પ્રાગપર પોલીસ મથકની હદમાં છસરા પટ્ટામાં હાસમનો તેલચોરીનો મોટો અડ્ડો બેફામ.!
મુંદરાના નવનિયુકત એએસપી શ્રી ગૌતમ કરશે લાલઆંખ?
મહાકાય તેલકંપનીમાંથી નીકળતા કન્ટેઈનરોમાંથી એડીબલ ઓઈલના કટીંગ માટે છસરા પટ્ટામાં આવેલી હાસમની ઢાબા સ્ટાઈલ હોટેલ બની હોટેસ્પોટ : ઢાબા સ્ટાઈલ આ હોટેલ પર ડ્રાયવરોને લલચાવ-ફોસલાવી-ડરાવીને મોટા પ્રમાણમાં તેલચોરી ચાલતી હોવાની છે ચકચાર
તેલના કન્ટેઈનરોના કન્ટેઈનરો કટીંગ થતા હોય અને સ્થાનિક ખાખીધારીઓ અજાણ હોય તેવુ બને ખરૂં? શું ખાખીના કોઈ ભ્રષ્ટ વહીવટદારોની મીઠીનજર હેઠળ હાસમ ફાટીે ગયો છે ફુલેકે?
મુંદરામાં દારૂ બાદ હવે તેલના ખુલ્લેઆમ ધમધમતા હાટડાઓ પર પણ એસએમસી ત્રાટકી સ્થાનિક ખાખીના નાક કાપીને હાથમાં આપી જાય તે પહેલા પશ્ચીમ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગંભીરતા દાખવે તે હિતાવહ
ગાંધીધામ : કચ્છના પેરીસ ગણાતા મુંદરા વીસ્તારના બેનમુન વિકાસની સાથોસાથ જ અહી કેટલીક અસામાજીક બદીઓ તથા આર્ગેનાઈઝડ ક્રાઈમ પણ વકરી જવા પામ્યુ હોય તેવી ઘટનાઓની ફરીયાદો સમયાંતરે બહાર આવવા પામતી જ રહેતી હતી. દરમ્યાન જ હવે અહી ખાસ ડીવાયએસપીની જગ્યા ઉભી કરી અને એએસપી તરીકે શ્રી ગૌતમની નિયુકતી થવા પામી ગઈ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, મુંદરામાં આ નિયુકિતની જાહેરાતની સાથે જ બુટલેગરોમાં તો ફફડાટ વ્યાપી જ જવા પામી ગયો છે પરંતુ તલચોરો જાણે કે હજુય છાકટા બની અને મોટી તેલચોરીને તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે જ અંજામ આપી રહ્યા હોય તેવી ફરીયાદ સામે આવી રહી છે.
આ મામલે સહેેજ વિગતે વાત કરીએ તો મુંદરામાં કુંદરોડી ગોલાઈથી છરાસ પટ્ટા તરફ જતા ગોલાઈ પાસે એક ઢાબા સ્ટાઈલ હોટેલ ધમધમી રહી છે જયા આસપાસમાં જ આવેલી મહાકાય વિશ્વ વિખ્યાત તેલકંપનીમાથી નીકળતા તેલના કન્ટેઈનરોમાથી તેલચોરીનું આયોજનબદ્ધ કૌભાંડ ધમધમી રહ્યુ હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, હાસમની આ હાટેલમાં કન્ટેઈનરોના કટીંગ કરવામા આવી રહયા છે. પ્રાગપર પોેલીસની હદમાં આવેલ આ ઢાબા સ્ટાઈલ હોટેેલ જાણે કે તેલનો અડ્ડો જ બની ગયો હોય તેટલી મોટી માત્રામાં એડીબલ ઓઈલના કન્ટેઈનરો અહીકટીંગ કરવામા આવી રહ્યા હોવાનુ ચર્ચાય છે. વાહનના ડ્રાયવર-કલીનરને લલચાવી ફોસલાવી અને આ ઘટનાને અંજામ અપાઈ રહ્યો છે. પ્રાગપર પોલીસ આ પ્રકારની સુનિયોજીત રીતે ચાલતી તેલચોરીના નેટવર્કની સામે કેમ કાર્યવાહી નથી કરતી હોય..! ેતેવા આશ્ચર્ય પણ જાણકારો વ્યકત કરી રહ્યા છે. આટલા મોટા પ્રમાણમાં હોટલ પર તલચોરીને અંજામ અપાતો હાયે અને પોલીસ તેનાથી જાણકારા ન હોય તેવુ તો બને નહી? આ રીતે વકરી ગયેલા તેલચોરીના કારસ્તાનોને ડામવાની દીશામાં સબંધિત લાપરવાહો મામલે નવનિયુકિત એએસપી શ્રી ગૌતમ વિવેકાનંદ લાલઆંખ કરશે ખરા?

Comments