Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર પર તવાઈ બાદ ભુજમાં પણ પોલીસ જાગી

18 December


બે સ્થળેથી નામ પુરતો મુદ્દામાલ કબજે કરાયો 

ભુજ - ગાંધીધામ : રાજ્યમાં નશો કરવા માટે યુવાધન દ્વારા ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર પર ગૃહ વિભાગે પ્રતિબંધ મૂકતા અલગ અલગ સ્થળોએ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. કચ્છના ઔદ્યોગિક પાટનગર એવા ગાંધીધામ સંકુલ સહિત પૂર્વ કચ્છમાં આઠ સ્થળોએ કાર્યવાહી થઈ છે અને માતબર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે બાદ પશ્ચિમ કચ્છમાં ભુજમાં પણ પોલીસે નામ પુરતી કાર્યવાહી કરીને પોતાની હાજરી પુરાવી છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ ગૃહ વિભાગ દ્વારા નશા માટે ઉપયોગમાં લેવાતા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ, સંગ્રહ, વિતરણ કે હેરાફેરી કરવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું અમલમાં મૂક્યું છે જે અન્વયે ઝુંબેશમાં એસઓજીએ ભુજના જેષ્ઠાનગરમાં અરિહંત આઈસ્ક્રીમ નામના પાર્લરમાંથી ગોગો સ્મોકિંગ કોન નંગ રપ કિંમત રૂા.૩૭પ, રોલિંગ પેપરનો એક પેકેટ સાથે અયાન અમીનઅલી ખોજાને પકડી લીધો હતો, જ્યારે ગણેશનગરમાં જય સચિયાર પાન પાર્લરમાંથી જોજો સ્મોકિંગ કોનના પર પેકેટ તથા રોલિંગ પેપરની ર૯ સિંગલ પટ્ટી તથા બે મોટા પેકેજ કબજે કરી ગણેશનગરના ભૂપતસિંહ સવાઈસિંહ સોઢાને પકડી લીધો હતો. બન્ને સામે બી-ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું એસઓજીની યાદીમાં જણાવાયું છે. 

................

ગોગો કોન અને રોલિંગ પેપરમાં ઝેરી પદાર્થ હોય છે 

ભુજ - કચ્છ ઉદય : રાજ્યમાં કેટલાક સગીર અને યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે, ચરસ, ગાંજાનું સેવન કરવા માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે પદાર્થની અંદર ટાઈટેનિયમ ઓક્સાઈડ, પોટેશિયમ નાઈટ્રેડ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ, કલોરિંગ બ્લિચ જેવા ઝેરી પદાર્થ હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી આવી ચીજવસ્તુઓના વેચાણ, સંગ્રહ, હેરાફેરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ સામે છ મહિનાથી લઈને એક વર્ષની કેદ અથવા રપ૦૦થી લઈને પ હજાર સુધીનો દંડ અથવા બન્નેની સજા થઈ શકે છે. ઉપયોગ, વેચાણ કે સંગ્રહ કરનારી વ્યક્તિને એક સમાન દંડની જોગવાઈ છે. 


..................

પૂર્વ કચ્છમાં આદિપુર, ભચાઉ અને ગાંધીધામમાં વધુ ત્રણ કાર્યવાહી 


પૂર્વ કચ્છ જિલ્લામાં ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરના વેચાણ પર પોલીસની કાર્યવાહી ચાલુ રહી છે. અંજાર પોલીસે મેઘપર (બોરીચી), ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે સપનાનગર, ગણેશનગર, મીઠીરોહર, એ-ડિવિઝન પોલીસે સેક્ટર ૯/એમાં કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત વધુ ત્રણ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગાંધીધામમાં રેલવે સ્ટેશનની બહાર ગેટ પાસે કેબિનમાં તપાસ કરતા અલગ અલગ કંપનીના ગોગો પેપર, ભુંગડી નંગ.૧૩૮ મળી આવ્યા હતા. જેથી સિંધુ વર્ષાના મહેશ તારાચંદ લાલવાણી સામે એસઓજીએ બી-ડિવિઝનમાં ફરિયાદ આપી હતી. જ્યારે એલસીબીએ આદિપુરમાં કપીલમુનિ કોમ્પ્લેક્સ ખાતે આવેલ મૈત્રી અમૃતતુલ્યચા અને પાર્લર નામની દુકાનમાં તપાસ કરી કેપ્ટન ગોગો ગો-કેન રર૪ તથા કેપ્ટ ગોગોના રોલિંગ પેપરના ૬૩૮ પેકેટ મળી કુલ ૯,૭૪૦ નો મુદ્દામાલ કબજે કરી મૂળ રાપરના હાલે શિણાયમાં રહેતા ગૌતમભાઈ શંકરભાઈ ખાંડેકા સામે આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો, જ્યારે એલસીબીએ ભચાઉમાં જુના બસ સ્ટેશન પાસે હબીબ પાન સેન્ટર નામની દુકાનમાં તપાસ કરીને કેપ્ટન ગોગોના ૩૬ કોન, ૧ર૬ રોલિંગ પેપર મળી કુલ ૧૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી સિતારામપુરામાં રહેતા સદામ હબીબભાઈ કુંભારની અટક કરી ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM