Trending News
સ્થાનિક સમાચાર

ડિઝલ દાણચોર અમિત- ભ્રષ્ટ PI  ટોળકીને પડયા પર પાટું : ફરી વધુ એક જહાજ એજન્સીના રડારમાં : સેમ્પલીંગનો ધમધમાટ

19 December

દાણચોરો માટે તો હવે ૧ સાંધેને તેર તુટેનો થાય છે તાલ




પીપાવાવ-કંડલા-મુંદરામાં અગાઉથી જ એમએચઓની આડમાં મંગાવેલો પ્યોર ડિઝલનો જથ્થો એજન્સીઓના હથ્થે ચડેલો છે, અમિત ગેંગ પર ભાગીદારો, રોકાણકારો, જહાજ માલીકો, કન્ટેઈનર લાઈન વાળા સવાર-સાંજ માછલા ધોઈ રહ્યા છે તે વચ્ચે નવી મુસીબત ઉભી થઈ હોવાની સંકુલમાં જામી છે ચર્ચા


એમએચઓ કહી અને તેની આડમાં પ્યોર ડિઝલ સ્મગલીગ યુકત રીતે મંગાવીને કઈકના ઉપરના કાળા નાણાં ફસાવી દેનાર અમિત આદતથી સુધરતો જ ન હોવાનો વર્તારો : કરોડોનો માલ અટકેલો હોવા ઉપરાંત નવો માલ ડીઝલનો ગેરકાયદસેર મંગાવવાની કરી દીતી હીમાયત, જે કસ્ટમની તાકમાં જ હોવાથી અટકાવાયા છે, કસ્ટમે રેન્ડમલી સેમ્પલો લીધા હોવાની ઉઠી રહી છે ચર્ચા



ગાંધીધામ : ઈરાન અને દુબઈથી એમએચઓ એટલે કે માઈક્રો હાઈડ્રા કાર્બન ડીકલેર કરી અને તેની આડમાં ગેરકાયદેસર રીતે શુદ્ધ ડીઝલ જ મંગાવી સરકારની સાથે કરોડોની ડયુટી ચોરી આચરનાર દાણચોર ટોળકીનીહાલત મુંદરાના નવનીયુકત કમિશ્નર શ્રી નીતીન શૈનીએ બકરી ડબ્બામાં અને પુછડી બહાર જેવી જ કરી દીધી છે. ડીઝલ સ્મગલીંગ યુકત મગાવી રહેલી અમિત અને ભ્રષ્ટ પીઆઈની સિન્ડીકેટ બરાબરની સાણસામાં આવી જવા પામી છે. પાછલા અમુક સમયમાં મુંદરા-કંડલા-પીપાવાવ-હજીરા સહિતના વિસ્તારોમાં આ અમિત ગેગનો સ્મગલીંગ યુકત ડીઝલનો જથ્થો એજન્સીએ અટકાવી દીધો છે અને તેને મુકત કરાવાવ એક બાજુ ભારે અધમપછાડા અમિત ગેંગ ગાંધીધામથી લઈ અને અમદાવાદ-મુંબઈ સુધી આદરી રહી છે પરંતુ એજન્સી કોઈ પણ રીતે મચક આપવા તૈયાર જ ન હોય તેવી સ્થીતી આ ટોળકીની કરી દીધી છે. કરોડોનો ડીઝલનો બેનામી મુદામાલ વિવિધ પોર્ટ પર આ ટોળકીનો અટવાયેલો છે છતા પણ કહેવાય છે કે ને હાર્યો જુગારી બમણુ ખેલે. તેમ અમિત ગેંગ હજુય પણ આ જ રીતે એમએચોઅનીઆડમાં ડીઝલનો તગડો જથ્થો લાવવાના હવાતીયામારવાનુ વાંદરો બધુ જ ભુલે પણ ગુલાંટ ન ભુલેના તો મારી રહ્યો છે. જો કે, બીજીતરફ એજન્સીએ પણ આ ગેંગના કન્સાઈનમેન્ટનીબધી જ માહીતીઓ સેન્ટ્રાઈલઝ રીતે હાથમાં રાખી અને મોનીટરીંગ કરવાનુ ચાલુ કરી દીધુ હોય તેવી રીતે કયાંયથી પણ અમિત ગેગ તેના અટકવાયેલા માલની સરભર કરી શકે તેવી સ્થિતી દેખાતી નથી. આવી વાત સંકુલમાં એટલા માટે પણ થવા પામી રહી છે, કારણ કે, ફરીથી વધુ એક જહાજ અમિત ટોળકીનો જ એજન્સીના રડારમાં આવી જવા પામ્યો છે. પાછલા બે દીવસથી સંકુલમાં જામતી ચર્ચાઓ અનુસાર મિસડીકેર કરી અને પ્યોર ડીજલ પ્રતિબંધિત રીતે આ ગેંગ મંગાવવાનો ફરી હથકંડો અજમાવ્યો અને એજન્સીના ધ્યાને ચોકકસ કન્સાઈનમેન્ટ આવી જતા હાલમાં તેને સાઈડ કરાવી દીધુ અને તેમાથી રેન્ડમલી સેમ્પલ લઈ અને લેબમાં મોકલી આપ્યા હોવાનુ મનાય છે. કહેવાય છે કે, એજન્સી આ પાર્ટીના કન્સાઈનમેન્ટમાં સેમ્પલીંગમાં પણ હવે ખુબજ ચોકકસાઈ રાખી રહી છે. કારણ કે, કંડલા-વડોદરા અને દિલ્હી સુધી તો અમિત ગેંગ સેમ્પલો ચેન્જ કરી દેવા સુધીનું બધુ જ મેનેજ કરવા ટેવાયેલી છે, 
એટલે સેમ્પલો મુંબઈ પવઈ લેબમાં મોકલી અને તેની કડક નિગારાની સાથે તપાસ કરવામા આવી રહી હોવાનુ ચર્ચાય છે. જો આ સેમ્પલોમાં પણ ડીઝલ જ નીકળ્યુ તો તો અમિત અને ભ્રષ્ટ પીઆઈ ગેગની નૌકા આખેઆખી ડુબી જ સમજો, તેવુ 
જાણકારો માની રહ્યા છે. જોવાનુ રહ્યુ કે, હવે આ જહાજમાં અમિતનું સેટીગ કામ કરે છે કે પછી એજન્સીની કડકાઈ?

