ધોળાવીરાના ખારોડના કરોડોના જમીન કૌભાંડમાં પ્રાદેશીક લાંચ રૂશ્વત બ્યુરો એકમ એકશનમાં..!
જાગૃત ગ્રામજનો દ્વારા કરાયેલી રજુઆત-ફરીયાદ બાદ કલેકટરશ્રી દ્વારા ગંભીરતા જોઈ અને સુઓમોટો લઈ કેસ ચલાવી અને જમીન રાજયસાત કરવાનો આપી દીધો છે હુકમ : અંદાજીત ૧૩૦ એકર ૭૦ કરોડની જમીનમાં બોગસ હુકમો કરનારા પૂર્વ તલાટી, મામતલદાર, પ્રાંત અધિકારી અને વગદાર રાજકીય વ્યકિતીઓ સહિતનાઓની સામે કાર્યવાહી કેમ ન થાય?નો સવાલ ઉઠાવી જાગૃત લોકોએ એસીબી, નિયામકશ્રીને લેખિતમાં આધાર-પુરાવાઓ સાથે કરેલી અરજી બાદ વછુટયા તપાસના આદેશ : ગાંધીધામ એસીબી એકમને તપાસ કરી અહેવાલ સોપવાનો વછુટયો નિર્દેશ : ફરીયાદી સહિતનાઓના નિવેદનોનો આરંભાયો દોર
ગાંધીધામ : પૂર્વ કચ્છના ધોળાવીરાના ખારોડ ગામ મધ્યે સરકારી જમીન પર એક મસમોટુ કરોડોનું કૌભાડ આચરાઈ ગયુ હોવાની ફરીયાદ જાગૃત ગ્રામજનો દ્વારા કરવામા આવી હતી. આ પ્રકરણમાં રજુ કરાયેલા આધાર પુરાવાઓ સાથેની વીગતોને જોતા તેની ગંભીરતા સમજી અને કચ્છના વર્તમાન કલેકટરશ્રી ડો. આનંદ પટેલ દ્વારા સુઓમોટો લઈ અને તેની તપાસ આરંભી હતી. અને તમામ પક્ષોને સાંભળ્યા બાદ ૧૩૦ એકર જમીન કે જેની અંદાજીત કિમત ૭૦ કરાડ થવા પામી જાય છે તે જમીન રાજય સાત એટલે કે શ્રી સરકાર કરવાનો આદેશ કરી દીધો હતો.
આ બાબતે મળતી વધુ વીગતોઅ નુસાર ધેાળાવીરાના ખારોડના જમીન પ્રકરણમાં કલેકટરશ્રીએ જયારે ધાક બેસાડતી કાર્યવાહી કરી અને આ કીમંતીજમીન રાજય સાત કરવાન આદેશ આપી દીધો છે ત્યારે હવે આટલી વિશાળ જમીન કયા કયા સરકારી બાબુઓની ભ્રષ્ટ મીલીભગતથી ગેરકાયદેસર આદેશો સાથે થવા પામી છે તેમની સામે કેમ કાર્યવાહી નથી થતી? જાગૃત નાગરીક દ્વારા આ બાબતે એસીબી વિભાગ અમદાવાદ નિયામકશ્રીને ફરીયાદ કરવામા આવી હતી અને હવે તે અંગે કાર્યવાહી શરૂ થવા ગઈ હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. ગુજરાત એસીબી વિભાગના વડા શ્રી પિયુષ પટેલ સાહેબ દ્વારા ગાંધીધામ એસીબી વિભાગને આ બાબતે તપાસ કરવાના આદેશોઆપી દેવામા અવ્યા હોવાનુ સામે આવ્યુ છે અને ગાંધીધામ એસીબી એકમના અધકારીઓ દ્વારા ફરીયાદી માંડી અને વિવિધ તબક્કે નિવેદનો લેવાનો દોર પણ આરંભી દીધો હોવાનુ માલુમ પડી રહ્યુ છે.

Comments