Trending News
સ્થાનિક સમાચાર

ડીઝલ દાણચોર અમિત-ભ્રષ્ટ PI આણી ટોળકી પીપાવાવમાં જહાજ છોડવાની વેતરણમાં : કસ્ટમ ટ્રીબ્યુનલ રહે સાવધાન.!

17 December

આ જહાજ છુટયુ તો દાણચોરોને માટે માર્ગ મોકળો જ સમજો!


કસ્ટમતંત્ર, કસ્ટમની ટ્રીબ્યુનલ તેમાં એસી કક્ષાના અધીકારીએ જજમેન્ટ આપી દીધુ છે કે ભારત માટે પ્રતિબંધીત મટીરીયલ્સ જહાજમાં આવ્યુ છે, તેને ડીસ્ચાર્ઝ કરવાની મંજુરી આપી શકાય નહી

હકીકતમાં કસ્ટમની ટ્રીબ્યુને આ ઓર્ડરની સામે સુપ્રીમકોર્ટમાં ધા નાખવી જ ઘટે, નહી તો દાણચોરો એમેઅચઓની આડમાં ડીઝલ લાવી, સેટીગ કરી અને માલ ડીસ્ચાર્ઝ કરાવી જવાની એક મોડસ ઓપેરેશન્ડી તથા સિસ્ટમ જ ઉભી કરી લેશે અને જયારે પણ મિસડીકલેરશનો કેસ થશે તો આ અમિતવાળા કેસના ઓર્ડરો જ રજુ કરી અને માલ ડીસ્ચાર્જ કરાવી જશે, નીતી બની જાય, ચોરી કરવાનો રસ્તો જ ખુલી જાય તે પહેલા કસ્ટમને આ પ્રકરણમાં વધારે ગંભીરતા દાખવી બની રહી છે જરૂરી


ગાંધીધામ : કચ્છના બંદરો પર પાછલા અમુક સમયથી એમએચઓ માઈક્રો હાઈડ્રો કાર્બન ઓઈલ દર્શાવી અને તેની આડમાં પ્યોર ડિજલની ગેરકાયદેસર રીતે જ મોટી માત્રામાં આયાત કરનારી સિન્ડીકેટને સાણસામાં લેવાતી ધાક બેસાડતી કાર્યવાહી કરવામા આવી રહી છે. પ્રથમ મુંદરા બંદર પર આ મુજબની ડીઝલ દાણચોરી સામે તવાઈ બોલાવાઈ તો આ ડીઝલ સ્ટમગર્લસ ટોળકી અન્યત્ર ફંટાઈ હતી પરંતુ અધિકારી અહી પણ કડક અને તટસ્થ આવી જતા મુંદરા-કંડલા-પીપાવાવ સહિતમાં આ જ ડિજલ દાણચોર ગેગના જહાજના જહાજ અટકી જવા પામયો હોવાની ઘટના પ્રકાશમાં આવી ગઈ હતી.
આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો અમિત અને ભ્રષ્ટ બની બેઠલા પીઆઈની ડીઝલ દાણચોરી કરનાર ગેંગએ પીપાવાવમાં તેમના અટકી પડેલા જહાજને છોડવવા માટે અંતે મજબુત ગોઠવણો કરી લીધી હોવાનુ ચર્ચાય છે. કસ્ટમતંત્રએ તો જહાજ અટકાવી દેતા ટ્રીન્યુનલમાં આ કેસની સુનાવણી થઈ હતી અને કસ્ટમની ટ્રીબ્યુનલ દ્વારા પણ કહેવાઈ ગયુ છે કે, પ્રતિબંધીત કાર્ગો છે, ભારતમાં ઠાલવી શકાય નહી, જે બાદ દાણચોર ગેંગ અમીત  મુંબઈ સહીત કઈક જગ્યાએ જુના કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વોની પણ કદમપોશી કરી જોઈ પરંતુ તેનો માલ છુટવા પામતો ન હતો. આ સ્થિતીએ અમિત અન ભ્રષ્ટ પીઆીઈ દ્વારા ગામમાથી લોકોના જે કાળાનાળાને રાતોરાત ડબલ કરી દેવાની આંબાઆંબલીઓ દેખાડી અને લીધા હતા એ તો ડુબી જ ગયા પરંતુ બીજીતરફ લાંબો સમયથી સુધી જહાજ અને કન્ટેઈનરો પણ અટકવાઈ પડયા હતા અને તેનું ડેમરેજ ખુબ વધી રહ્યુ હતુ. આવામા જહાજ માલીક અને કનટેઈનરવાળાઓએ પણ  અમિત ટોળકી પર પ્રેસર બનાવતા અમિત અને ભ્રષ્ટ પીઆઈ દ્વારા ગાંધીધામ શહેરની જ એક ગ્રાન્ડ હોટેલમાં અમદાવાદની મોટી લો ફર્મની સાથે બેઠકો યોજી અને માલ છોડાવાવના છટકા ગોઠવી લીધા હતા. જાણકારો કહી રહ્યા છે કે, ટ્રીબ્યુનલના ઓર્ડરની સામે દાણચોર ટોળકી અમિતે એવો આદેશ લઈ લીધો છે કે અન્ડર અરેસ્ટ તો અન્ડર અરેસ્ટ માલ ઉતારવાની છુટ આપો જે આદેશ મળી જવાનું કાઉન્ટડાઉન શરૂ થવા પામી  ગયુ હોવાનુ કહેવાય છે. પરંતુ જાણકારો કહે છે કે આ બાબત ખુબજ ગંભીર છે, જો આ રીતે એમએચઓની આડમાં ડીઝલ દાણચોરી માટે લવાયો હોય અને તેને જો કોઈ પણ ઓર્ડરો આપી અને છોડી દેવામા આવશે તો ભવિષ્યમાં દાણચોરોને તો મજા જ પડી જશે, આ રીતે જ એમએચઓની આડમાં ડીઝલ લાવતા રહેશે અને પકડાઈ જશે તો અમિત ગેંગે જે ઓર્ડરથી માલ છોડાવ્યો હશે તે જ ઓર્ડરો દેખાડતા ફરશે અને તંત્રને જાણે કે દાણચોરીને સીધો કાયદાકીય માર્ગ જ બનાવી દેવાની સ્થિતી ઉભી થઈ શકે તેમ છે. હકીકતમાં તો આવો કોઈ આદેશ જ ન હોવો જોઈએ અને હોય તો ટ્રીબ્યુલને તેની અમલવારી કરતા પહેલા સુપ્રીમમાં પડકાર ફેકવો જોઈએ.


