Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના ગુરૂકુળ વિસ્તારમાં મહેશનો હાઈપ્રોફાઈલ હુક્કાનો અડ્ડો બન્યો હોટ-ફેવરિટ : દમ મારો દમ!

17 December

હાઈબ્રેડ ગાંજાના ગોગો પેપર રોલ બંધ થવાની ભીતીથી



સુરતમાં એસઓજીએ જાગૃતી દાખવી ગોગાપેપર પર સફળ દરોડા પાડતા વેંત જ ગાંધીધામમાં પણ કઈક સ્ટોર-ગલ્લામાં વેચાતી હાઈબ્રીડ ગાંજાના આ રોલ પેપરો ટપોટપ સગેવગે કરી દેવાયા, જો કે ડ્રગ્સના પ્યાસીઓની લત્ત તો યથાવત જ રહેતા,  ગુરૂકુળ પટ્ટામાં આવેલ મહેશના હુક્કાબારને થઈ ગયો તડાકો : જુની શિવ હોટેલની સામે પણ આવા જ હુક્કાની ચિલમોનો ધમધમી રહ્યો છે મોટો અડ્ડો

અગાઉ ૧૦થી વધુ હુક્કા બારને લગતા કેસો જે મહેશ પર થયા છે તેનો અડ્ડો ચાલે છે ધૂમ :૧૦૦૦ થી ૧પ૦૦ રૂપીયા સુધીની હુક્કાની ચિલમોનો વ્યસની-યુવાધન કરે છે મોટાપાયે સેવન : મોટાઉપાડે હુક્કાની આ ફલેવરનું વ્યસન કરવા નશેડીઓ-નબીરાઓના મેળા લાગતા હોવા છતા ખાખીના જવાબદારો બેખબર હોય તે કેમ બની શકે?

કંડલા એ.ઓ. બિલડીંગની સામેના ભાગે આવેલી રાજકીય નેતાની આરતી હોટેલની  પસંદગી પાત્ર નશાના પ્યાસીઓ માટે હુક્કાનો ધમધમે છે મોટો પોઈન્ટ : આ પોઈન્ટ ચલાવનારો એટલો માથાભારે છે કે, ખાખી પણ અહી જતા ધ્રુજે છે.., બિનધાસ્ત રીતે આ અડ્ડો ધમધમી રહ્યો છે,


