Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણાના બાંડીયાર પટ્ટામાં બ્લેકટ્રેપના નામે બોકસાઈટના કરોડોના કૌભાંડની ગંધ : ખનિજ વિભાગે કુલડીમાં ગોળ ભાંગ્યો ?

19 December

કચ્છ કલેકટરશ્રી અને તેમની ટાસ્કફોર્સ ધ્યાન ન આપે..!





બ્લેકટ્રેપની પરવાનગી આપી હોય અને તેમાથી બોકસાઈટ નીકળે, તો સેકડો ટન બોકસાઈડ સ્થળમાં બાજુમાં મુકી અને પછી લેખિતમાં ખનીજવિભાગને જાણ કરવા પાછળનું રહસ્ય શું? : હકીકતમાં તો બ્લેકટ્રેપની જગ્યા બોકસઈાટ નીકળે એટલે તેનુ ખનન કર્યા વિના તરત જ ખનીજ વિભાગને કરવાની હોય છે જાણ? કેમ ન કરાઈ? શું બોકસાઈટ ઘણુ બધુ ઉસેડાઈ ગયુ, સરકારને કરોડોની રોયલ્ટી ચોરીનો ધુમ્બો ફટકારાઈ ગયો તે બાદ હરીફાઈમાં વિગતો ખનીજ વિભાગ પાસે પહોચી, અને ખનીજ વિભાગે પણ ધાક બેસાડતી કાર્યવાહી કરવાના બદલે સામેથી જ જાણ કરતી અરજી લખાવી લીધી તેવુ તો નથી થયુ ને?  : જો આવુ થયુ તો કયા રાજકીય આક્કાઓના દબાણોવશ કરવાની પડી ફરજ?


નખત્રાણા વિસ્તારમાં અમને બે લોકેશનની ફરીયાદ મળી હતી, જેમાથી એક 
બાંડીયારા- નખત્રાણા હતી, ટીમોને મોકલી હતી, આગળની તપાસ ચાલુ છે, ફાઈલ મારી પાસે આવે તે બાદ વધુ ખ્યાલ આવશે અને આગળની કાર્યવાહી તે અનુસાર હાથ ધરાશે : 
શ્રી દેવેન્દ્ર બારીયા
(ભુસ્તરશાસ્ત્રી, પશ્ચિમ કચ્છ)



ગાંધીધામ : કચ્છના પેટાળમાં કીમંતી અલભ્ય ખનીજનો મોટો ખજાનો રહેલો છે, આ ખનીજમાથી સરકારને રોયલ્ટી પેટે જે આવક થવી જોઈએ તેના પ્રમાણમાં  તો કરોડોની અનેકઘણીખનીજચોરી અમુક ભ્રષ્ટ સરકારી બાબુઓ અને ખનીજચોરોની મીલીભગતથી આચરવામા આવી રહી છે. કચ્છમાં પાછલા અમુક સમયથી ખનીજચોરીના કિસ્સાઓ મોટાપાયે સામે આવવા પામી જ રહ્યા છે. વિચાર તો કરો કે આ ખનીજ ચોરી કેટલી વકરી ગઈ હશે કે,  પૂર્વ અને પશ્ચિમ ખાણખનિજ વિભાગ તો કચ્છમાં સક્રીય કરાયા છે તે ઉપરાંત હવે ખનીજચોરી ડામવા માટે જિલ્લા સમાહર્તાને ખુદના નેનૃત્વ તળે એક અલગથી વિશિષ્ટ ટાસ્કફોર્સની રચના કરવાની ફરજ પડી છે જેમાં સર્વેયરને પણ સ્થળ પર સાથે રાખવા અને ત્યારેને ત્યારે જ માપણીઓ કરવાની ધાક બેસાડતી જોગવાઈઓ કરવાની ફરજ પડી રહી છે. બીજીતરફ આ બાબતે પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી દેવેન્દ્ર બારીયાની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, અમને બે સ્થળો બાબતે ફરીયાદ મળી હતી અને તેમાથી એક નખત્રાણા મોટા બાંડીયારા વિસ્તારનીહતી. જયા ટીમ સ્થળ પર ગઈ હતી, બોકસાઈડનો જથ્થો પડેલો છે સ્થળ પર, લીજધારકે લેખિતમાં ધ્યાન દોર્યુ છે, આગળની કાર્યવાહી ફાઈલ હાથમાં આવે તે બાદ હાથ ધરવામા આવશે તેમ તેઓએ જણાવ્યુ હતુ. અહી આશ્ચર્યજનક વાત એ છે કે, બોકસઈાટ મેજર ખનીજમાં આવે છે, મેજર ખનીજની પરવાનગી આ રીતે મળી જ ન શકે અને બ્લેકટ્રેપની આડમાં બોકસાઈટ નીકળ્યુ હોય તો તેનો ઢગલો બાજુમાં પણ કરીશકાતો નથી, તે ખોદકામ સ્થિતીએ જ ખાણખનિજ વિભાગને ત્વરિત ધયાન દોરી લેખિતમાં જાણ કરીદેવાની હોય છે. બ્લેકટ્રેપની જગ્યાએ બોકસાઈટ નીકળ્યુ છે તેવુ લેખિતમાં જણાવવાનુ હોય છે. આ કેસમાં લેખિતમાં અરજી કરાઈ છે તેવુ કહેવાય છે તોઅહી સવાલ એ થાય છે કે, બ્લેકટ્રૃપની મંજુરી આ સબંધિત પાર્ટીને કયારે અપાઈ છે? અને તેઓએ ખનન કયારથી ચાલુ કર્યુ છે તથા ખનન બાદ કેટલા સમયમાં બોકસાઈટ નીકળ્યા સબબ તેઓએ લેખિતમાં જાણ કરી છે? અને આ લેખિતમાં જાણ કરતી અરજી ખાણખનિજ વિભાગની ટીમ સ્થળ પર ફરીયાદ બાદ ગઈ તે પહેલા કરાઈ છે કે પછી કરવામા આવી છે? હીકતમાં આ બધી જ વિગતો ક્રોસ વેરીફીકેશન કરવામા આવે તો જે રીતે ફરીયાદ કરાઈ છે કે, બ્લેકટ્રેપની આડમાં બોકસાઈટનો મોટો જથ્થો ઉપડી ગયો છે તે અંગે દુધનું દુધ અને પાણીનું પાણી થવા પામી જાય તેવી વકી સેવામા આવી રહી છે. હકીકતમાં આ બાબતે કચ્છ કલેકટરશ્રીએ ખુદ પશ્ચીમ કચ્છ ખનીજ વિભાગને બોલાવીઅને તેમના પુછાણા લેવા જોઈએ અને ખરેખર આ કેસમાં શું રંધાઈ ગયુ છે તેને લઈને ઘણુ બધુ બહાર આવીશકે તેમ છે. જાણકારો કહીરહ્યા છે કે, આ જગ્યા પર બ્લેકટ્રેપના નામે બોકસાઈટનો ખજાનો રાજકીય ઓથ હેઠળ જ ઉસેડવામા આવી ગયો હોવાનુ ચર્ચાય છે. જો કડક અને ઘનિષ્ઠ તપાસ થશે તો જ આ બધું બહાર આવી શકે તેમ છે નહી તો તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે બધી જ હકીકતો પર પડદો પડવા પામી જશે.



 

Comments

COMMENT / REPLY FROM