સહકારી મંડળીઓના ઓડિટર્સની નવી પેનલ માટે અરજીઓ મંગાવાઈ
ભુજ : આથી જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી, કચ્છ-ભુજ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૦૨૯ સુધીની સમયમર્યાદા માટે ઓડીટર્સની નવી પેનલ યાદી તૈયાર કરવાની છે. આથી લાયકાત ધરાવતાં સીએ - સીએ ફર્મ, સહકાર ખાતાના નિવૃત થયેલા કર્મચારી - અધિકારી અને સહકાર ખાતા સિવાયના જીડીસી એન્ડ એ પરીક્ષા પાસ કરેલ વ્યક્તિઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નક્કી કરેલ ફોર્મમાં સંપૂર્ણ વિગતો સાથે અરજી તા.૩૧/૧૨ સુધી જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી, કચ્છ-ભુજ ખાતે રૂબરૂ કે રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા બે નકલમાં મોકલાવાની રહેશે. વિગતવાર માહિતી તથા અરજી ફોર્મ માટે કચેરીના નોટીસ બોર્ડ - કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવો.
----

Comments