..........


પીપાવાવવાળા જહાજનો માલ છુટી ગયાની 
ફેલાવે છે હવા! : પણ..ઓર્ડર કયાં?



ગાધીધામ : ડીઝલની દાણચોરીમાં ચકચારી બની ચુકેલ અમિત આણી ટોળકીનો સાડા સાત હજાર ટનથી વધુનો માલ પીપાવાવમાં એજન્સીએ અટકાવી દીધો છે. અનેકવિધ અધમપછાડા બાદ પણ અમિત અને ભ્રષ્ટ પીઆઈ ટોળકી તે વેશલ્સ લાંબા સમયથી છોડાવી શકી નથી તે વચ્ચે જ ગત દસ દીવસથી ગાંધીધામ સંકુલમાં એવી હવા ફેલાવાઈ રહી છે કે પીપાવાવવાળો માલ છુટી ગયો છે. અલગ અલગ પ્રેસર-દબાણોથી બચવા માટે દાણચોર ટોળકીએ આ નવુ ગતકડું કાઢયું હોવાનુ મનાય છે. કારણ કે અમિત અને ભ્રષ્ટ પીઆઈની સાથે કઈક લોકોના કાળા નાણા આ કન્સાઈનમેન્ટમાં ફસાઈ ગયા છે. તેઓ પૈસા પરત માંગી રહ્યા છે. આ ઉપરાંત વેશલ્સ ઓનર તથા કન્ટેઈનર લાઈનવાળા પણ દબાણ કરી રહ્યા છે. આ બધાથી બચવા અમિત હવા ફેલાવી હોવાનુ મનાય છે. કારણ કે માલ છુટયો હોય તો કોના ઓર્ડરથી છુટયો છે, કયા આધારો પર છુટયો છે, તે સહિતનો સત્તાવાર આદેશ તો થયેલો હોય ને? તે માર્કેટમાં કોઈની પાસે જોવા મળતો નથી?

..........

Comments

COMMENT / REPLY FROM