુલાસો થયો કે આ મોંઘી વિદેશી સિગારેટને ગેરકાયદે રીતે ભારતીય બજારમાં દાણચોરી કરીને વેચી દેવામાં આવી હતી. તેની જગ્યાએ નિકાસ દર્શાવવા માટે સસ્તી ભારતીય સિગારેટનો જથ્થો મૂકવાની યોજના ઘડાઈ હતી. DRI ના દરોડા દરમિયાન વિદેશી સિગારેટનો મોટાભાગનો જથ્થો પહેલેથી જ બજારમાં ખપાવી દેવાયો હતો,
પરંતુ વેરહાઉસમાંથી ૫૬.૨૦ લાખ સ્ટીક ભારતીય સિગારેટ મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે ૭.૫ કરોડ થાય છે. આ સસ્તી સિગારેટનો જથ્થો અસલી વિદેશી સિગારેટની જગ્યાએ નિકાસ બતાવવા માટે તૈયાર રાખવામાં આવ્યો હતો, જેથી ડાયવર્ઝન છુપાવી શકાય.
આ સમગ્ર પ્રકરણમાં અંદાજે ૫.૩૨ કરોડની કસ્ટમ્સ ડ્યુટી ચોરી થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ડ્ઢઇૈંની તપાસમાં એ પણ ખુલ્યું છે કે આ કૌભાંડમાં સંડોવાયેલી કેટલીક સપ્લાયર કંપનીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હતી.હાલમાં DRI દ્વારા આ કેસમાં
ટ્રાન્સપોર્ટર્સની ભૂમિકા, SEZ ના સુરક્ષા કર્મચારીઓની સંડોવણી તેમજ અન્ય શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ કેસમાં મુખ્ય આરોપી પરવેઝ કાદરીની ધરપકડ કર્યા બાદ DRI ની ટીમ તેને કાયદાકીય કાર્યવાહી માટે કોલકાતા લઈ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
....................
અબ આયા ઉંટ પહાડ કે નીચે : ચીભડચોર પરવેઝના
લ્યો કડક પુછાણા : કઈક દાણચોરીકાંડના થશે ખુલાસા
ગાંધીધામ : ચીભડ ગાભા ચોર પરવેઝ કરોડોનો આસામી બની જવા પામ્યો હોવાની વાત કેટલાક સમયથી સામે આવતો રહ્યો હતો. છતા પણ તેની સામે સ્થાનિકની કોઈ એજન્સી કામ કરતી જ ન હેાય તેમ આ પરવેઝ દીવસ કરતા રાત્રે વધુને વધુ ફાટીને ફુલેકે ચડી રહ્યો હતો. પરંતુ હવે કોલકત્તા સુધી નેટવર્ક ફેલાવવા જતા અંતે ઝડપાઈ જવા પામ્યો છે. અને એટલે જ કહેવાય છે કે , અબ આયા ઉંટ પહાડ કે નીચે. આ પરવેજના કડક પુછાણા લેવાશે તો ઘણુ બષુ બહાર આવશે.’
..........
કાસેઝમાં તપાસ કરો તો પરવેઝના સોપારી કાંડો
સહિતના પ્રકરણો પરથી ઉચકાશે પડદો
પરવેઝના ભંગારના ૧પ કન્ટઈનરમાથી સોપારીનો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ તે વખતે દુબઈના સપ્લાયરથી જ ભુલથી થઈ ગયાનો કાગળ મંગાવી લઈ અને આ દાણચોર થઈ ગયો હતો મુકત
ગાંધીધામ : સીગારેટ સ્મગલીંગમાં ઝડપાયેલો પરવેઝની જો કડક પુછતાછ થશે તો તેના પાછલા વરસોમાં સોપારી દાણચોરી કાંડ સહીતના કઈક પ્રકરણો બહાર આવવા પામી જશે તેમ જાણકારો કહી રહ્યા છે. કાસેઝમાં આ પરવેજના યુનિટને વોચમાં રાખવાની છે. અગાઉ પણ પરવેઝના યુનિટમા ભંગારના નામે સોપારી ઠલવાઈ ચુકી હતી. તે વખતે પણ તે ફીટ થતા થતા સહેજમાં બચી ગયો હતો. દુબઈના સપ્લાયરથી તેણે ગોઠવણીઓ કરી લઈ ઈમેઈલ મંગાવી અને એજન્સી સાથે સેટીગ કરી લેતા તે પ્રકરણમાં બચી ગયો હતો અને તે બાદ તો અલગ અલગ કઈક પ્રકરણમાો આ પરવેઝ ચકચારી રહી ચુકયો છે.
