- તો ગાંધીધામમાં પણ મ્યુલ એકાઉન્ટના ૧૦૦૦ કરોડથી મોટા કૌભાંડોનો થશે પર્દાફાશ : કઈકના પગ તળે આવશે રેલો : સુત્રધારો દુબઈ સરકી ગયા!
પૂર્વ કચ્છમાં સ્ટેટ સાયબર ક્રાઈમની ટીમ ત્રાટકે
જીણવટભરી તપાસ હાથ ધરે તો સિદ્ધાર્થ- વિકી નામની ટોળકી સહિતના નામો આવે સામે : બેંકોમાં ભાડેથી ખાતાઓ ખોલી દેશભરમાં નાણાકીય ટ્રાન્ઝેક્શનનું માયાજાળની ક્રિકેટ સટ્ટાકાંડ સાથે પણ ખુલ્લે સંડોવણી, ક્રીકેટના કરોડોના સટ્ટા, બેનામી રકમોની મ્યુલ એકાન્ટસથી નાણાની હેરફેર કરનારાઓ પોલીસ-કાયદાની કાર્યવાહીથી બચવા ચોપાનીયાના પણ લઈ રહ્યા છે આશરા, દુબઈ સરકી ગયેલો સિદ્ધાર્થ ગાંધીધામના કયા બની બેઠેલા ચોપાનીયાની ધરાવતો હતો ઓથ?
આ ચોપાનીયાની ઓથવાળા ક્રીકેટ સટ્ટા તથા બોગસ બેંક ખાતાઓથી વિદેશથી નાણાહેરફેર કરીને એટલા
ફાટીને ફુલેકે ગયા હતા કે, ખાખીના વહીવટદારોને -અધીકારીઓને પણ ગજવામાં ફેરવતા રહેતા હતા, પૂર્વ કચ્છમાં તો એક પીઆઈએ આ ક્રીકેટ સટ્ટાકાંડાવાળાઓ પાસેથી ર૦ લાખની મોંઘીદાટ રોલેક્ષ કાંડા ઘડિયાલ લીધી હતી ભેટમાં, આજે પણ આ અધીકારી ખુલ્લેઆમ ક્રીકેટ સટ્ટોડીયાઓએ આપેલી ઘડિયાલ રોફથી જાહેરમાં પહેરતા ફરી રહયા છે..!
ગાંધીધામ : ગુજરાત રાજયના ડે.સીએમ અને
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મ્યુલ એકાઉન્ટની સામે ઝુંબેશ રૂપ ઓપરેશન હાથ ધર્યુ છે અને તેના પગલે જ રાજયભરમાં બેંકમાં એકાઉન્ડ ભાડે લઈને નાણાકીય ગેરકાયદેસર હેરફેરના ધડાધડ કેસો થવા પામી રહ્યા છે. કચ્છમાં પણ આ કાર્યવાહી ચાલુ થવા પામી છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, સ્થાનિક નહી પરંતુ જો સ્ટેટની સાયબર ક્રાઈમ ટીમો ગાંધીધામમાં આ બાબતે તપાસ કરશે તો એકથી બે હજાર કરોડની રકમનું આવુ જ મ્યુલ બેંક એકાઉન્ટમા નાણાકીય ટ્રાન્જેકશન કરનારા તત્વોના મોટા રેકેટનો પર્દાફાશ થવા પામી શકે તેમ છે. જાણકારો માથી થતી ચર્ચાઓની જો વાત કરીએ તો પૂર્વ કચ્છમાં સ્ટેટ સાયબર સેલે ત્રાટકી અને કાર્યવાહી કરશે તો એકાઉન્ટ કૌભાંડની તપાસમાં ગાંધીધામના સિદ્ધાર્થ તથા વિકી નામના બે શખ્સોના નામો સામે આવવા પામી શકશે અને અન્યો સુધી તો તાર લંબાય કે નહી આ બે શખ્સોની પણ ઉલટ તપાસ કરશે તો પણ મોટી રકમ અને એક વિશાળ નેટવર્ક ફેલાયલુ હોવાનુ સામે આવવા પામી શકે તેમ છે. તપાસમાં