Trending News
સ્થાનિક સમાચાર

ભુજ શહેરના ધોરીમાર્ગોના વિસ્તૃતીકરણ માટે સર્કલો નાના બનાવવા ધારાસભ્યની સૂચના

19 December



અધિકારીઓની ટીમને સાથે રાખી કેશુભાઈએ લીધેલી રૂબરૂ મુલાકાત

ભુજ - કચ્છઉદય : જિલ્લાના મુખ્ય મથકે વાહન વ્યવહાર અને ટ્રાફિકની સમસ્યા ભવિષ્યની નજરે જટિલ ન બને તે માટે મુખ્ય ધોરીમાર્ગાના વિસ્તૃતીકરણ અને રસ્તા પરના વિશાળ સર્કલ નાના કરવા માટે ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજથી બહાર જવાના મુખ્ય એવા જનરલ હોસ્પિટલ, આરટીઓ અને ડીઆઈજીના બંગલાને જોડતા માર્ગ પર રૂબરૂ મુલાકાત લઈ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આયોજન ગોઠવવા સૂચના આપી હતી.
ધારાસભ્ય કેશુભાઈએ અધિકારીઓને સાથે રાખીને હોસ્પિટલ રોડ તથા વાલ્મિકી નગરને જોડતા બહારી રીંગરોડ પર રૂબરૂ નિરીક્ષણ કરીને ડીઆઈજી બંગલા પાસે ત્રિભેટે આવેલા સર્કલ જેની વિશાળ પહોળાઈ રસ્તાને તથા વાહનો માટે જોખમી હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે, આરટીઓ સર્કલ પણ જે રીતે નાનું બનાવાઈ રહ્યું છે તેમ બીજુ સર્કલ પણ ટૂંકાવવા આયોજન જરૂરી છે. મહાકાય વાહનો જયારે વળાંક લે છે ત્યારે અકસ્માત અને માર્ગની કિનારીએ નુકસાન થાય તે નિવારવા સંબંધિત સર્કલ નાના કરી અને માર્ગો પણ પહોળા કરવાની જરૂરત સ્થાનિકે નિરીક્ષણ કરતા સ્પષ્ટ જણાઈ રહી છે. વિશેષમાં જ્યાં જગ્યા હોય ત્યાં સર્વિસ રોડનું પણ આયોજન થવું જોઈએ તે સાથે સર્કલની અનુકૂળ ગોલાઈની ડિઝાઇન બનાવવા માટે પણ સુચવ્યું હતું.
અધિકારીઓ સાથે ધારાસભ્ય કેશુભાઈએ કામની ગુણાવતા અને મજબૂતી પર ખાસ ભાર મુક્યો હતો. અધિકારીઓની ટીમે રસ્તાઓની માહિતી આપી હતી અને સૂચનોની નોંધ લીધી હતી. આ ટીમમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી અને પ્રાંત અધિકારી જોડાયા હોવાનું એક યાદીમાં જાણવાયું હતું.
------

Comments

COMMENT / REPLY FROM