ભુજના કોટાય ગામે બંધ મકાનમાંથી ચોરી કરનારો પકડાયો
ભુજ - કચ્છ ઉદય : તાલુકાના કોટાય ગામમાં ચોરી કરનારા શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. એલસીબીને બાતમી મળી કે, રેલવે સ્ટેશનથી માધાપર તરફ આરોપી લોડિંગ ટેમ્પોમાં વાસણ ભરીને જાય છે. જેથી તેને રોકાવી તપાસ કરવામાં આવી હતી. બાપાદયાળુ નગરમાં ટાવર પાસે રહેતા અલ્પેશ વિનોદભાઈ વાઘેલાના કબજાના ટેમ્પોમાં રહેલા વાસણો બાબતે પુછપરછ કરતા ચોરી કે છળકપટથી મેળવેલા હોવાની કેફીયત આપી હતી. આ ઉપરાંત સોનાની બે વીટી, સોનાનો નાનો રૂદ્રાક્ષ, ચાંદીની લકી, નજરીયા મળી આવ્યા હતા. જે બાબતે પુછપરછ કરતા દાગીના અને વાસણો કોટાય ગામમાં બંધ મકાનમાંથી ચોર્યા હોવાની કબૂલાત આપી હતી.
ભુજ આજુબાજુના તથા માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં આવેલા ગામડાઓમાં જઈ ગામમાં ફેરી કરી કોઈ ન હોય ત્યારે એકાંતવાળા બંધ મકાનોમાં ચોરી કરવાની ટેવ હોવાનું જણાવાયું છે.
આરોપીને માધાપર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. ૩૦ હજારના વાસણ, ૩ર હજારના દાગી અને એક લાખનો ટેમ્પો એલસીબી દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.

Comments