Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ બાર એસો.ના પ્રમુખ પદે બિજલભાઈ દાફડા વિજયી

19 December


ભચાઉ બાર એસોશિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર

ભચાઉ  - કચ્છઉદય : ભારે રસ્સાકસ્સી ભરી ભચાઉ બાર એસોશિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. વકીલ મંડળના પ્રમુખ પદે બિજલભાઈ દાફડા ચૂંટાઈ આવ્યા છે. ભચાઉ બાર એસોસિએશનની ચૂંટણી માટે શુક્રવારે થયેલ મતદાનમાં નોંધાયેલા ૧૧પ પૈકી ૧૧૧ વકીલ મિત્રોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તરત જ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદના ઉમેદવાર બીજલભાઈ એમ. દાફડાને ૭૧ વોટ મળેલ છે અને બીજા ઉમેદવાર ભરતભાઈ એન. ભટ્ટને ૩૯ વોટ મળ્યા હતા અને ૧ મત રદ્દ થતાં બિજલભાઈને ૩૨ વોટથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર નાગજીભાઈ સી. પીરાણાને ૭૦ વોટ મળ્યા હતા અને બીજા ઉમેદવાર ભરતસિંહ જે. વાઘેલાને ૪૦ વોટ મળતા ૩૦ વોટથી વિજેતા જાહેર કરાયા હતા. લાયબ્રેરીયન પદના ઉમેદવાર મજીદભાઈ એ. બાયડને ૫૪ વોટ જ્યારે મનોજભાઈ એન. દાફડાને બાવન વોટ મળતા ૨ વોટથી વિજેતા બન્યા હતા. મહિલા અનામત પદના ઉમેદવાર કલાવંતીબેન કે. ગાલાને ૭૬ વોટ અને વિદ્યાબેન જી. રાઠોડને ૩૨ વોટ મળ્યા હતા.  મંત્રી પદના ઉમેદવાર તરીકે અશ્વીનભાઈ આર. ઢીલા તથા સહમંત્રી પદના ઉમેદવાર તરીકે અમિતભાઈ એન. સોની તથા ખજાનચી પદના ઉમેદવાર તરીક જગદીશભાઈ વી. પ્રજાપતિને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આ ચૂંટણીમાં સિનિયર તેમજ જુનિયર એડવોકેટ્‌સે પોતાનો મતનો ઉપયોગ કર્યો હતો. સિનિયર એડવોકેટ નવીનભાઈ ઠકકર, કિશોરભાઈ રાવલ, સીદીકભાઈ નારેજા, ધનસુખભાઈ જોગી, નવિનભાઈ મિયોત્રા, ટપુભાઈ રાઠોડ, રણછોડભાઈ ભટ્ટી, હિતેન્દ્રસિંહ વાઘેલા, સંતોષભાઈ જયેશવાલ, મેરીબેન મેઘવાળ, લક્ષ્મણભાઈ કે. વરચંદ વિગેરે હાજર રહ્યા હતા. ચૂૂંંટણીનું સંચાલન મુખ્ય ચૂંટણી અધિકારી નિરૂભા જાડેજા તથા સહાયક ચૂંટણી અધિકારી સાજણભાઈ એમ. શામળિયા અને આસિફભાઈ એ. રાઉમાએ કર્યું હતું.
--------

Comments

COMMENT / REPLY FROM