..............


જહાજ માલિક-કન્ટેનર લાઈન સહિતના 
કેરિયર અમિત ગેંગથી કંટાળ્યા હતા


ગાંધીધામ : એમએચોઅની આડમાં પ્યોર ડિજલ ઠાલવતા પકડા ગયેલ અમીતના કઈક અધમપછાડા બાદ પણ માલ છુટતો ન હતો અને તેથી જ જહાજ ઓનર-માલિક તથા કન્ટેનર લાઈન સહિતના કેરીયર ત્રાસી ગયા હતા.અમિતના પ્રતિબંધિત કાર્ગોથી વેશલ્સ પણ લાંબા સમયથી પડયુ હતુ સ્થગિત, વેશલ્સ માલિકે અમિતને આપી દીધી હતી ચીમકી, તો કન્ટેઈનર લાઈન પણ માલ ઉતારવાની ગોઠવણ કરવા અમિત પર સતત કરી રહી હતી દબાણ, કયાંક ને કયાંક તેના ભાગરૂપે જ હવે માલ ઠલવાઈ જશે અને વેશલ્સ તથા કનટેઈનર ફ્રી થવા પામી જશે.


................

જો જો અમિત ટોળકી ટાંકામાં માલ અન્ડર અરેસ્ટ
રાખ્યા બાદ સિફતપુર્વક ડમ્પ ન કરાવી જાય..!


ગાંધીધામ : અમિત આણી ટોળકીને પીપાવાવમાં અટકેલા ડિઝલના મિસ્ડીકલેર જથ્થાને અન્ડર અરેસ્ટ ઉતારવાની પરવાનગી કે ઓર્ડર કદાચ મળે તો એજન્સીઓએ તકેદારી રાખવી પડશે કે આ માલ અન્ડર અરેસ્ટ જે ટેંકમાં જાય ત્યાં અમિત સાથેની આ ડીઝલ દાણચોરીમાં ૃસંડોાવાયેલા જ કોઈને કોઈના ન હોવા જોઈએ. ઉપરાંત સિજર કરેલા માલ પણ પેનલ્ટી ભરી અને ઓકસન મારફતે ફરીથી આ જ અમિત ગેંગ પાસે ન જતો રહે તેની પણ તકેદારી રાખવી પડશે. 

 

Comments

COMMENT / REPLY FROM