ગાંધીધામ : દમ મારો દમ, મીટ જાયે ગમ. ગુજરાતને એકતરફ ડ્રગ્સ મુકત બનાવવા સરકાર અને ડે.સીએમ તથા ગૃહમંત્રીશ્રી ખુદ દિવસ રાત એક કરી અને નવા કાયદાઓ સાથે કડકાઈ દાખવી રહ્યા છે ત્યારે બીજીતરફ કયાંક ને કયાંક એ જ સરકાર, 
ગૃહવિભાગ હેઠળના અમુક બની બેઠેલા ખાખીધારીઓની ભ્રષ્ટ રીતીનીતીઓના લીધે એક છોડીને બીજા નશાના માધ્યમોને લોકોની વચ્ચે લઈ જઈ અને નવી પેઢી, યુવાધન સહિતનાઓને સતત નશાના રવાડે ચડાવાવના બેનામી ધંધાઓ ધમધમાવાવી જ રહ્યા હોવાની સ્થિતી ગાંધીધામ સંકુલમા પણ વર્તમાન સમયે ચર્ચાનુ આવરણ સર્જી રહી છે. 
સંકુલનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે,  હજુ તો સુરતમાં ગોગા પેપર રોલ કે જેનો ઉપયોગ હાઈબ્રીડ ગાજાના સેવન માટે થતો હતો તેના સરેઆમ વેપલા પર રોક લગાવતી તવાઈ બોલાવી અને તેના પગલે ગાંધીધામમા પણ આવા ગોગા પેપરના નશા માટે થતા ઉપયોગ ધડાધડ બંધ થવા પામી ગયા હતા. એકતરફ પાનના ગલ્લા પર સિગારેટ સ્ટીકની જેમ જ ગોગારોલમાં ડ્રગ્સ નાખી સેવક કરવાનું બંધ થવાની સ્થિતી સર્જાઈ તો બીજીતરફ આ જ શહેરમાં ગુરૂકુળ વિસ્તારમાં આવેલ મહેશનો હાઈપ્રોફઈલ હુક્કાબારનો અડ્ડેા નશાપ્યાસી-નશેડીઓ, નશાની આદત વાત નબીરાઓ, માલેતુજાર મા-બાપના વંઠેલાઓને માટે હોટફેવરીટ બની જવા પામયો છે. આ અડ્ડો હાઈપ્રોફાઈલ એટલા માટે પણ કહેવાય છે કે, અહી ફલેવર્ડ હુક્કાની ચિલમ પીવા માટે મોટી માત્રામાં શખ્સો આવી રહ્યા છે. એટલુ માત્ર જ નહી પણ તેની ચિલમ પણ ૧પ૦૦થી ર૦૦૦ રૂપીયાની ચુસ્કીઓ લાગતી હોય છે. 
જાણકારો તો કહી રહ્ય છે કે, આ મહેશના અડ્ડા પર અગાઉ પણ દસથી વધુ જેટલા હુક્કાબાર સહિતના કેસો થવા પામી ચુકયા છે છતા પણ તે બિનધાસ્ત આ અડો ધમધમાવી જ રહયો છે. મહેશ ઉપરાંત શહેર વિસ્તારમાં જુની શીવ હેાટલની સામેના ભાગમાં આવેલા એક સ્ટોરમાં પણ આવા જ ફલેવર્ડ હુક્કાબાર ધમધમી રહ્યા હોવાનુ કહવાય છેઅ ને આ કીરાણા સ્ટેારમાં પણ અગાઉ લાખોની વિદેશી ઈ-સિગારેટ ઝડપાઈ ચુકી હોવાની ઘટના સત્તાવાર રીતે ખુલી ચુકી છે. સામાન્ય માણસને આ બદી-ડ્રગ્સનુ દુષણ સેવન માટે મળી રહી છે, તેની ચર્ચા સંકુલ આખાયમાં થા પામી રહી છે પરંતુ તેને ડામવાની જેની પ્રાથમિક જવાબદારી બની રહી છે તેવા ખાખીના જવાબદારો અજાણ જ હોય તેવી સ્થિતી સર્જાયેલી છે? જો ખાખીના સબંધિત જવાબદારો આ બાબતે જાગતા હેાય તો આટઆટલી હદે આવા હુક્કાબારના અડ્ડાઓ શહેરવ્યાપી વકરી જ કેવી રીતે ગયા?

.....................

જો જો નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ ડ્રાઈવેને 
આ અડ્ઢાઓ ઝાંખપ ન લગાડી જાય..!



ગાંધીધામ : પૂર્વ કચ્છ એસપીશ્રીના સીધા જ નેતૃત્વ તળે પૂર્વ કચ્છમાં નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છના નેજા મળે ડ્રાઈવ ચલાવાઈ રહી છે અને એસઓજી તેના તળે વિવીધ વિસ્તારોમાથી સમયાંતરે ડ્રગ્સના જથ્થા પણ પકડી રહી છે. પરંતુ જે રીતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગોગો પેપેર-કોકો પેપેર-રેડસ્પ્રેસ સહિતની બ્રાન્ડના હાઈબ્રીડ ગાંજા માટેના પેપરો વેચાઈ રહતા હતા અને તેની સાથોસાથ જ હવે નશાની હુક્કાની ચિલમના અડ્ડાઓની ચર્ચા સામે આવી રહી છે તે જોતા જાણકારો કહી રહ્યા છે કે, જો જો નો ડ્‌ગ્સ ઈન ઈસ્ટ કચ્છ ડ્રાઈવેને આ અડ્ઢાઓ ઝાંખપ ન લગાડી જાય.



 

Comments

COMMENT / REPLY FROM