આડેસરમાં જાવેદ ટોળકી પાઈપલાઈન તેલચોરી કેસ : તપાસ થાય તો રેલો ગાંધીધામ સુધી લંબાય
ઝડપાયેલ અસગરની પુછતાછ કડકાઈથી કરાય તો વધુ બે-ચાર શખ્સો દબોચાય : માણસો મારફતે જ ખોદકામ સહિતનું કામ કરાતુ હતું
સરકારી ખરાબા પર કબ્જો જમાવી, પાઈપલાઈનમાથી ચોરીનો પ્રયાસ કરનાર જમીન કબ્જેદાર કોણ છે? તે તરફ પણ હાથ ધરવી જોઈએ તપાસ
ગાંધીધામ : પૂૃર્વ કચ્છના આડેસરમાં મુંદરાથી પાણીપત થતી તેલની પાઈપલાઈનમાં છીંડાઓ કરી અને તેમાથી તેલચોરીનો પ્રયાસ કરવામા આવ્યો હોવાની ફરીયાદ કંપનીના મેનેજર દ્વારા કરવામા આવી હતી. સમગ્ર પ્રકરણની ગંભીરતાને સમજી અને પોલીસ તંત્રએ ફરીયાદના આધારે તપાસ હાથ ધરી હતી અને તેમાં જાવેદ- અસગરના નામો બહાર આવવા પામ્યા છે. અસગરની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તે જયુડીશીયલ કસ્ટડીમાં જ છે તે દરમ્યાન જ જાણકારો કહી રહ્યા છે કે, જો આ કેસની ગંભીરતાથી તપાસ હાથ ધરવામા આવે તો ઘણુ બધુ બહાર આવવા પામી શકે તેમ છે. તેલની લાઈનમાથી ચોરી કરવા માટે
જમીન ખોદવા સહિતના કામો માટે અનેકવિધ શખ્સોની જરૂર પડતી હોય છે, આ ખોદકામમાં કોણ કોણ જાવેદ-અસગરની સાથે હતા? ટ્રાન્સપોર્ટેશ કોણે કર્યુ હતુ? ઉપરાંત સરકારી ખરાબાની જમીન છે તો તેના પર પણ ગેરકાયદેસર કબ્જો કરનાર કોણ હતો? આબધાયને વેળાસર તપાસના દાયરામાં લેવા જોઈએ. અનેકવિધ લોકોના જીવને જોખમમાં મુકી અને દેશની સંપત્તીને નુકસાન પહોચાડનારા આ કાંડની તપાસ ઘનિષ્ઠ બનશે તો વધુ બે-ચાર શખ્સો દેબાચાય તેમ છે અને સરકારી જમીન પર કબ્જા કરનારાઓના નામો પણ બહાર આવવા પામી શકશે.

Comments