....................
પરવેઝ ટોળકી આ રીતે સિગારેટની
કરતી હતી સ્મગલીંગ
આ તો પકડાયો છે, નહી પકડાતો હોય અને લોકલમાં ડમ્પ થઈ ગયો હશે તેવો માલ કેટલો હશે?
ગાંધીધામ : મુંદરામાં જે બાર કરોડની સિગારેટ દાણચોરી પકડાઈ છે તેમાં પરવેઝ ટોળકીનુ નામ સામે અવ્યુ છે. ત્યારે તેઓ કઈ રીતે આ સિગારેટ સ્મગલીંગ કરતા હતા તેની જો વાત કરીએ તો વિેદેશથી સિગારેટ લાવી, મુંદરાથી કોલકત્તા લઈ જવાનુ દેખાડી રસ્તામાં ઓરીજીનલ સિગારેટ ઉતારી, ડુપ્લીકેટ સિગારેટ ભરી દેતા હતા. કચ્છમાં તો બધુ જ સેટીગથી ચાલતુ હતુ પરંતુ બહાર માલ પકડાયો અને રેલો ગાંધીધામ ડીઆરઆઈ સુધી પહોચી ગયો, વિગતો મળી અને ડુપ્લીકેટ માલ સાથે પરવેઝને દબોચી લીધો હોવાનુ સામે આવે છે.
..............
કચ્છઉદયના અહેવાલને એજન્સીનું સમર્થન
કાસેઝમાં પરવેઝ નામનો ચીભડ-ગાભા ચોર શખ્સ ફાટીને ફુલેકે ગયો છે, વિવિધ વસ્તુઓની દાણચોરી કરી રહ્યો હોવાનો અહેવાલ આ પ્લેટફોર્મ પરથી વિગતવાર રીતે ઉજાગર થવા પામ્યો હતો, તે વખતે તો એજન્સીએ લાજના ધુમટા તાણી લીધા પરંતુ હવે આ પરવેઝ પાંખો ફેલાવવા જતા કોલકત્તામાં કે અન્યત્ર ડીઆરઆઈએ બોલાવી દીધો અંતે સપાટો.
....................
કસ્ટમ તંત્ર RFIS (ખુદના સીલ)વેળાસર
લગાડવાનું કરે શરૂ : તો જ પલટીપ્રથા અટકશે..!
ગાંધીધામ : વિદેશથી આવતી વસ્તુઓમાં મુંદરા ઉતર્યા બાદ તે મુદામાલમાં ફેરફાર કરી અને કરોડોની ડયુટીચોરી-દાણચોરી અવિરત પણે ચાલી જ રહી હોવાની ઘટનાઓ સતત બનવા પામી જ રહી છે ત્યારે આ પલટીપ્રથાને કચ્છમાં જો બંધ કરબવી જ હોય તો સૌ પ્રથમ કસ્ટમવિભાગે જ પહેલ કરવી પડશે અને કસ્ટમવિભાગે ખુદના સીલ જેને આરએફઆઈએસ સિલ કહેવાય છે. તે લગાડવાનુ શરૂ કરી દેવુ પડશે. કસ્ટમ પોતાના સીલ લગાડશે તો જ આવી પલટીપ્રથા અટકી જશે અન્યથા પ્રાઈવેટ સીલવાળા તો મુદામાલ વિદશેથી નીકળે તેની સાથે જ ભારતમાં તેઓ કુરીયર મારફતે ડુપ્લીકેટ ત્રણથી ચાર એવા જ સીલ મંગાવી લેતા હોય છે અને પલટીપ્રથા આરામથી કરી કરોડોની રકમ ચાંઉ કરી જતા હોય છે.

Comments