ખુલવા પામશે કે બેંકોમાં ભાડેથી નવા ખાતાઓ ખોલાવી, તેમાં મોટા પાયે નાણાકીય ટ્રાન્ઝેક્શનો કરવામાં આવતા હતા. આ રીતે દેશભરમાં પૈસા ફેરવવાનું સંગઠિત કૌભાંડ ચલાવવામાં આવતું હતું, જે અત્યાર સુધીના સૌથી મોટા બેંકિંગ કૌભાંડોમાંનું એક હોવાનું માનવામાં આવી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, સિદ્ધાર્થ નામના શખ્સે ગાંધીધામના બની બેઠેલા
ચોપાનિયાવાળા સાથે મળી આ નાણાકીય કૌભાંડને આગળ વધાર્યું હોવાનું પણ સામે આવવાની આશંકા સેવાઈ રહી છે. કહેવાય છે કે, આ જ ગેંગ ગાંધીધામથી લઈને ગોવા સુધી ફેલાયેલા મોટા ક્રિકેટ સટ્ટાકાંડ સાથે પણ સંકળાયેલી હોવાની માહિતી બહાર આવશે. સાયબર સેલની તપાસમાં આ બંને કૌભાંડો વચ્ચેની કડીઓ એક પછી એક ખુલવા પામશે. જરૂર છે માત્ર અને માત્ર તટસ્થ અને કડક તપાસ કરવાની.ગુજરાતભરમાં ‘મ્યુલ એકાઉન્ટ’ કૌભાંડની તપાસ તેજ બનતા જ ગાંધીધામના સૌથી મોટા કૌભાંડકારોમાંથી ગણાતા સિદ્ધાર્થ - વિકી સહિતના કેટલાક
આરોપીઓ દુબઈ ફરાર થઈ ગયા હોવાની ચર્ચા છે. જો આ કેસમાં સંડોવાયેલા કોઈ પણ
આરોપીના મોબાઈલ ફોન પોલીસના હાથમાં આવે, તો તેમાંમાંથી અનેક રહસ્યો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી
રહી છે.
..........
ગાંધીધામની કઈ બેંકોના તત્વો છે સામેલ ? તેનો પણ થવો જોઈએ ખુલાસો
સુપ્રીમકોર્ટે તાજેતરમાં જ કરી છે ટકોર, કે બેંકોના નાણાકીય છેતરપીંડીના કેસોમાં બેંકોના જવાબદારોની પણ બને છે પુરી જવાબદારી : કેમ બેંકોના સુત્રધારો અને લાપરવાહોની સામે પણ ન થાય લાલઆંખ?
ગાંધીધામ : પશ્ચીમ કચ્છ તથા પૂર્વ કચ્છમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડને લઈને સત્તાવાર ફરીયાદો થવા પામી રહી છે ત્યારે અહી સવાલ એ પણ થાય છે કે, બેંકોના પણ આળતીયા મળતીયા વિના આ મુજબનું કૌભાંડ આચરાઈ જ ન શકાય. જેમની ફરીયાદો થાય છે તે કેસોમાં તો સબંધિત બેંકોના જવાબદારોને આ કેસમાં તપાસના દાયરામાં લેવા જ ઘટે. તે જ રીતે સિદ્ધાર્થ અને વીકી જેવા તત્વો જે મ્યુલ એકાઉન્ટથી કરોડોના કૌભાંડો આર્થિક રીતે આચરી ગયા છે તેઓની આ સાથે પણ ગાંધીધામની કઈ બેંકોના કર્મચારીઓની આ કૌભાંડમાં મિલીભગત હતી, તે બાબતે પણ મોટા ખુલાસા થવાની શક્યતા જો સ્ટેટ સાયબર સેલ તપાસ કરે તો થવાની સેવાઈ રહી છે.

Comments