ભુજમાં નિર્માણાધિન શિફા હોસ્પિટલ માટે જુણા-તુગા ગ્રામજનોએ માતબર દાન આપ્યું
ગ્રામજનો પોતાના પશુઓ આપી માનવસેવાના કાર્યમાં બન્યા સહયોગી : શિફા હોસ્પિટલના ખાદીમોએ ગ્રામજનોનો વ્યક્ત કર્યો આભાર
ભુજ - કચ્છઉદય : મુસ્લિમ શિફા મેડીકલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ભુજ તાલુકાના જુણા ગ્રામ પંચાયત (પચ્છમ વિસ્તાર) હસ્તક આવતા ગ્રામજનો દ્વારા ટ્રસ્ટની ભુજ ખાતે નવા રેલ્વે સ્ટેશન સામે બની રહેલ હોસ્પિટલના નિર્માણ માટે એકત્ર કરેલ ફંડ રૂપિયા ૧૧,૫૦,૦૦૦ની રકમ ટ્રસ્ટીઓને અર્પણ કરી હતી ત્યારે શિફા હોસ્પિટલના ખાદીમ આદમભાઈ ચાકીએ મોલાના સુલેમાન મોહમ્મદીને પૂછ્યું કે આપનું ગામ નાનું અને લોકો ખેતી તથા અન્ય મંજુરી કામ કરતા હોય છે. એટલી મોટી રકમ કઈ રીતે ભેગી કરેલ તેનું થોડું અહેવાલ આપો ત્યારે મોલાનાએ જણાવેલ કે, અમોએ ખાલી એલાન કરેલ કે હોસ્પિટલ બની રહેલ છે, તેનું કામ પૂર્ણ થવાના આરે છે અને તે ટૂંક સમયમાં ચાલુ થવાની છે ત્યારે માનવ સેવા માટે હોસ્પિટલ બની રહ્યી છે ત્યારે આપણી જવાબદારી છે ત્યારે ગામના લોકો અને અલગ અલગ વ્યક્તિઓ આવી અને પોતાની ૫૦ બકરીઓ આપેલ તેમજ કોઈએ વાછરડા તો કોઈએ ભેસ આપેલ તેમજ ગામના તમામ લોકોએ ૨૦૦થી માંડીને ૨૫૦૦૦ રૂપિયા સુધીનું દાન આપ્યું છે. ટ્રસ્ટના આવેલ ખાદીમોએ તેમને કહેલ કે, તમારા ૧૧,૫૦,૦૦૦ની રકમ અમારા માટે કરોડોની રકમ જેવી છે ત્યારે ટ્રસ્ટના તમામ ખાદીમો એકજ સૂરમાં કહેલ કે ટ્રસ્ટને આટલા નાના માણસો આવી રીતે બચત કરી અને ફંડ આપતા હોય ત્યારે હવે આપની ફરજ થાય છે કે આવા તમામ મેડીકલને લગતા જરૂરીયાતમંદ લોકોને હોસ્પિટલ તથા ટ્રસ્ટ દ્વારા વધુને વધુ અને સારી સારવાર મળી રહે તે પૂરી પાડવાની આપણી જવાબદારી થાય છે.
જુણા ગામની બાજુમાં આવેલ તુગા ગામના ગ્રામજનોએ ટ્રસ્ટીઓને બોલાવી તેમની પાસે એકત્ર થયેલ રકમ રૂપિયા ૨,૦૦,૦૦૦થી વધારે રકમ અર્પણ કરી હતી. ઓ વેળાએ ગામના એક બુઝુર્ગે સિંધી ભાષામાં જણાવેલ કે, ત્રણ વર્ષ અગાઉ જયારે હોસ્પિટલ બનાવવાની જાહેરાત થયેલ તે સમયે અમને એમ હતું કે હોસ્પિટલ બનશે નહિ કેમકે કરોડોની હોસ્પિટલ બની શકે ? તે વખતે અમને લાગેલ કે પટેલ તથા અન્ય બહાર વસતા મોટા માણસો જ આવી હોસ્પિટલો બનાવી શકે. આપણું સમાજ આવી હોસ્પિટલ બનાવી શકે નહી, પરંતુ અલ્લાહના કરમ કે આવી હોસ્પિટલ બની શકે.
આ બંને જગ્યાએ ફંડ લેવા માટે ટ્રસ્ટ વતી આદમભાઈ ચાકી, હાજી યુસુફભાઈ ખત્રી, ઈસ્માઈલ સોનેજી, હાજી સિધિક ત્રાયા, હાજી રશીદ અબ્દુલલતીફ ખત્રી, ઇશાકભાઇ હિંગોરા, મોલાના મુફતી હાજી ઈલીયાસભાઈ ખત્રી, જત હાજી ઈબ્રાહીમભાઈ તેમજ જુણા ગામના આગેવાનો સમા દાદા મોડ (માજી સરપંચ), સમા મીસરી સિધિક (સરપંચ જુણા), સમા રાહેબ અલુ, સમા સુલેમાન મામદ, સમા ઈબ્રાહીમ વિજાણી, સમા શકુર દિના, સમા પચાણ મલૂક (માજી સરપંચ), સમા હાસમ રાધા, સમા ઓસમાણ ઈશાક (માજી સરપંચ), સમા ઈસ્માઈલ જેસા, સમા અલી ઓસમાણ, મીયાઝી સાલે ઓસમાણ, ડાડા સંગ્રામ, હસન હાસમ, ઈસ્માઈલ જરાર જોયા, અલાના હાજી હભુ, ઈબ્રાહીમ આમદ હભલા, ગુલ સાધક જુસબ રાણા, જાકબ મામદ રહીમ, જુસબ માણસીંગ, સુલેમાન સાધક, ઈસ્માઈલ જીવણ, કાસમ ઈસ્માઈલ, અબ્દુલ્લા હાસમ, પીર સૈયદ મોલાના નૌરૂલ્લાહશાહ ભૂખરી, મોલના યુનુસ જામેઈ અમીર ઝીલી જમીયતે એહલે હદીસ કચ્છ, મોલાના અબ્દુલ મજીદ ફેઝી પોગ્રામ સચાલક, મોલાના અતા નુરી, મોલાના મુસા રહમાની, મોલાના જુનસ રહમાની, મોલાના સુલેમાન મુહમ્મદી વિગેરે ગ્રામજનો હાજર રહ્યા હતા.
--------

Comments