Trending News
સ્થાનિક સમાચાર

ભુજ ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાનો કૌશલ્યોત્સવનું આયોજન કરાયું 

18 December



ભુજ-કચ્છઉદય : સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્રારા પ્રેરિત અને સમગ્ર શિક્ષા કચ્છ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભુજના સયુંકત ઉપક્રમે જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવ ૨૦૨૫-૨૬નું આયોજન ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા (ઈ.ચા.), અત્રેની કચેરીના ઈઆઈ વનીતાબેન મહિડા, યજમાન શાળાના આચાર્યા ભૂમિકાબેન ગઢવી, નિર્ણાયક તરીકે આઈટીઆઈ ભુજમાંથી પધારેલ ડિમ્પલબેન કટેશીયા અને પુ!નિતભાઈ પાટીદાર, જીએચસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ મોટા લાયજાથી પધારેલ હાર્દિકભાઈ ગઢવી, ભુજ તાલુકાના બીઆસી  કો.ઓડી,ભરતભાઈ પાટોડિયા, પ્રોજેક્ટ કો, ઓર્ડીસેકન્ડરી એજ્યુકેશન પુજાબેન લીમ્બાચીયા, જિલ્લાના ઈન્ટર્નશીપ એસોસિએટ નયનાબેન જાડા, બીઆરપી કો.ઓડીં., કેરિયર કાઉન્સીલર, વોક.શાળાના ટ્રેનર અને વિદ્યાર્થીઓ તેમજ ખાસ સીડબલ્યુએસએન વોકે.ના વિદ્યાર્થીઓ તથા ટ્રેનર ગીતાબેન ભટ્ટ અને કૈલાશભાઈ હાજર રહ્યા હતા. જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્યથી કરવામાં આવેલ હતી. ઈન્દ્રાબાઈ ગલ્સં હાઇસ્કુલ અને વી.ડી.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંગીતમય પ્રાર્થના કરવામાં આવી હતી. પધારેલ મહેમાનોનું સ્વાગત કરી અને કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી.
અત્રેના જિલ્લાની વોકેશનલ શાળાના ૧૦૦ વિદ્યાર્થીઓએ ૩૫ જેટલા પ્રોજેક્ટ-મોડ્યુલની રજૂઆત કરેલ હતી. સ્પર્ધાની શરૂઆતમાં તમામ વિદ્યાર્થીઓને ઉત્સાહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતમાં વિજેતા થયેલ પ્રથમ ૧ થી ૩ શાળાને શીલ્ડ અને વિદ્યાર્થીઓને ગીફ્ટ અને કીટ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠક કરવામાં આવ્યું હતું. યજમાન શાળાના આચાર્યાં ભૂમિકાબેન ગઢવી અને પ્રોજેક્ટ કો.ઓર્ડી.સેકન્ડરી એજ્યુકેશન પુજાબેન લીમ્બાચીયા અને સી.આર.સી કો. ઓડી. પ્રદીપભાઇ દ્વારા સક્રિય યોગદાન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યકમનું સંચાલન સેકન્ડરી.બી.આર.પી. કોમલબેન (ગાંધીધામ તાલુકો) દ્વારા કરવામાં આવ્યું હતું. 
--------

 

Comments

COMMENT / REPLY FROM