ગાંધીધામ-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ અને જોધપુર-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસના ટ્રેનોના નંબરોમાં ફેરફાર
ગાંધીધામ : મુસાફરોની સુવિધામાં વધારવા અને મુસાફરીનો સમય ઘટાડવા માટે, રેલ્વે વહીવટીતંત્રે ગાંધીધામ-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ અને જોધપુર-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ ટ્રેનોની ગતિ વધારીને સુપરફાસ્ટ એક્સપ્રેસ શ્રેણીમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં, આ ટ્રેનોના ટ્રેન નંબરોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. વિગતો નીચે મુજબ છે:
• તારીખ 24.02.2026 થી, ટ્રેન નંબર 16505 → 20685 ગાંધીધામ - કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ તરીકે દોડશે.
• તારીખ 21.02.2026 થી, ટ્રેન નંબર 16506 → 20686 કેએસઆર બેંગલુરુ - ગાંધીધામ એક્સપ્રેસ તરીકે દોડશે.
• તારીખ 26.02.2026 થી, ટ્રેન નંબર 16507 → 20693 જોધપુર - કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ તરીકે દોડશે.
• તારીખ 23.02.2026 થી, ટ્રેન નંબર 16508 → 20694 કેએસઆર બેંગલુરુ - જોધપુર એક્સપ્રેસ તરીકે દોડશે.
સુપરફાસ્ટ એક્સપ્રેસ શ્રેણીમાં અપગ્રેડ થવાથી ટ્રેનોની ગતિ અને સમયપત્રકમાં સુધારો કરવામાં આવશે, જેના કારણે મુસાફરોને ઝડપી અને સારી રેલ સેવા નો લાભ મળશે.
મુસાફરોને વિનંતી છે કે તેઓ તેમની મુસાફરીનું આયોજન કરતી વખતે સુધારેલા ટ્રેન નંબરોને ધ્યાનમાં લે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Comments